Lawrence Bishnoi Gang: મુંબઈમાં એનસીપી નેતા બાબા સિદ્દીકીની હત્યા પાછળ કથિત રીતે લોરેન્સ બિશ્નોઈ ગેંગનો હાથ જોવાનું જણાવાઈ રહ્યુ છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગ ગત ઘણા સમયથી દેશભરમાં સંગીન ગુનાઓને અંજામ આપી રહી છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગ હવે દાઉદ ઈબ્રાહીમની રાહ પર છે. એનઆઈએ ગેંગસ્ટર લોરન્સ બિશ્નોઈ અને તેની ગેંગ વિરૂદ્ધ સતત કાર્યવાહી કરી રહ્યું છે. એનઆઇએ એ ટેરર કેસમાં આરોપ પત્ર દાખલ કર્યો છે. જેમાં એનઆઈએ તરફથી ઘણા ખુલાસાઓ કરવામાં આવ્યા છે.
રાષ્ટ્રીય તપાસ એજન્સીએ ચાર્જશીટમાં કહ્યું છે કે, લોરેન્સ બિશ્નોઈ અને તેનું આતંકી સિન્ડિકેટ ખુબ જ ઝડપથી વધી રહ્યું છે. દાઉદ ઈબ્રાહીમે 90ના દાયકામાં નાના-મોટા ક્રાઈમથી જ પોતાના નેટવર્કને ઉપર સુધી પહોંચાડ્યુ હતું. તે ઘણા પ્રકારના મામલાઓમાં સામેલ હતો. જેમાં ડ્રગ્સની હેરાફેરી, ટાર્ગેટ કિલિંગ, બળજબરીથી પૈસાની વસૂલી જેવા રેકેટ સામેલ હતા. બાદમાં તેણે ડી-કંપનીને ઉભી કરી. ત્યાં જ દાઉદ ઈબ્રાહીમ અને ડી કંપનીની માફક લોરેન્સ બિશ્નોઈ ગેંગે પોતાની શરૂઆત નાના-મોટા કામથી કરી. પછી તેણે પોતાની ગેંગને ઉભી કરી દીધી અને હવે બિશ્નોઈ ગેંગે ઉત્તર ભારત પર કબ્જો કરી લીધો છે.
આ પણ વાંચો: Baba Siddique જ નહીં આ સેલેબ્સની પણ થઈ ગોળી મારીને હત્યા, ગુલશન કુમારને તો 16 ગોળીઓ મારી હતી
રાષ્ટ્રીય તપાસ એજન્સીએ પોતાની ચાર્જશીટમાં કહ્યું છે કે, આ ગેંગમાં 100-200 નહીં પરંતુ 700 શૂટર્સ છે. જેમાંથી 300 તો માત્ર પંજાબમાં જ છે. પોતાની ગેંગના પ્રચાર કરવા માટે તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને ફેસબુકની મદદ લીધી છે. હવે વર્ષ 2020-2021ની વાત કરવામાં આવે તો આ ગેંગે રંગદારીના નામે ઘણા રૂપિયાની કમાણી કરી લીધી છે અને આ પૈસા હવાલાના માધ્યમથી વિદેશમાં પહોંચડવામાં આવ્યા છે.
બિશ્નોઈ ગેંગનું નેટવર્ક ઘણા રાજ્યોમાં ફેલાયેલું
બિશ્નોઈ ગેંગનું સામ્રાજ્ય પહેલા માત્ર પંજાબ સુધી જ સિમિત હતું પરંતુ ધીરે-ધીરે તેમણે તેને વિસ્તારવાનું શરૂ કરી દીધુ. તેણે પોતાના ચાલાક દિમાગથી પોતાની નજીકના ગોલ્ડી બરાડ સાથે હાથ મીલાવી લીધો અને એક મોટી ગેંગ ઉભી કરી દીધી. હવે બિશ્નોઈ ગેંગ માત્ર પંજાબ જ નહીં પરંતુ ઉત્તર પ્રદેશ, હરિયાણા, મહારાષ્ટ્ર, દિલ્હી, રાજસ્થાન અને ઝારખંડ સુધી ફેલાવી દીધુ છે. તેની પકડ વિદેશ સુધી પણ પહોંચી ગઈ છે. તે રશિયા, અમેરિકા, પુર્તગાલ, યૂએઇ અને અજરબૈજાન સુધી ફેલાયેલ છે.
આ ગેંગ કોણ ઓપરેટ કરે છે
હવે ગેંગને ઓપરેટ કરવાની વાત કરીએ તો રિપોર્ટ અનુસાર, ગોલ્ડી બરાડ કેનેડા, પંજાબ અને દિલ્હીમાં ગેંગ ઓપરેટ કરે છે. રોહિત ગોદારા રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને અમેરિકામાં ગેંગની કમાન સંભાળે છે. અનમોલ બિશ્નોઈ પુર્તગાલ, અમેરિકા, દિલ્હી એનસીઆર, મહારાષ્ટ્ર, બિહાર અને પશ્ચિમ બંગાળનો પ્રભારી છે. ત્યાં જ કાલા જઠેડી હરિયાણા અને ઉત્તરાખંડમાં ગેંગને ઓપરેટ કરે છે. આમ કહીએ તો આખી ગેંગ સાબરમતી જેલમાં લોરેન્સ બિશ્નોઈને રિપોર્ટ કરે છે. આ ગેંગમાં યુવાનોને બીજા દેશમાં નોકરીની લાલચ આપીને ભરતી કરાવવામાં આવે છે.





