scorecardresearch

લેપટોપની ધીમી સ્પીડથી પરેશાન છો? આ ટિપ્સની મદદથી સ્પીડ અને પર્ફોર્મન્સ વધારો

Laptop speed boost tips and tick : હાલ ઘણા લોકો લેપટોપની સ્પીડ (Laptop speed) ધીમી થવાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. અહીંયા જણાવેલી ટિપ્સને ફોલો કરીને તમારી લેપટોપની સ્પીડ અને પર્ફોર્મન્સ વધારી શકો છો.

લેપટોપની ધીમી સ્પીડથી પરેશાન છો? આ ટિપ્સની મદદથી સ્પીડ અને પર્ફોર્મન્સ વધારો

આજના આધુનિક જીવનમાં મોબાઇલ અને લેપટોપ આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયા છે. લેપટોપનો ઉપયોગ બધી જ જગ્યાએ થાય છે એ વાત ઓફિસના કામની હોય કે પછી અભ્યાસની અથવા કોઈ એન્ટરટેનમેન્ટ માટેની. કેટલીક વખત લેપટોપની સ્પીડ બહું જ ધીમી પડી જાય છે. લેપટોપ સ્લો થવાથી આપણા ઘણાબધા કામ અટકી જાય છે અને મુશ્કેલી ઉભી કરે છે આ ઉપરાંત દરેક માટે નવું લેપટોપ ખરીદવું શક્ય પણ હોતું નથી. જો તમે તમારા લેપટોપનું પર્ફોર્મન્સ અપગ્રેડ કરવા ઈચ્છો? લેપટોપની સ્પીડ વધારવા માંગો છો? અહીંયા જણાવેલી આ 5 ટિપ્સ તમને બહુ જ ઉપયોગ થશે…

તમારા લેપટોપની સ્પીડ વધારવા માટેની 5 ટિપ્સ :

બિનજરૂરી સોફ્ટવેર અનઇન્સ્ટોલ કરો

વિન્ડોઝ એકે વર્સેટાઈલ ઓપરેટિંગ સિસ્ટમ છે અને યુઝર્સ ઘણી વખત મોટી સંખ્યામાં સોફ્ટવેર ડાઉનલોડ કરે છે અને જેની તેને જરૂર પણ હોતી નથી. આવા સોફ્ટવેરથી આપણા લેપટોપની સ્ટોરેજ કેપેસિટી ફૂલ થઇ જાય છે. આથી આવા બિનજરૂરી સોફ્ટવેરને ડિલીટ કરવાથી તમારી લેપટોપનું લોડ ઘટશે અને સ્પીડ વધશે.

આવા બિનજરૂરી સોફ્ટવેરને અનઇનસ્ટોલ કરવા અને સ્પેસને ખાલી કરવ માટે આ પગલાંઓ અનુસરોઃ-

બિનજરૂરી ફાઈલ ડિલિટ કરો (Delete unnecessary files)

સૌથી પહેલા ‘control penal’ માં જાઓ
હવે ‘ uninstall a program’ ઓપ્શન પર ક્લીક કરો
હવે લિસ્ટમાંથી તે પ્રોગ્રામને સિલેક્ટ કરો, જેને તમે અનઇન્સ્ટોલ કરવા ઈચ્છો છો અને પછી uninstall પર ટેપ કરો.
ત્યારબાદ તમારા લેપટોપમાંથી આ સોફ્ટવેર ઓટોમેટિક ડિલિટ થઇ જશે.

Limit startup programs (સ્ટાર્ટઅપ પ્રોગ્રામને સીમિત કરો)

સ્ટાર્ટઅપ પ્રોગ્રામ્સ કમ્પ્યુટરના રિસોર્સનો ઘણો વપરાશ કરે છે. જો વિન્ડોઝની સાથે અન્ય પ્રોગ્રામ્સ પણ કોમ્પ્યુટરના રિસોર્સનો ઉપયોગ કરતા હોય, તો ડિવાઇસની સ્પીડ ઘણી ધીમી થઈ જાય છે. સ્ટાર્ટઅપ પ્રોગ્રામ્સની સંખ્યા ઘટાડવા માટે, નીચે આપેલી ટિપ્સને ફોલો-ઓન કરો…

દર અઠવાડિયે બિનજરૂરી ફાઇલો અને ફોલ્ડર્સને ડિલીટ કરવાની આદત પાડો અને પછી રિસાઇકલ બિન ખાલી કરતા રહેવું.

સ્પાઈવેર અને વાયરસ ચેક કરતા રહેવું (Check for spyware and viruses)

લેપટોપમાં નિયમિત રીતે સ્પાઈવેર અને વાયરસ છે કે નહીં તે ચેક કરતા રહેવું. આ સ્પાઈવેર અને વાયરસ તમને લેપટોપની સ્પીડ ધીમી કરી નાંખે છે.
ઘણી વખત ઈન્ટરનેટ બ્રાઉઝિંગ દરમિયાન સિસ્ટમ વાયરસના કોન્ટેક્ટમાં આવી શકે છે. અને તમારા લેપટોપને સુરક્ષિત રાખવા માટે સમયાંતરે એન્ટી વાયરસ સોફ્ટવેર અથવા વિન્ડોઝ ડિફેન્ડર (Windows Defender) પર સ્કેનિંગ કરતા રહેવું.

ડિસ્ક ક્લીનઅપ કરતા રહેવું (Run a disk cleanup)

આ પછી તમે જે ફાઈલને ડિલિટ કરવા માંગો છો, તે ફાઈલને સિલેક્ટ કરો અને પછી OK પર ક્લિક કરો. ત્યારબાદ clean up system files પર ક્લિક કરો અને જે પણ ફાઈલને ડિલિટ કરવી છે તે સિસ્ટમ ફાઈલને સિલેક્ટ કરો.

જો તમે મેન્યુઅલી આવું કરવા ઈચ્છો છો તો તમે મદદ માટે સોફ્ટવેરને ખરીદી પણ શકો છો.

તમારા લેપટોપને અપડેટ રાખો (Update your laptop)

જો તમે તમારા લેપટોપને લાંબા સમય સુધી અપડેટ નથી કર્યું તો તમારી સિસ્ટમ ધીમી પડી શકે છે. જો તમે તમારા લેપટોપની સ્પીડ વધારવા ઈચ્છો છો તો તેને સમયાંતરે અપડેટ કરતા રહેવું જોઇએ.

Web Title: Laptop tips to boost your laptop speed and fix problem laptop tips

Best of Express