કોલકાતા બળાત્કાર કેસ: સીબીઆઈ આરોપીનો પોલીગ્રાફ ટેસ્ટ કરાવશે, કોર્ટે આપી મંજૂરી

Kolkata Rape Case: સીબીઆઈને મુખ્ય આરોપી સંજય રોયનું નિવેદન એકદમ વિરોધાભાસી લાગે છે. સંજય રોયની અત્યાર સુધીની પૂછપરછમાં સીબીઆઇ એવું માની રહી છે કે તે કંઇક છુપાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ જ કારણ છે કે હવે તેનો પોલીગ્રાફ ટેસ્ટ કરાવવામાં આવશે

Written by Ashish Goyal
August 19, 2024 18:22 IST
કોલકાતા બળાત્કાર કેસ: સીબીઆઈ આરોપીનો પોલીગ્રાફ ટેસ્ટ કરાવશે, કોર્ટે આપી મંજૂરી
કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ રેપ-મર્ડર કેસ બાદ વિરોધ પ્રદર્શનો થઇ રહ્યા છે (Express photo by Partha Paul)

Kolkata Rape Case: કોલકાતાની એક કોર્ટે સીબીઆઈને આરજી કર મેડિકલ કોલેજ રેપ-મર્ડર કેસના આરોપી સંજય રાયનો પોલીગ્રાફ ટેસ્ટ કરાવવાની મંજૂરી આપી દીધી છે. સૂત્રો દ્વારા આ માહિતી આપવામાં આવી છે. આ પહેલા સીબીઆઇએ દેશને હચમચાવી દેનાર રેપ-મર્ડર કેસના આરોપીનો પોલીગ્રાફ ટેસ્ટ કરાવવા માટે કોર્ટ પાસે મંજૂરી માંગી હતી. માનવામાં આવી રહ્યું છે કે આરોપીના પોલીગ્રાફ ટેસ્ટમાં આ કેસના ઘણા રહસ્યો સામે આવશે.

સીબીઆઈને મુખ્ય આરોપી સંજય રોયનું નિવેદન એકદમ વિરોધાભાસી લાગે છે. સંજય રોયની અત્યાર સુધીની પૂછપરછમાં સીબીઆઇ એવું માની રહી છે કે તે કંઇક છુપાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ જ કારણ છે કે હવે તેનો પોલીગ્રાફ ટેસ્ટ કરાવવામાં આવશે. આ ટેસ્ટ કોર્ટ અને આરોપીની મરજીથી જ કરી શકાય છે. આ ટેસ્ટને લાઇટ ડિટેક્ટર ટેસ્ટ પણ કહેવામાં આવે છે.

આરોપીનો સાઇકોલોજિકલ ટેસ્ટ પણ થયો

કલકત્તા હાઈકોર્ટે આ કેસમાં સરકાર અને કોલકાતા પોલીસની બેદરકારી પર નારાજગી વ્યક્ત કરી હતી. આ કેસ પોલીસ પાસેથી સીબીઆઈને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. આ દરમિયાન સીબીઆઈએ આરોપી સંજય રોયનો સાઇકોલોજિકલ ટેસ્ટ પણ કરાવ્યો છે. આરોપીની માનસિક સ્થિતિ ચકાસવા માટે આ ટેસ્ટ કરવામાં આવે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સીબીઆઈના પાંચ ડોક્ટરોની ટીમ ગઈ કાલે કોલકાતા પહોંચી હતી અને ટેસ્ટ કરાવ્યો હતો.

આ પણ વાંચો – શું કોલકાતા કેસમાં ‘મોટી માછલી’ ને બચાવવામાં આવી રહી છે? લેડી ડોક્ટરના પિતાએ કર્યો મોટો ખુલાસો

મીડિયા રિપોર્ટ્સ અનુસાર જ્યારે પોલીસે આરોપી સંજય રોયની પૂછપરછ કરી તો તેણે પોતાનો ગુનો કબૂલી લીધો હતો. તેને આ ઘટનાનો કોઈ અફસોસ નથી. એટલું જ નહીં તેણે એમ પણ કહ્યું હતું કે તમારી ઈચ્છા હોય તો મને ફાંસીએ લટકાવી દો. તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે આરોપીના ફોનમાં ઘણી બધી અશ્લીલ સામગ્રી હતી.

આરોપી સંજય રોય હોસ્પિટલમાં લાગેલા સીસીટીવીમાં દેખાયો હતો

ટ્રેઇની ડોક્ટર હત્યા કેસના આરોપી સંજય રોય ઘટનાના દિવસે સવારે 4 વાગ્યે હોસ્પિટલ પરિસરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં બિલ્ડિંગમાં પ્રવેશ કરતા જોવા મળ્યા હતા. આ પછી તેની ધરપકડ કરવામાં આવી હતી. આ બિલ્ડિંગમાંથી ટ્રેઇની ડોક્ટરનો મૃતદેહ પણ મળી આવ્યો હતો. એટલું જ નહીં પોલીસને પણ મહત્વની કડી મળી હતી, તે પીડિતાના મૃતદેહ પાસે પડેલો બ્લૂટૂથ હેડસેટ હતો.

સીસીટીવી કેમેરામાં જોવા મળે છે કે બિલ્ડિંગમાં પ્રવેશ કરતી વખતે સંજય રોયના ગળામાં હેડસેટ હતો. જ્યારે તે બિલ્ડિંગની બહાર નીકળ્યો ત્યારે હેડસેટ ગાયબ થઈ ગયો હતો. સંજય રોય કોલકાતા પોલીસ સાથે વોલિન્ટયરનું કામ કરતો હતો.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ