PM Modi In Uttarakhand : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતીય જનતા પાર્ટીના લોકસભા ચૂંટણી પ્રચારને વધુ ધારદાર બનાવવામાં લાગેલા છે. આ કડીમાં પીએમ મોદી આજે ઉત્તરાખંડ પહોંચ્યા હતા. ઋષિકેશમાં આઈડીપીએલ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડમાં પીએમ મોદીએ કહ્યું કે આજે દેશમાં મજબૂત સરકાર છે. ઘરમાં ઘૂસીને આતંકીઓને મારવામાં આવે છે.
પીએમ મોદીએ કહ્યું કે દેશની જનતાએ સરકારની કામગીરીને પૂર્ણ બહુમત સાથે જોઇ છે. આજે દેશમાં એક એવી સરકાર છે જેણે છેલ્લા 10 વર્ષમાં ભારતને પહેલા કરતા અનેકગણું મજબૂત બનાવ્યું છે. દેશમાં જ્યારે પણ નબળી સરકાર બની છે. શત્રુઓએ લાભ લીધો છે. ત્યારે ભારતમાં આતંકવાદ ફેલાઈ ગયો હતો. હવે ઘરમાં ઘૂસીને આતંકીઓ મારવામાં આવે છે. ત્યારે સેના પાસે સારા બૂટ પણ ન હતા. હવે સેના હાઈટેક રીતે કામ કરી રહી છે.
સરહદો પરના રસ્તાઓ ચકાચક : પીએમ મોદી
તેમણે કહ્યું કે જો મોદી સરકાર ન હોત તો વન રેન્ક વન પેન્શન ક્યારેય લાગુ ન થાત. એક લાખ ભૂતપૂર્વ સૈનિકોના બેંક ખાતાઓમાં 100,000 કરોડ રૂપિયાથી વધુ રકમ ટ્રાન્સફર કરવામાં આવી છે. કોંગ્રેસની નબળી સરકાર સરહદ પર આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવી શકી નથી. પરંતુ આજે સરહદો પરના રસ્તાઓ ચકાચક હોય છે.
કોંગ્રેસ સરકારમાં વચેટિયાઓએ ગરીબોના પૈસા મારી ખાધા: મોદી
પીએમે કોંગ્રેસ પર ટોણો મારતા કહ્યું કે જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે વચેટિયાઓ ગરીબો અને બેરોજગારોના પૈસા ખાતા હતા. અમારી સરકારે સીધા બેંક ખાતામાં પૈસા પહોંચાડ્યા. જો કોંગ્રેસ પાર્ટી સત્તામાં હોત તો આ બધું લૂંટાઈ ગયું હોત. અમે તેને બંધ કરીએ છીએ, તેથી તેમનો સાતમાં આસમાન પર છે. જ્યારે હું કહું છું કે ભ્રષ્ટાચાર દૂર કરો ત્યારે તેઓ કહે છે કે ભ્રષ્ટાચારીઓને બચાવો. પીએમે કહ્યું કે આખું ભારત મારો પરિવાર છે.
આ પણ વાંચો – ગુજરાત લોકસભા ચૂંટણી 2024 માટે શુક્રવારથી ઉમેદવારી પત્ર ભરી શકાશે, જાણો શિડ્યુલ
ઉત્તરાખંડમાં પર્યટનને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે: મોદી
પીએમ મોદીએ કહ્યું કે ઉત્તરાખંડના વિકાસમાં પર્યટન અને ચારધામ યાત્રાનું મોટું યોગદાન છે. તેથી અમે સતત અહીં રોડવેઝ, રેલવે, એરવેઝ ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ. અહીં ઋષિકેશ-કર્ણપ્રયાગ રેલવે લાઈન પર ઝડપથી કામ ચાલી રહ્યું છે. દિલ્હીથી દેહરાદૂનનું અંતર ઘટી રહ્યું છે. કોંગ્રેસ ઉત્તરાખંડના સરહદી ગામને છેલ્લું ગામ કહેતી હતી, અમે તેને પહેલું ગામ બનાવીને તેનો વિકાસ કર્યો છે. આદિ કૈલાશ માટે હેલિકોપ્ટર સેવા શરૂ થઈ ગઈ છે. સરકાર ચારધામ યાત્રાને સરળ બનાવવાની દિશામાં પણ કામ કરી રહી છે. આ બધું એટલા માટે થઈ રહ્યું છે કારણ કે ભાજપનો ઇરાદો સાચો છે.
પીએમ મોદીએ સરકારના કામ ગણાવ્યા
પીએમ મોદીએ કહ્યું કે ગઢવાલ હોય કે કુમાઉ, માતા-બહેનોનો સમય લાકડાં લાવવામાં અને ચૂલા પર કામ કરવામાં પસાર થતો હતો. જો કે આજે સ્થિતિ બદલાઇ ગઇ છે. આજે ઉત્તરાખંડના 10માંથી 9 પરિવારોના ઘરમાં નળથી પાણી આવી રહ્યું છે. રાશન અને સામાન માટે પણ કોઈ સમસ્યા નથી. આ તમામને મફત રાશન અને મફત સારવાર આપવામાં આવી રહી છે. પીએમ મોદીએ કહ્યું કે ધામી અને કેન્દ્ર સરકાર આના પર શાનદાર કામ કરી રહી છે.