Kolkata Doctor Rape Murder Case: ‘નબન્ના વિરોધ’માં હંગામા બાદ ભાજપનું ‘બંગાળ બંધ’નું એલાન, મૃતક તબીબના પિતાએ શું કહ્યું?

BJP West Bengal Bandh: કોલકાતામાં મંગળવારે 'નબન્ના પ્રોટેસ્ટ' દરમિયાન ભારે હોબાળો થયો હતો. આ દરમિયાન પશ્ચિમ બંગાળ પોલીસે વિદ્યાર્થીઓને રોકવા માટે લાઠીચાર્જ પણ કર્યો હતો.

Written by Ankit Patel
Updated : August 28, 2024 11:19 IST
Kolkata Doctor Rape Murder Case:  ‘નબન્ના વિરોધ’માં હંગામા બાદ ભાજપનું ‘બંગાળ બંધ’નું એલાન, મૃતક તબીબના પિતાએ શું કહ્યું?
Kolkata Doctor Rape Murder Case: કોલકાતા રેપ મર્ડર કેસ બંગાલ બંધ એલાન - Express photo

Kolkata Nabanna Protest, Bengal Bandh : પશ્ચિમ બંગાળમાં ડૉક્ટર રેપ અને હત્યા કેસને લઈને ભારે વિરોધ થઈ રહ્યો છે. કોલકાતામાં મંગળવારે ‘નબન્ના પ્રોટેસ્ટ’ દરમિયાન ભારે હોબાળો થયો હતો. આ દરમિયાન પશ્ચિમ બંગાળ પોલીસે વિદ્યાર્થીઓને રોકવા માટે લાઠીચાર્જ પણ કર્યો હતો. વિદ્યાર્થીઓના વિરોધ પર થયેલા લાઠીચાર્જ બાદ બંગાળ બીજેપી ચીફ સુકાંત મજુમદારે મોટી જાહેરાત કરી છે. તેમણે બુધવારે બંગાળમાં 12 કલાકના બંધનું એલાન આપ્યું છે. સુકાંત મજુમદારે એમ પણ કહ્યું કે તેઓ વિરોધીઓને મદદ કરશે.

જો કે, બંગાળ સરકારે તેની વિરુદ્ધ આદેશ પસાર કર્યો છે. બંગાળ સરકારનું કહેવું છે કે આવતીકાલે આવું કંઈ નહીં થાય. બંગાળ સરકારે પોતાના આદેશમાં સરકારી કર્મચારીઓને કહ્યું છે કે આવતીકાલે બધાએ ઓફિસ આવવું પડશે. હાજરી નહી આપવા પર કાર્યવાહી કરવામાં આવશે.

તે જ સમયે આરજી કાર મેડિકલ કોલેજમાં જેમની સાથે જઘન્ય અપરાધ આચરવામાં આવ્યો હતો તે મહિલા ડૉક્ટરના પિતાએ મંગળવારે સાંજે મીડિયા સાથે વાત કરતાં આંદોલનકારી વિદ્યાર્થીઓને પોતાનું સમર્થન જાહેર કર્યું હતું. તેણે કહ્યું, “હું મારી દીકરી માટે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે ઉભો છું. મને વિદ્યાર્થીઓ પર ગર્વ છે કે તેઓએ આટલું મોટું જોખમ લીધું અને મારી પુત્રી માટે રસ્તા પર આવી ગયા. તેઓએ તેમનો વિરોધ વધુ તીવ્ર બનાવવો જોઈએ અને ન્યાયની માંગણી કરતા રહેવું જોઈએ.

લોકો BJPના બંધને નિષ્ફળ કરશે – TMC

ટીએમસીએ કહ્યું છે કે આ પશ્ચિમ બંગાળમાં અરાજકતા લાવવાનું ષડયંત્ર છે. ટીએમસીના નેતા કુણાલ ઘોષે કહ્યું કે વિરોધીઓએ બેરિકેડ તોડી નાખ્યા અને પોલીસ પર પથ્થરમારો કર્યો. વિદ્યાર્થી સમાજના નામે એ લોકો કોણ હતા? તેમનું પહેલું કામ બેરિકેડ તોડવાનું હતું. આને કેવી રીતે મંજૂરી આપી શકાય? પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. તેમણે કહ્યું કે CPIMએ સંયમ બતાવ્યો પરંતુ ભાજપ સમર્થિત ગુંડાઓએ આ બધું કર્યું અને પશ્ચિમ બંગાળમાં અરાજકતા લાવવાનો પ્રયાસ કર્યો.

કુણાલ ઘોષે વધુમાં કહ્યું કે, તેમણે કાલે બંધનું એલાન આપ્યું છે પરંતુ આવતીકાલે બંધ નહીં હોય. લોકો તેમના બંધને નિષ્ફળ કરશે. આ ભાજપનું ષડયંત્ર છે. આ દિલ્હીથી રચાયેલું કાવતરું છે. ભાજપ આ મામલે અરાજકતા ફેલાવવા માંગે છે. તેમણે કહ્યું, “હું લોકોને આવતીકાલે (બુધવારે) સામાન્ય જીવન જાળવવાની અપીલ કરું છું. હું મારા પક્ષના કાર્યકરોને વિનંતી કરું છું કે તેઓ કોઈપણ પ્રકારની ઉશ્કેરણીનો શિકાર ન બને.”

અગાઉ પશ્ચિમ બંગાળ બીજેપીના પ્રદેશ અધ્યક્ષ સુકાંત મજુમદાર, જેઓ લાલ બાગમાં કોલકાતા પોલીસ હેડક્વાર્ટરમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કર્યા પછી તેમની મુક્તિની માંગ સાથે ધરણા પર બેઠા હતા, તેમણે કહ્યું, “અમને સામાન્ય હડતાળ બોલાવવાની ફરજ પડી છે કારણ કે આ નિરંકુશ શાસન લોકોના અવાજને અવગણી રહ્યું છે, જેઓ મૃત ડૉક્ટર બહેન માટે ન્યાયની માંગ કરી રહ્યા છે. “ન્યાયને બદલે, મમતા બેનર્જીની પોલીસ રાજ્યના શાંતિપ્રેમી લોકો સાથે ક્રૂર વર્તન કરી રહી છે, જેઓ માત્ર મહિલાઓ માટે સલામત વાતાવરણ ઇચ્છે છે.”

કોલકાતા બળાત્કાર અને હત્યા કેસ સાથે જોડાયેલી મોટી બાબતો

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે પશ્ચિમ બંગાળમાં બળાત્કારીઓ અને ગુનેગારોને મદદ કરવાને મહત્વ આપવામાં આવે છે. “કોલકાતાની પોલીસ ક્રૂરતાની છબીઓ લોકશાહી સિદ્ધાંતોને મહત્વ આપનારા દરેકને ગુસ્સે કરે છે,” તેણે X પર પોસ્ટ કર્યું. પશ્ચિમ બંગાળમાં બળાત્કારીઓ અને ગુનેગારોને મદદ કરવી એ દીદી માટે સન્માનની વાત છે, પરંતુ મહિલાઓની સુરક્ષા માટે બોલવું એ ગુનો છે.

આ પણ વાંચોઃ- પીએમ મોદીની રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે ફોન પર વાતચીત, જાણો શું થઇ ચર્ચા

બીજેપી સુભેન્દુ અધિકારીએ આરોપ લગાવ્યો છે કે પશ્ચિમ બંગાળ પોલીસે કોલકાતા અને હાવડામાં શાંતિપૂર્ણ રીતે ‘નબન્ના વિરોધ’માં ભાગ લઈ રહેલા વિદ્યાર્થીઓ સામે ‘ક્રૂર કાર્યવાહી’ કરી છે. તેમણે કહ્યું કે જો સરકાર બર્બરતા બંધ નહીં કરે તો પશ્ચિમ બંગાળને સ્થગિત કરી દેવામાં આવશે.

બંગાળમાં કોંગ્રેસ પાર્ટીના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું, “હું સમજી શકતો નથી કે વિરોધને રોકવા માટે આટલી બધી વ્યવસ્થા કેમ કરવામાં આવી છે. ઘણી જગ્યાએ પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા. વિપક્ષ અને શાસક પક્ષે સાથે બેસીને નિર્ણય લેવો જોઈએ કે વિરોધ શાંતિપૂર્ણ રીતે થવો જોઈએ.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ