ખેસારી લાલ યાદવથી મૈથિલી ઠાકુર સુધી, બિહાર વિધાનસભા ચૂંટણી પરિણામમાં કોણ આગળ અને કોણ પાછળ?

Maithili Thakur News: બિહાર વિધાનસભા ચૂંટણી માટે મત ગણતરી શરૂ થઈ ગઈ છે. ભોજપુરી સુપરસ્ટાર ખેસારી લાલ યાદવ અને ગાયિકા મૈથિલી ઠાકુરનો ભાવિનો ફેંસલો આજે થશે.

Written by Rakesh Parmar
November 14, 2025 11:51 IST
ખેસારી લાલ યાદવથી મૈથિલી ઠાકુર સુધી, બિહાર વિધાનસભા ચૂંટણી પરિણામમાં કોણ આગળ અને કોણ પાછળ?
મૈથિલી ઠાકુર દરભંગા જિલ્લાની અલીનગર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહી છે.

2025 ની બિહાર વિધાનસભા ચૂંટણી માટે મત ગણતરી શરૂ થઈ ગઈ છે. ટૂંક સમયમાં ખબર પડશે કે કોણ જીત્યું અને કોણ હાર્યું. આ વખતે મનોરંજન જગતના ઘણા સ્ટાર્સ ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે, જેમાં ભોજપુરી સુપરસ્ટાર ખેસારી લાલ યાદવ સૌથી વધુ ચર્ચામાં છે. તેમની સાથે બોલીવુડ અભિનેત્રી નેહા શર્મા અને ગાયિકા મૈથિલી ઠાકુર પણ રાજકારણમાં ઉતર્યા છે.

ખેસારી લાલ યાદવ

ખેસારી લાલ યાદવ છપરાથી ચૂંટણી લડી રહ્યા છે. તેઓ રાષ્ટ્રીય જનતા દળ (RJD) ના ઉમેદવાર છે અને ભારતીય જનતા પાર્ટી (BJP) ની છોટી કુમારી સામે ટકરાઈ રહ્યા છે. ખેસારી લાલ યાદવે જીતવા માટે પોતાના તમામ પ્રયત્નો કર્યા છે. તેમણે જોરશોરથી પ્રચાર કર્યો અને તેમની રેલીઓમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા. જોકે એ જોવાનું બાકી છે કે તેમનું સ્ટારડમ તેમને જીત અપાવશે કે નહીં. હાલમાં ખેસારી છોટી કુમારીથી પાછળ છે.

મૈથિલી ઠાકુર

લોક ગાયિકા મૈથિલી ઠાકુરે પણ બિહાર વિધાનસભા ચૂંટણીમાં પોતાનું નસીબ અજમાવ્યું છે. મૈથિલી ઠાકુર દરભંગા જિલ્લાની અલીનગર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહી છે. પ્રખ્યાત લોક ગાયિકાની આ પહેલી ચૂંટણી છે. ભાજપ દ્વારા તેને ટિકિટ આપવામાં આવી છે અને તેનો સીધો મુકાબલો આરજેડી સાથે છે.

પવન સિંહે પણ પ્રચાર કર્યો

પવન સિંહે 2025ની બિહાર વિધાનસભા ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે તેઓ પાર્ટીના સાચા સૈનિક છે અને રહેશે, પરંતુ ચૂંટણી લડવાનો તેમનો કોઈ ઇરાદો નથી. પવન સિંહની પત્ની, જ્યોતિ સિંહ જે એક અપક્ષ ઉમેદવાર છે, કરકટ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહી છે અને શરૂઆતના વલણોમાં પાછળ છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ