લોકસભા ચૂંટણી : ભાજપે કૈસરગંજથી બ્રિજ ભૂષણ સિંહના પુત્ર કરણને આપી ટિકિટ, રાયબરેલીથી દિનેશ પ્રતાપ સિંહ ઉમેદવાર

Lok Sabha BJP candidate : બ્રિજ ભૂષણ સિંહને ટિકિટ કાપવામાં આવી છે. બ્રિજ ભૂષણ પર સાક્ષી મલિક, વિનેશ ફોગાટ અને અન્ય પહેલવાનોએ યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો

Written by Ashish Goyal
Updated : May 02, 2024 17:48 IST
લોકસભા ચૂંટણી : ભાજપે કૈસરગંજથી બ્રિજ ભૂષણ સિંહના પુત્ર કરણને આપી ટિકિટ, રાયબરેલીથી દિનેશ પ્રતાપ સિંહ ઉમેદવાર
ભાજપે કૈસરગંજથી બ્રિજ ભૂષણ સિંહના પુત્ર કરણને આપી ટિકિટ છે. જ્રાયારે યબરેલીથી દિનેશ પ્રતાપ સિંહને ઉમેદવાર બનાવ્યા (ફાઇલ ફોટો)

Lok Sabha Elections 2024 : ભાજપે કૈસરગંજ લોકસભા સીટ માટે ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. ભાજપે વર્તમાન સાંસદ બ્રિજ ભૂષણ સિંહના પુત્ર કરણ બ્રિજ ભૂષણ સિંહને ટિકિટ આપી છે. રેસલર્સના વિરોધ બાદથી એવી અટકળો ચાલી રહી હતી કે બ્રિજ ભૂષણ સિંઘની ટિકિટ કપાઈ શકે છે. બ્રિજ ભૂષણ પર સાક્ષી મલિક, વિનેશ ફોગાટ અને અન્ય પહેલવાનોએ યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો.

કરણ ભૂષણ સિંહ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના ભૂતપૂર્વ વડા બ્રિજ ભૂષણ સિંહનો નાના પુત્ર છે. કૈસરગંજમાં બ્રિજ ભૂષણ શરણ સિંહના પુત્ર કરણનો મુકાબલો બસપાના ઉમેદવાર નરેન્દ્ર પાંડેય સાથે થશે. સપાએ હજી સુધી આ બેઠક પર પોતાનો ઉમેદવાર જાહેર કર્યો નથી.

2019ની લોકસભા ચૂંટણીમાં કૈસરગંજના બ્રિજ ભૂષણ શરણ સિંહને કુલ 581358 વોટ મળ્યા હતા. તેમની સામે બસપાના ઉમેદવાર ચંદ્રદેવ રામ યાદવને કુલ 319757 મત મળ્યા હતા.

આ પણ વાંચો – આ ધારાસભ્ય પાસે છે ફક્ત 1700 રૂપિયાની સંપત્તિ, જાણો દેશના 5 સૌથી ગરીબ ધારાસભ્ય કોણ છે

કોણ છે કરણ બ્રિજ ભૂષણ સિંહ

કરણ ભૂષણ સિંહે ડો.રામ મનોહર લોહિયા અવધ યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (બીબીએ) અને લોનો અભ્યાસ કર્યો છે. ઓસ્ટ્રેલિયામાં ડિપ્લોમા ઇન બિઝનેસ મેનેજમેન્ટ પણ કર્યું છે. હાલ તે ઉત્તર પ્રદેશ રેસલિંગ એસોસિએશનના પ્રમુખ છે. કરણ અગાઉ યુપી રેસલિંગ એસોસિયેશનના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ રહી ચૂક્યો છે. રેસલર્સના વિરોધ દરમિયાન કરણ પણ ચર્ચામાં આવ્યો હતો.

કરનનો રેસલિંગ સાથે શૂટિંગમાં પણ સંબંધ છે. તે ટ્રેપ શૂટિંગમાં રાષ્ટ્રીય સ્તરેનો શૂટર રહ્યો છે. ઉત્તર પ્રદેશની સ્ટેટ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડાલિસ્ટ પણ રહ્યો છે.

ભાજપના નેતા અને રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના ભૂતપૂર્વ પ્રમુખ બ્રિજ ભૂષણ સિંહ કૈસરગંજ લોકસભા સીટથી છેલ્લી ત્રણ લોકસભા ચૂંટણી જીત્યા છે. તે બે વખત બીજેપી અને એક વખત સપાની ટિકિટ પર જીત્યા હતા.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ