Result 2024 Effect : એક દાયકાના પૂર્ણ વર્ચસ્વ પછી, ભાજપ લોકસભા ચૂંટણીમાં બહુમતીથી ચૂકી ગયું, અને નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની પાર્ટીને નવા રાજકારણ ક્ષેત્રમાં ધકેલી દીધી, જ્યાં તેના મુખ્ય NDA સહયોગીઓ શાસક ગઠબંધનમાં મુખ્ય ખેલાડીઓ તરીકે ઉભરી આવ્યા છે.
NDA હજુ પણ સરકાર બનાવવાના માર્ગ પર છે, પરંતુ તે ગઠબંધનના સાથીદારો TDP અને JD(U) પર નિર્ભર રહેશે કે, જો તેઓ આગળના રસ્તાના નિર્ણાયક તબક્કે ભાજપ સાથે અસંમત હોય તો તેમના સમર્થનની સમીક્ષા કરવામાં જરા પણ અચકાશે નહીં – ખાસ કરીને મહત્વપૂર્ણ મુદ્દાઓ પર. જેમ કે ચૂંટણી હોય, કે સીમાંકન અને સમાન નાગરિક સંહિતા વગેરે વગેરે.
આ બધું એટલા માટે કારણ કે ટીડીપીના વડા એન ચંદ્રબાબુ નાયડુ અને જેડી(યુ)ના નીતિશ કુમાર બંનેના ભૂતકાળમાં ભાજપ સાથેના સંબંધોમાં મુશ્કેલી આવેલી છે. ભાજપના એક નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રીએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, “ગઠબંધન સરકારમાં કોઈપણ કડક નિર્ણાયક સુધારાની નીતિઓ માટે કોઈ અવકાશ હવે નથી, પછી તે સામાજિક ક્ષેત્ર હોય કે આર્થિક ક્ષેત્ર. ઉદાહરણ તરીકે, JD(U) જેવા પક્ષો PSUs ના ડિસઇન્વેસ્ટમેન્ટને ટેકો આપશે નહીં.”
2018 માં, TDP એ આંધ્ર પ્રદેશને વિશેષ શ્રેણીનો દરજ્જો ન મળવા પર મોદીની આગેવાનીવાળી સરકારનો ભાગ હોવા છતા ભાજપ સાથેનું ગઠબંધન તોડી નાખ્યું. તેમના સંબંધો એટલા બગડ્યા હતા કે, નાયડુએ મોદીને “કટ્ટર આતંકવાદી” પણ કહ્યા હતા. પાછળથી, 2019 ની લોકસભા ચૂંટણી પછી નાયડુ દ્વારા તેમના સંબંધોને પુનર્જીવિત કરવાના વારંવાર પ્રયાસો છતાં, ભાજપે તેમના પક્ષને NDA માં પાછા ફરવા દેવા માટે પગ કે હાથ આગળ કર્યા ન હતા.
બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમાર, જેઓ અટલ બિહારી વાજપેયી સરકારનો ભાગ હતા, તેમણે મોદીને વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકે જાહેર કરવાના પગલા સામે વાંધો ઉઠાવીને 2014 માં સૌપ્રથમ JD(U) સાથે ભાજપના સંબંધો તોડી નાખ્યા હતા. જો કે તે પછીથી એનડીએમાં પાછા ફર્યા હતા, પરંતુ તેમણે ફરીથી 2022 માં આરજેડી અને કોંગ્રેસ સાથે મળી રાજ્ય સરકાર બનાવવા ભાજપ સાથે સંબંધો તોડી નાખ્યા, પરંતુ ફરી એક વખત આ વર્ષની શરૂઆતમાં એનડીએ સાથે હાથ મિલાવ્યો છે.
હવે, બિહારમાં સ્ટ્રાઈક રેટના સંદર્ભમાં જેડી(યુ) એ ભાજપને પાછળ રાખી દીધું છે, રાજ્યના ભાજપના સાંસદના જણાવ્યા મુજબ, કુમાર ફરીથી ભાજપ સાથે “મોંઘું કામ” કરી શકે છે. મંગળવારે મોડી રાત્રે મતગણતરી બાદ, ભાજપ 17 માંથી 12 બેઠકો, જ્યારે નીતિશ કુમારની પાર્ટીને 16 માંથી 12 બેઠકો પર સ્પષ્ટ લીડ મળી છે.
ભાજપના પસંદગીના પ્રોજેક્ટો રોકાઈ શકે છે
રાજકીય નિરીક્ષકોના મતે, મોદીની અજેય છબીને નુકસાન પહોંચવાની સાથે, એવો સમય આવ્યો જ્યારે ભાજપે તેની રાજનીતિ અને ચૂંટણીની રણનીતિ તેમની આસપાસ કેન્દ્રિત કરી હતી, હવે મહત્ત્વની વાત એ છે કે, ભાજપના વરિષ્ઠ નેતાઓ માને છે કે, ગઠબંધન સરકારનો અર્થ એ થશે કે, ભાજપના ઘણા પસંદગીના પ્રોજેક્ટ, સુધારાઓ તેમજ વૈચારિક મોરચા પર, રોકાઈ જશે અથવા રોકી દેવામાં આવશે.
જ્યારે નવી સરકાર પાસે “એક રાષ્ટ્ર એક ચૂંટણી” ટેગલાઇન હેઠળ એક સાથે ચૂંટણીઓ યોજે તેવી અપેક્ષા રાખવામાં આવી હતી, જે ખુદ મોદીના પસંદગીના પ્રોજેક્ટ પૈકી એક છે, સત્તામાં નવું સંયોજન આવા કોઈપણ પગલા માટે અનુકૂળ ન હોઈ શકે. ઉદાહરણ તરીકે, ટીડીપી આ યોજનાની તરફેણમાં ન હોવાનું માનવામાં આવે છે, જ્યારે રામનાથ કોવિંદની આગેવાની હેઠળની સમિતિને જવાબ આપતાં JD(U) એ તેને ટેકો આપ્યો હતો, જેણે એક સાથે ચૂંટણીઓ યોજવાની અને તેને લાગુ કરવાની ભલામણ કરી હતી. ત્યારબાદ, કોંગ્રેસ, TMC, DMK, AAP અને SP સહિત આ પગલાનો વિરોધ કરી રહેલા 15 પક્ષોએ હવે એક મજબૂત અને હિંમતવાન વિરોધ રચ્યો છે. નિરીક્ષકો કહે છે કે રાષ્ટ્રીય રાજકારણમાં લાંબા સમયથી રાહ જોવાતી તપાસ લાવશે અને સંતુલન સુનિશ્ચિત કરશે.
ટીડીપી દ્વારા અપનાવવામાં આવેલા વલણના આધારે, ભાજપને 2026 માં યોજાનારી સીમાંકન પ્રક્રિયા પર તેનું વલણ બદલવાની ફરજ પાડી શકે છે. 2024 ના પ્રચાર દરમિયાન, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સ્પષ્ટપણે કહ્યું હતું કે, પ્રક્રિયા નિર્ધારિત સમયગાળામાં થશે. વધુમાં, મંગળવારના પરિણામો, ખાસ કરીને યુપીના જ્યાં ભાજપની સંખ્યા 2019 માં 62 બેઠકોથી અડધી થઈ ગઈ છે, તે સૂચવે છે કે, મહિલા અનામત બિલ પર ધીમે ધીમે આગળ વધવા માટે પાર્ટીની અંદરથી દબાણ વધી શકે છે, જે તેણે ખાસ બોલાવેલા સંસદ સત્રમાં પસાર કર્યું હતું સપ્ટેમ્બરમાં.
પાર્ટીના નેતાઓ એ પણ નિર્દેશ કરે છે કે, ભાજપને બહુચર્ચિત રામ મંદિર “પ્રાણ પ્રતિષ્ઠા” થી કોઈ મોટો ફાયદો ન થવાથી, યુપીમાં પણ, પાર્ટીએ તેના વિવાદાસ્પદ એજન્ડા કાશી અને મથુરામાં અન્ય વિવાદિત ધાર્મિક સ્થળોના એજન્ડા પાછળ છોડવા આવશે. જો કે પાર્ટીએ કહ્યું છે કે, આ મામલો કોર્ટ પર છોડી દેવામાં આવશે, આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા સહિત ઘણા નેતાઓએ સૂચન કર્યું છે કે, મુસ્લિમ સમુદાયે મથુરાની શાહી ઇદગાહ અને વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદને પરસ્પર પરામર્શ દ્વારા અન્ય જગ્યાએ સ્થાનાંતરિત કરવાનું વિચારવું જોઈએ, અને અન્ય સ્થળ પર લઈ જવુ જોઈએ.
એ જ રીતે, ભાજપ યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) તરફ પણ આગળ વધ્યું છે, ભાજપ શાસિત ઉત્તરાખંડે તેનો અમલ કર્યો છે અને અન્ય પક્ષ શાસિત રાજ્યો પણ તેનો અમલ કરવા જઈ રહ્યા છે. જો કે આગામી લોકસભામાં સંભવિત સમીકરણોને ધ્યાનમાં રાખીને ભાજપ આ યોજનાને તેની રાષ્ટ્રીય પ્રાથમિકતાઓની યાદીમાંથી પણ હટાવી શકે છે.
આ પણ વાંચો – Gujarati News 5 June 2024 LIVE: 8 જૂને થઈ શકે છે નવી સરકારનો શપથ ગ્રહણ, મોદી ત્રીજી વખત બનશે વડાપ્રધાન
દિલ્હીમાં તેના પ્રભાવશાળી પ્રદર્શન છતાં, એકંદર પરિણામો બીજેપીને દિલ્હીમાં AAPને ઘેરવાના તેના પ્રયત્નોને પાછું ખેંચવા માટે દબાણ કરી શકે છે, કારણ કે રાજ્ય અને કેન્દ્ર વચ્ચે બંધારણીય કટોકટી અંગેની ચર્ચા પાછળની બેઠક લેશે.
નેતાઓના મતે, 18મી લોકસભાની રાજકીય રચના પણ કેન્દ્ર સરકારને જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાની પ્રક્રિયા ઝડપી બનાવવા દબાણ કરી શકે છે.