Exit Poll Analysis: લોકસભા ચૂંટણી 2024ને લઈને એક્ઝિટ પોલના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. મોટાભાગના એક્ઝિટ પોલમાં ફરી એકવાર મોદી સરકારની ભવિષ્યવાણી કરવામાં આવી છે. જીત તો મળી જ રહી છે, પરંતુ જંગી બહુમતીની આગાહી કરવામાં આવી છે. આ વખતે પીએમ મોદીનો 400ને પાર કરવાનો ટાર્ગેટ પણ સાચો સાબિત થયો હોય તેમ લાગી રહ્યું છે. હવે જ્યારે એક્ઝિટ પોલના આંકડા સામે આવ્યા છે તો તેનું વિશ્લેષણ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ વિશ્લેષણનો એક આધાર અમિત શાહનું ભાજપ માટેનું મિશન 120 છે.
મિશન 120 શું હતું?
2017માં અમિત શાહે 2019ની લોકસભા ચૂંટણી માટે રણનીતિ તૈયાર કરી હતી. આ જ રણનીતિ હેઠળ પાર્ટીએ આવી કુલ 120 સીટો ટાર્ગેટ કરી હતી જ્યાં તે હારી ગઈ હતી, પરંતુ જીતની આશા પણ દેખાઇ હતી. આ કારણે અમિત શાહે ત્યાર બાદ એવી યોજના તૈયાર કરી હતી કે કેન્દ્રીય મંત્રીઓ આવી તમામ બેઠકોની સતત મુલાકાત લેશે, કાર્યકરો સાથે સંવાદ કરશે અને સરકારની યોજનાઓને જમીની સ્તર પર અમલમાં મૂકવાનો પ્રયાસ કરશે. આ 120 બેઠકોમાં દક્ષિણ ભારતની બેઠકોનો સમાવેશ થાય છે અને પૂર્વોત્તરને પણ ટાર્ગેટ કરવામાં આવ્યું હતું.
પરંતુ 2019ની ચૂંટણીમાં ભાજપે પોતાના આંકડા વધાર્યા, પરંતુ આ 120 સીટો પર તેની સ્થિતિમાં ખાસ સુધારો ન થયો, દક્ષિણમાં વિસ્તાર કરવાનું તેનું સપનું અધૂરું રહ્યું અને પૂર્વોત્તરમાં તે ક્ષેત્રીય પાર્ટીઓની મદદથી આગળ વધતું રહ્યું. પરંતુ હવે પાંચ વર્ષ બાદ આ જ મિશન 120ની રણનીતિ જમીન પર પોતાની અસર બતાવી રહી છે. એક્ઝિટ પોલ ચોક્કસપણે આ તરફ ઇશારો કરી રહ્યા હોય તેવું લાગે છે.
2019 માં દક્ષિણ-ઉત્તરપૂર્વમાં ભાજપે કેટલી બેઠકો જીતી હતી?
સમજવા જેવી વાત એ છે કે જો દક્ષિણ ભારત અને પૂર્વોત્તરની બેઠકોને ભેગી કરવામાં આવે તો કુલ 218 બેઠકો બેસે છે. ગત લોકસભાની ચૂંટણીમાં ભાજપ અને તેના સાથી પક્ષોએ આ 218માંથી 73 બેઠકો જીતી હતી. એ ચૂંટણીમાં એક તરફ પૂર્વોત્તરમાં પ્રાદેશિક પક્ષોનો દબદબો હતો અને દક્ષિણ ભારતમાં કેરળ, તામિલનાડુ અને આંધ્રપ્રદેશમાં પક્ષનું ખાતું પણ ખુલ્યું ન હતું. આ કારણે ચૂંટણીનાં પરિણામો બાદ એવું નક્કી થયું કે જ્યાં ભાજપે થોડી ટક્કર આપી છે ત્યાં એ બેઠકો પર ફરી જોર લગાવવામાં આવશે અને એ બેઠકો પર હારેલી બાજીને પલટવાની તૈયારી કરવામાં આવશે.
શું કહે છે એક્ઝિટ પોલના આંકડા?
હવે એક્ઝીટ પોલના આંકડા આવી ગયા છે કે દક્ષિણમાં ભાજપે જોરદાર દસ્ક્ત આપી છે. જે પાર્ટી પહેલા તમિલનાડુમાં ખાતુ પણ ખોલાવી શકી ન હતી તે આ વખતે તે 4 સીટો સુધી જીતી શકે છે. આવી જ રીતે કેરળમાં જ્યાં પાર્ટી છેલ્લા ઘણા વર્ષોથી મહેનત કરી રહી છે ત્યાં હવે તે 3 થી 4 સીટો પર લડવાની સ્થિતિમાં છે અને ત્યાં પણ જીતી શકે છે. આંધ્રપ્રદેશમાં આ વખતે ટીડીપી સાથેના ગઠબંધને ભાજપ માટે મોટી રાહત આપી છે. એક્ઝિટ પોલ્સ બતાવી રહ્યા છે કે એનડીએ આ રાજ્યમાં ક્લીન સ્વીપ કરી શકે છે, તેનો આંકડો 25માંથી 21-22 બેઠકો સુધી પહોંચી શકે છે. તેલંગાણામાં પણ આ વખતે 17 બેઠકોમાંથી ભાજપ અને સાથી પક્ષોને 10થી 11 બેઠકો મળી શકે છે.
આ પણ વાંચો – એક્ઝિટ પોલ પર રાહુલ ગાંધીની પ્રથમ પ્રતિક્રિયા, સિદ્ધુ મુસેવાલાના ગીતનો ઉલ્લેખ કરી જણાવી સીટો
બે રાજ્યોએ ભાજપનો ખેલ બદલ્યો
જો ઓડિશા જઈએ તો ગત વખતે ત્યાં ભાજપનો આંકડો ઘટીને માત્ર 7 સીટો પર આવી ગયો હતો. પરંતુ આ વખતે તે 21 બેઠકોમાંથી 20 બેઠકો જીતી શકે છે. એટલે કે નવીન પટનાયકના ગઢમાં આ વખતે બીજેપી જબરજસ્ત તાકાત બતાવી છે. પશ્ચિમ બંગાળમાં ગત ચૂંટણીમાં ભાજપે 18 બેઠકો જીતી હતી, પરંતુ મમતા હજુ આગળ હતી. પરંતુ આ વખતે એક્ઝિટ પોલમાં આ રાજ્યમાં પણ જબરદસ્ત બદલાવની લહેર જોવા મળી રહી છે. એક્સિસના આંકડા કહે છે કે ભાજપ 26 થી 31 બેઠકો જીતી શકે છે, જ્યારે ટીએમસીનો આંકડો માત્ર 11 થી 15 બેઠકો પર સમેટાઈ શકે છે. પૂર્વોત્તર રાજ્યોમાં ભાજપને 25 સીટોમાંથી 16થી 21 સીટો પર જીત મળવાની સંભાવના છે.
ભાજપને નુકસાનનો અંદાજ ક્યાં છે?
આ આંકડો એટલા માટે મહત્વનો છે કારણ કે ભાજપને આ વખતે દરેક રાજ્યમાં ફાયદો થતો દેખાઈ રહ્યો છે જ્યાં ગત વખતે તેને હારનો સામનો કરવો પડ્યો હતો. મોટી વાત એ છે કે ભાજપ પોતે જ જાણતો હતો કે તેને આ વખતે બિહાર, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, હરિયાણા જેવા રાજ્યોમાં થોડું નુકસાન સહન કરવું પડી શકે છે. આવા સમીકરણો જમીન પર રચાયા હતા કે પાર્ટી કેટલીક બેઠકો ગુમાવવાના આરે દેખાતી હતી. ત્યારથી આ બેઠકો છોડીને તે રાજ્યો પર ધ્યાન કેન્દ્રિત કરવા પર એક અલગ વ્યૂહરચના કેન્દ્રિત કરવામાં આવી હતી જ્યાંથી વિજય મેળવી શકાય છે.
આ જ વ્યૂહરચનામાં દક્ષિણ ભારત, પૂર્વોત્તરને રાખવામાં આવ્યું હતું અને બંગાળ-ઓડિશા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. હવે તે રણનીતિ એક્ઝિટ પોલમાં ફળીભૂત થતી દેખાઈ રહી છે, જે 120 સીટો પર એનડીએને 2019ની ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો, આ વખતે તે સીટો પર રમત બદલાઈ શકે છે.
પીએમ મોદીનું ખાસ ફોકસ, અમિત શાહની મહેનત
શરૂઆતથી જ ભાજપે આ વખતે દક્ષિણ ભારત પર પોતાનું વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. એકલા તમિલનાડુમાં આ વર્ષે જાન્યુઆરીથી 30 મે વચ્ચે પીએમે ત્યાં 9 રેલીઓને સંબોધિત કરી હતી, તેવી જ રીતે બંગાળમાં પણ મોદીએ 42 સીટો માટે 23 જનસભાઓ કરી હતી. આ તે કહેવા માટે પૂરતું છે કે ભાજપે આ રાજ્યો પર કેટલું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. એ ફોકસના કારણે પાર્ટીએ પોતાનો વિસ્તાર કર્યો છે, પોતાને ફર્શથી અર્શ પર લઈ જવાનું કામ કર્યું છે. હવે જો એક્ઝિટ પોલ સાચા સાબિત થાય તો અમિત શાહનું ‘મિશન 120’ ખરા અર્થમાં ભાજપ માટે સૌથી મજબૂત કડી સાબિત થવા જઈ રહ્યું છે.