Jodhpur Beggar Buy iphone 15 Video Viral : સોશિયલ મીડિયામાં દરરોજ અવનવા વીડિયો વાયરલ થતા રહે છે, હાલ એક વીડિયો વાયરલ થયો છે જેમાં એક ભીખારી એક મોબાઈલ સ્ટોરમાં લેટેસ્ટ આઈફોન 15 ખરીદવા જાય છે. આઈફોન 15 ખરીદવા આવેલા ભીખારીને જોઇ શો-રૂમના માલિક અને કર્મચારીઓના હાવભાવ કેવા છે તે પણ વીડિયામાં દેખાય છે. સૌથી મજાની વાત એ છે કે, આ ભીખારી આઈફોન-15 ખરીદવા માટે થેલો ભરીને ચલણી સિક્કામાં પેમેન્ટ કરે છે અને પછી શો-રૂમના કર્મચારીઓ ધંધે લાગે છે.
ભીખારી આઈફોન 15 ખરીદવા શો-રૂમમાં પહોંચ્યો (Beggar Buy iphone 15)
ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ Experiment Kingએ એક સોશિયલ એક્સપેરિમેન્ટ કર્યું છે. આ વીડિયોમાં એક યુવાન ભીખારી બનીને મોબાઈલ સ્ટોરમાં જાય છે. ઘણા મોબાઈલ સ્ટોરવાળા તો તે ભીખારીને તગેડી મૂકે છે. તે ભીખારી આઈફોન 15 ખરીદવા માટે ઘણા બધા મોબાઈલ સ્ટોરમાં જાય છે. છેવટે એક મોબાઈલ સ્ટોરવાળો ભીખારીને અંદર આવવા દે છે. આ ભીખારી મોબાઈલ સ્ટોરમાં જઇને એપલનો લેટેસ્ટ સ્માર્ટફોન આઈફોન 15 ખરીદવાની વાત કહે છે. ભીખારીની વાત સાંભળીને પહેલા તો મોબાઈલ સ્ટોરવાળા સ્તબધ થઇ જાય છે પરંતુ છેલ્લે આઈફોન આપવા તૈયાર થઇ જાય છે. આ વીડિયો જોધપુરનો છે.
ભીખારીએ આઈફોન-15નું પેમેન્ટ ચલણી સિક્કામાં કર્યું (Beggar Buy iphone 15 Payments In Coins)
મોબાઈલ સ્ટોરનો માલિક ભીખારીને આઈફોન1- 15 આપવા તૈયાર થાય છે. સૌથી મજાની વાત એ છે કે ભીખારી આઈફોન-15 ખરીદવા માટે ચલણી સિક્કામાં પેમેન્ટ કરે છે. ચલણી સિક્કા જોઇને મોબાઇલ સ્ટોરનો માલિક અને સ્ટાફ પણ હેરાન થઇ જાય છે. આ સમગ્ર ઘટનાના વીડિયોમાં ભીખારી થેલો ફરીને ચલણી સિક્કા મોબાઈલ સ્ટોરના માલિકને આપે છે.
મોબાઈલ સ્ટોરનો સ્ટાફ ધંધે લાગ્યા, હજારોની સંખ્યામાં ચલણી સિક્કા ગણવા પડ્યા
ભીખારી આઈફોન- 15 મેળવીને રાજી રાજી થઇ ગયો પરંતુ મોબાઈલ સ્ટોરના માલિક અને સ્ટાફ બધા ધંધે લાગ્યા હતા. ભીખારીએ આઈફોન-15 ખરીદવા માટે બધુ પેમેન્ટ ચલણી સિક્કામાં કર્યુ હતું. હજારોની સંખ્યામાં ચલણી સિક્કા ગણવામાં મોબાઈલ સ્ટોરના કર્મચારીઓને પગે પરસેવો આવી ગયો હતો.
આ પણ વાંચો | એક વ્યક્તિનું મૃત્યુ, વાંદરો અર્થીને ગળે લગાવી રડ્યો, અંતિમ સંસ્કારમાં પણ લીધો ભાગ! VIDEO જોઈ તમે પણ ઈમોર્શનલ થઈ જશો
આ વાયરલ વીડિયોને અત્યાર સુધીમાં 40 મિલિયનથી વધારે લાઈક મળી છે. આ વીડિયો પર લોકો અલગ-અલગ પ્રકારની કમેન્ડ કરી રહ્યા છે. એક યુઝર્સે લખ્યુ કે આ સંપૂર્ણ વીડિયો સ્ક્રિપ્ટેડ છે… આજકાલના ભીખારી આવા દેખાતા જ નથી. અન્ય એક યુઝર્સે લખ્યુ કે, કોઇને પણ કપડાથી જજ કરી શકાય નથી. તો અમુક લોકો તેને બ્રાન્ડેડ ભીખારી કહી રહ્યા છે.





