Congress candidates : લોકસભા ચૂંટણી 2024 માટે કોંગ્રેસે પોતાના ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી છે. પહેલી યાદીમાં પાર્ટીએ કુલ 39 ઉમેદવારોની જાહેરાત કરી છે, જેમાં રાહુલ ગાંધીની સીટ પણ જાહેર કરી દેવામાં આવી છે. કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી ફરી એકવાર કેરળની વાયનાડ બેઠક પરથી ચૂંટણી લડશે. હવે મોટી વાત એ છે કે કોંગ્રેસે જાહેર કરેલી પહેલી યાદીમાં 39માંથી 28 બેઠકો દક્ષિણ ભારતની છે. દેશની સૌથી જૂની પાર્ટી કઈ પ્રાથમિકતાઓ આગળ વધવા જઈ રહી છે તે કહેવા માટે આ પૂરતું છે.
શશિ થરૂર તિરુવનંતપુરમથી ચૂંટણી લડશે
કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ કેસી વેણુગોપાલને તેમના રાજ્યની કેરળની અલપ્પુઝા સીટ પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. વર્તમાન સાંસદ શશિ થરૂર સતત ચોથી વખત કેરળના તિરુવનંતપુરમથી ચૂંટણી લડશે. ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી 2009થી તિરુવનંતપુરમ બેઠક પરથી જીતી રહ્યા છે.
પાર્ટીએ છત્તીસગઢના પૂર્વ સીએમ ભૂપેશ બઘેલને રાજનાંદગાંવ સીટથી અને પૂર્વ મંત્રી તામરધ્વાજ સાહુને મહાસમુંદથી મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે જ્યોત્સના મહંત કોરબાથી ચૂંટણી લડશે.
આ પણ વાંચો – ભાજપ અને ચંદ્રબાબુ નાયડુ ફરી શા માટે એક સાથે આવવા માંગે છે? બંનેને છે આવા ફાયદાની છે આશા
કોંગ્રેસે કેરળમાં 16 ઉમેદવારો જાહેર કર્યા
કોંગ્રેસે કેરળમાં 16 ઉમેદવારો જાહેર કર્યા છે કર્ણાટકમાં 7, છત્તીસગઢમાં 6, તેલંગાણામાં 4, મેઘાલયમાં 2, નાગાલેન્ડ, સિક્કિમ અને ત્રિપુરામાં 1-1 અને લક્ષદ્વીપમાં 1 ઉમેદવારની જાહેરાત કરી છે. હવે સમજવા જેવી વાત એ છે કે પાર્ટીએ પોતાની યાદીમાં સૌથી વધુ ફોકસ કેરળને આપ્યું છે, જ્યાંથી રાહુલ ગાંધી પણ ચૂંટણી લડવાના છે.
કોંગ્રેસે જાહેર કરેલી ઉમેદવારોની યાદી સૌથી વધુ કેરળમાંથી ઉમેદવારો જાહેર થયા છે. આ તે રાજ્ય છે જ્યાંથી કોંગ્રેસને ઘણી આશાઓ છે, આ કારણે તેણે 20માંથી 16 ઉમેદવારો જાહેર કર્યા છે. અહીં પણ રાહુલ ગાંધીને ફરી વાયનાડથી ચૂંટણી લડાવીને આ જ સંદેશ આપવામાં આવ્યો છે. કોંગ્રેસના કેટલાક નેતાઓએ પોતે સ્વીકાર્યું છે કે દક્ષિણમાં ભાજપની વિચારધારાનો સ્વીકાર કરવામાં આવી રહ્યો નથી, જ્યારે ઉત્તરમાં પક્ષને પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે.





