Kangana Ranaut Slapped by CISF Woman Constablel: કંગના રનૌતને સીઆઇએસએફ મહિલા જવાને થપ્પડ માર્યો છે. હિમાચલ પ્રદેશના મંડીના ભાજપ સાંસદ કંગના રનૌત દિલ્હી આવી રહ્યા હતા ત્યારે ચંડીગઢ એરપોર્ટ પર આ ઘટના બની છે. જાણકારી અનુસાર કંગના અને મહિલા સુરક્ષાકર્મી બંને વચ્ચે વિવાદ થયો હતો. જે બાદ મહિલા સિક્યોરિટી ગાર્ડે કંગનાને થપ્પડ મારી હતી. આવી સ્થિતિમાં, ચાલો આપણે એ જાણવાનો પ્રયાસ કરીએ કે જો એક વ્યક્તિ અન્ય કોઈને થપ્પડ મારે છે ત્યારે કાયદો શું કહે છે, કઇ સજાની જોગવાઈ છે.
થપ્પડ મારવા બદલ કેટલાં વર્ષની જેલ થઈ શકે?
કાયદા પ્રમાણે કોઇને થપ્પડ મારવી એ ગુનો છે. આવા કિસ્સાઓમાં આઈપીસીની કલમ 323 હેઠળ કેસ નોંધવામાં આવે છે. આઈપીસીની કલમ 323 હેઠળ જો કોઈ પોતાની મરજીથી અન્ય કોઈ વ્યક્તિને ઈજા પહોંચાડે છે અથવા નુકસાન પહોંચાડે છે, તો તેને એક વર્ષની જેલ થઈ શકે છે. ઉપરાંત 1000 રૂપિયાનો દંડ અથવા બંને સજા થઈ શકે છે, પરંતુ જો કોઈએ ગેરવર્તણુક કર્યુ હોય અને પછી આ ઘટના બની હોવાનું સામે આવે તો કોર્ટ સજામાં ફેરફાર પણ કરી શકે છે અથવા કેસ ફગાવી શકે છે.
હુમલો પ્રતીકાત્મક હોય તો?
જો કોઈ વ્યક્તિ અન્ય વ્યક્તિને ડરાવવા માટે ગુનાહિત બળ અથવા પ્રતિકાત્મક હુમલો કરે છે, જેનાથી કોઈ નુકસાન થતું નથી, પરંતુ પીડિત વ્યક્તિ નર્વસ અનુભવે છે, તો પછી પણ આવું કરનાર વ્યક્તિને આઈપીસીની કલમ 358 હેઠળ દોષી માનવામાં આવશે.
પહેલાં શું થતું હતું?
અગાઉ પોલીસ આવી ઘટનાઓ અંગે સીઆરપીસીની કલમ 107/51 હેઠળ અટકાયતી કાર્યવાહી કરતી હતી. આ અંતર્ગત આરોપીને ડ્યુટી મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં તેને 1 વર્ષ સુધી સારા વર્તનની ચેતવણી આપીને સ્થળ પર જ છોડી મૂકવામાં આવ્યો હતો.

જ્યારે નાના પાટેકરે યુવકને થપ્પડ મારી
આવો જ એક કિસ્સો નાના પાટેકરની ફિલ્મના શૂટિંગ દરમિયાન જોવા મળ્યો હતો. નાના પાટેકરની એક ફિલ્મ આવી હતી. નામ છે જર્ની. ફિલ્મની શરૂઆત ભક્તિ ગીતથી થાય છે. આ ગીતનું શૂટિંગ વારાણસીના દશાશ્વમેધ માર્ગ પર કરવામાં આવી રહ્યું હતું. નાના દશાશ્વમેધ રોડ પર એક સીનના શૂટિંગ માટે ઊભા હતા, જે શૂટિંગ થઈ રહ્યું હતું તેમાં નાના પાટેકરને માર્કેટમાં ફરતા દેખાડવાના હતા.
આ પણ વાંચો | કંગના રનૌત ને થપ્પડ મારનાર CISF મહિલા જવાન કુલવિંદર કૌર કોણ છે? કેમ લાફ માર્યો? જાણો તમામ વિગત
આ દરમિયાન એક યુવક નાના પાટેકરની બાજુમાં આવી ઉભો રહ્યો અને સેલ્ફી લેવા લાગ્યો. નાના પાટેકરે ગુસ્સે થઈને યુવકને થપ્પડ માર્યો હતો, જે બાદ હાજર સુરક્ષાકર્મીઓએ યુવકને શૂટિંગ સાઈટની બહાર લઈ ગયા અને પછી ફરી શૂટિંગ શરૂ થઈ ગયું. ફિલ્મના ડાયરેક્ટરે થપ્પડ મારવાને ફિલ્મનો સીન ગણાવ્યો છે.





