Kedarnath Helicopter Emergency landing Video: ઉત્તરાખંડના કેદારનાથમાં હોલિકોપ્ટરમાં કોઈ ટેક્નિકલ ખામી સર્જાયા ઈમરજન્સી લેન્ડીંગ કરવી પડી હતી, ઘટનાને નજરે જોનારા લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા, અને લોકો દૂર ભાગવા લાગ્યા હતા.
હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી સર્જાયા બાદ સાત લોકોને લઈને હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું, જેમાં મોટાભાગે શ્રદ્ધાળુઓ હતા. આ હેલિકોપ્ટર શુક્રવારે વહેલી સવારે કેદારનાથ માટે સિરસી હેલિપેડથી ઉપડ્યું હતું.
આ ઘટનાનો એક કથિત વિડિયો સામે આવ્યો છે, જેમાં દેખાય છે કે, હેલિકોપ્ટર હેલિપેડથી થોડાક મીટર ઉપર વર્તુળોમાં ફરતું રહે છે, મંદિરની નજીક જ નીચે ટચ થાય છે, જેના કારણે જમીન પર લોકો ગભરાઈ જાય છે.
કેદારનાથ હેલિકોપ્ટર ઈમરજન્સી લેન્ડીંગ વીડિયો
જો કે, એક અધિકારીને ટાંકીને સમાચાર એજન્સી પીટીઆઈએ અહેવાલ આપ્યો છે કે, વિમાનમાં સવાર દરેક સુરક્ષિત છે.
પ્રારંભિક અહેવાલોના આધારે, રુદ્રપ્રયાગ જિલ્લા મેજિસ્ટ્રેટ સૌરભ ગહરવારે ઉમેર્યું હતું કે, હેલિકોપ્ટરની પાછળની મોટરમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી, જેના કારણે પાયલોટે ઈમરજન્સી લેન્ડિંગ કરવા જણાવ્યું હતું.
ગહરવારે ઉમેર્યું હતું કે, પાઇલોટ શાંત રહ્યો અને ઝડપી નિર્ણય લીધો, જેથી મોટી દુર્ઘટના ટળી. આ ઘટના સવારે 7 વાગ્યાની આસપાસ બની હતી અને વધુ તપાસ ચાલી રહી છે





