Lok Sabha Election 2023 Opinion Poll Results: લોકસભા ચૂંટણી 2024 સંબંધિત દેશમાં જાહેર થઇ રહેલા ઓપિનિયન પોલમાં ભાજપ સત્તા બનાવતી દેખાઇ રહી છે. હાલમાં કરાયેલા એક લેટેસ્ટ ઓપિનિયન પોલમાં મોદીના નેતૃત્વમાં એનડીએ ગઠબંધન 399 બેઠકો પર જીત મેળવી શકે છે. જ્યારે કોંગ્રેસ અને વિપક્ષી દળોની હાલત નબળી દેખાઇ રહી છે.
લોકસભા ચૂંટણી 2024 પરિણામ અંગે ઇન્ડિયા ટીવી સીએનએક્સ દ્વારા માર્ચ માસમાં એક ઓપિનિયન પોલ સર્વે કરાયો હતો. દેશની 543 બેઠકો પર 91,100 પુરુષ અને 88,090 મહિલાઓ મળી કુલ 1,79,190 લોકોનો સર્વે કરાયો હતો. આ સર્વેના આધારે જાહેર કરાયેલા ઓપિનિયન પોલ મુજબ લોકસભાની 543 બેઠકો પર ચૂંટણી થાય તો દેશમાં ફરી એકવાર મોદી સરકાર બની શકે છે.
લોકસભા ચૂંટણી અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ દ્વારા 400 થી વધુ બેઠકો પર જીત મેળવવાના દાવા કરવામાં આવી રહ્યા છે. જે આ ઓપિનિયન પોલના પરિણામ સાથે મળતા દેખાઇ રહ્યા છે. ઓપિનિયન પોલ મુજબ નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળા રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (એનડીએ) 399 બેઠક પર જીત મેળવી શકે છે. જ્યારે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) 342 બેઠકો પર જીતી શકે છે.
ગુજરાત સહિત આ રાજ્યમાં ક્લિન સ્વીપ
ઓપિનિયન પોલના અનુમાન મુજબ લોકસભા ચૂંટણી 2024 પરિણામમાં ગુજરાત સહિત છ રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ક્લીન સ્વીપ કરી શકે છે. આ રાજ્યોમાં ભાજપ તમામ બેઠકો પર જીત મેળવી શક છે. ગુજરાતની તમામે તમામ 26 બેઠક, મધ્ય પ્રદેશની 29, હરિયાણાની 10, દિલ્હીની તમામ 7 ઉત્તરાખંડની તમામ 5 અને હિમાચલ પ્રદેશની ચારેય બેઠકો પર ભાજપ જીત મેળવી શકે છે.
| રાજ્ય અને યુટી | કુલ બેઠક | ભાજપ | કોંગ્રેસ | અન્ય |
| આંધ્ર પ્રદેશ | 25 | 3 | 0 | 22 |
| અરુણાચલ પ્રદેશ | 2 | 2 | 0 | 0 |
| આસામ | 14 | 11 | 0 | 3 |
| બિહાર | 40 | 17 | 1 | 22 |
| છત્તીસગઢ | 11 | 10 | 1 | 0 |
| ગોવા | 2 | 2 | 0 | 0 |
| ગુજરાત | 26 | 26 | 0 | 0 |
| હરિયાણા | 10 | 10 | 0 | 0 |
| હિમાચલ પ્રદેશ | 4 | 4 | 0 | 0 |
| જમ્મુ કાશ્મીર | 5 | 2 | 0 | 3 |
| ઝારખંડ | 14 | 12 | 0 | 2 |
| કર્ણાટક | 28 | 22 | 4 | 2 |
| કેરલ | 20 | 3 | 7 | 10 |
| મધ્ય પ્રદેશ | 29 | 29 | 0 | 0 |
| મહારાષ્ટ્ર | 48 | 27 | 1 | 20 |
| મણીપુર | 2 | 1 | 1 | 0 |
| મેઘાલય | 2 | 0 | 1 | 1 |
| મિઝોરમ | 1 | 0 | 0 | 1 |
| નાગાલેન્ડ | 1 | 0 | 0 | 1 |
| ઓડિશા | 21 | 10 | 0 | 11 |
| પંજાબ | 13 | 3 | 3 | 7 |
| રાજસ્થાન | 25 | 25 | 0 | 0 |
| સિક્કિમ | 1 | 0 | 0 | 1 |
| તમિલનાડુ | 39 | 3 | 8 | 28 |
| તેલંગાણા | 17 | 5 | 9 | 3 |
| ત્રિપુરા | 2 | 2 | 0 | 0 |
| ઉત્તર પ્રદેશ | 80 | 73 | 0 | 7 |
| ઉત્તરાખંડ | 5 | 5 | 0 | 0 |
| પશ્વિમ બંગાળ | 42 | 21 | 2 | 19 |
| આંદોમાન નિકોબાર | 1 | 1 | 0 | 0 |
| ચંડિગઢ | 1 | 1 | 0 | 0 |
| દાદરાનગર હવેલી | 1 | 1 | 0 | 0 |
| દમણ દિવ | 1 | 1 | 0 | 0 |
| દિલ્હી | 7 | 7 | 0 | 0 |
| લક્ષદ્વિપ | 1 | 1 | 0 | 0 |
| પાંડેચેરી | 1 | 1 | 0 | 0 |
| લદાખ | 1 | 1 | 0 | 0 |
| કુલ | 543 | 342 | 38 | 163 |
ભાજપ કોંગ્રેસને કેટલી બેઠકો પર જીત?
ઓપિનિયન પોલ મુજબ ભાજપ ગઠબંધન NDA ને સૌથી વધુ 399 બેઠકો મળતી હોવાનું અનુમાન છે. રાજકીય પાર્ટી મુજબ ઓપિનિયન પોલના અનુમાન જોઇએ તો ભાજપ 342 બેઠક પર, કોંગ્રેસ 38, તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) 19, ડીએમકે 18, જેડીયૂ 14, ટીડીપી 12, આમ આદમી પાર્ટી 6, સમાજવાદી પાર્ટી 3 બેઠકો પર જીત મેળવી શકે છે. જ્યારે અન્યને 91 બેઠકો પર જીત મળવાનું અનુમાન છે.





