કટરાથી કાશ્મીર જનાર વંદે ભારત ટ્રેનમાં કોણ કરી શકશે મફત યાત્રા? કેટલું હોઇ શકે છે ભાડું, જાણો લેટેસ્ટ અપડેટ

Katra to Srinagar Vande Bharat Train Update: રતીય રેલવે ટૂંક સમયમાં કટરાથી શ્રીનગર વંદે ભારત એક્સપ્રેસ માટે ટિકિટ બુકિંગની પ્રક્રિયા શરૂ કરશે. કાશ્મીરીઓની સાથે અન્ય ઘણા લોકો સીધી કાશ્મીરની વાદીયો સુધી જનાર આ ટ્રેનની રાહ જોઈ રહ્યા છે

Written by Ashish Goyal
April 17, 2025 16:58 IST
કટરાથી કાશ્મીર જનાર વંદે ભારત ટ્રેનમાં કોણ કરી શકશે મફત યાત્રા? કેટલું હોઇ શકે છે ભાડું, જાણો લેટેસ્ટ અપડેટ
ભારતીય રેલવે ટૂંક સમયમાં કટરાથી શ્રીનગર વંદે ભારત એક્સપ્રેસ માટે ટિકિટ બુકિંગની પ્રક્રિયા શરૂ કરશે (તસવીર - એએનઆઈ સ્ક્રિનગ્રેબ)

Katra to Srinagar Vande Bharat Train Update: ભારતીય રેલવે ટૂંક સમયમાં કટરાથી શ્રીનગર વંદે ભારત એક્સપ્રેસ માટે ટિકિટ બુકિંગની પ્રક્રિયા શરૂ કરશે. કાશ્મીરીઓની સાથે અન્ય ઘણા લોકો સીધી કાશ્મીરની વાદીયો સુધી જનાર આ ટ્રેનની રાહ જોઈ રહ્યા છે. ચેન્નઈમાં ઈન્ટીગ્રલ કોચ ફેક્ટરી (આઈસીએફ)માં તૈયાર થઈ રહેલી જમ્મુ-શ્રીનગર વંદે ભારત ટ્રેન ભારતમાં રેલ યાત્રામાં એક ક્રાંતિકારી પહેલ હશે. પરંતુ ઘણા લોકોના મનમાં સવાલ એ છે કે કટરાથી શ્રીનગર જતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે પણ ટિકિટ હશે?

કટરા-શ્રીનગર વંદે ભારત ટ્રેન ટિકિટ કિંમત

આશા છે કે ટૂંક સમયમાં ભારતીય રેલવે કટરા-શ્રીનગર વંદે ભારત ટ્રેનની ટિકિટ જાહેર કરશે. તમને જણાવી દઈએ કે આ નવી સેમી હાઈસ્પીડ ટ્રેનનું સંચાલન અને જાળવણી ઉત્તર રેલવે (NR) ઝોન દ્વારા કરવામાં આવી રહી છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે શ્રી વૈષ્ણો દેવી માતા કટરાથી શ્રીનગરનું ભાડું એસી ચેર કાર માટે 1500-1600 રૂપિયા અને એક્ઝિક્યુટિવ ચેર કાર માટે 2200 થી 2500 રૂપિયાની વચ્ચે હોઈ શકે છે.

કટરા-શ્રીનગર વંદે ભારત ટ્રેનમાં બાળકો કરી શકશે મફત મુસાફરી

ETNOWના એક રિપોર્ટમાં જણાવાયું છે કે કટરાથી શ્રીનગર સુધી જનાર વંદે ભારત ટ્રેનમાં 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો મફત મુસાફરી કરી શકશે. રેલવેના વરિષ્ઠ અધિકારીને ટાંકીને રિપોર્ટમાં આ માહિતીની પુષ્ટિ કરવામાં આવી છે. અધિકારીએ કહ્યું કે પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને મફતમાં મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે. જોકે તેમને સીટ જોઈતી હશે તો તેના માટે સંપૂર્ણ ભાડું લેવામાં આવશે.

આ પણ વાંચો – અમરનાથ યાત્રા 2025 માટે રજિસ્ટ્રેશન શરૂ, જાણો તમામ વિગત

કટરાથી શ્રીનગર વંદે ભારત ટ્રેન પેસેન્જર ક્ષમતા

તમને જણાવી દઈએ કે જમ્મુ-શ્રીનગર વંદે ભારત ટ્રેનમાં 1 એક્ઝિક્યુટિવ ક્લાસ અને 7 એસી ચેર કારના કોચ લગાવવામાં આવ્યા છે. કટરાથી શ્રીનગર જતી વંદે ભારત ટ્રેનમાં કુલ 530 મુસાફરોને લઇ જવાની ક્ષમતા છે.

પીએમ મોદીની શ્રીનગર મુલાકાત મોકૂફ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે 19 એપ્રિલે શ્રીનગર જશે નહીં. તેમનો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે. આ પહેલા આ દિવસે પીએમ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપવાના હતા. જણાવવામાં આવી રહ્યું છે કે ખરાબ હવામાનના કારણે પીએમનો આ કાર્યક્રમ થોડા સમય માટે સ્થગિત કરી દેવામાં આવ્યો છે. હવે કયા દિવસે પીએમ મોદી શ્રીનગર આવશે, વંદે ભારતને ક્યારે લીલી ઝંડી આપવામાં આવશે, તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ