Lok Sabha Exit Poll Result 2024 : લોકસભા એક્ઝિટ પોલ પરિણામ 2024 10 સર્વે, જુઓ કોણે કેટલી સીટનો કર્યો દાવો

Lok Sabha Exit Poll Result 2024 : લોકસભા ચૂંટણી 2024 નું શું પરિણામ રહેશે તે માટે સર્વે એજન્સીઓ દ્વારા સર્વે અનુસાર એક્ઝિટ પોલ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, તો જોઈએ કોણે શું દાવો કર્યો.

Written by Kiran Mehta
Updated : June 01, 2024 23:48 IST
Lok Sabha Exit Poll Result 2024 : લોકસભા એક્ઝિટ પોલ પરિણામ 2024 10 સર્વે, જુઓ કોણે કેટલી સીટનો કર્યો દાવો
લોકસભા ચૂંટણી 2024 એક્ઝિટ પોલ પરિણામ

Lok Sabha Exit Poll Result 2024 : લોકસભા ચૂંટણીના સાતમા તબક્કાનું મતદાન પૂર્ણ થતા જ ન્યુઝ તથા સર્વે એજન્સીઓએ લોકસભા ચૂંટણીને લઈને તેમના એક્ઝિટ પોલ જાહેર કર્યા છે. PMARQ EXIT POLL અનુસાર, NDAને 359 સીટો, ઈન્ડિયા એલાયન્સને 154 સીટો મળી રહી છે. જ્યારે અન્યને 30 બેઠકો મળી રહી છે. તો MATRIZE EXIT POLL મુજબ, NDA ને 353-398 બેઠકો મળવાની ધારણા છે, ઈન્ડિયા ગઠબંધનને 118-133 બેઠકો મળવાની ધારણા છે, જ્યારે અન્યને 43-48 બેઠકો મળવાની ધારણા છે.

એક્ઝિટ પોલ 2024 સર્વે એજન્સીઓ – કોણે શું ભવિષ્યવાણી કરી

લોકસભા ચૂંટણીના સાતમા તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ કેટલીક સર્વે એજન્સીઓ દ્વારા એક્ઝિટ પોલ દ્વારા પરિણામનું અનુમાન કરવામાં આવ્યું છે, તેમણે સર્વે દ્વારા પરિણામ શું આવશે તેના દાવા કર્યા છે. જેમાં રિપબ્લિક PMARQ એક્ઝિટ પોલ, આજતક-એક્સિસ એક્ઝિટ પોલ, એબીપી-સીવોટર એક્ઝિટ પોલ, ન્યુઝ18 એક્ઝિટ પોલ, ન્યુઝ24 ચાણક્ય એક્ઝિટ પોલ અને MATRIZE એક્ઝિટ પોલનો સમાવેશ થાય છે.

રિપબ્લિક PMARQ એક્ઝિટ પોલ 2024

રિપબ્લીકન PMARQ ના એક્ઝિટ પોલમાં પીએમ નરેન્દ્ર મોદીની લહેર સ્પષ્ટ જોવા મળી રહી છે. તેણે NDAને 359 સીટો, ઈન્ડિયા એલાયન્સને 154 સીટો, જ્યારે અન્યને 30 બેઠકો મળી રહી હોવાની ભવિષ્યવાણી કરી છે.

ગઠબંધનસીટો
એનડીએ ગઠબંધન359
ઈન્ડિયા ગઠબંધન154
અન્ય30

MATRIZE એક્ઝિટ પોલ 2024

MATRIZE EXIT POLL મુજબ, NDAને 353-398 બેઠકો, ઇન્ડિયા એલાયન્સને 118-133, જ્યારે અન્યને 43-48 બેઠકો મળવાની ધારણા છે.

ગઠબંધનસીટો
એનડીએ ગઠબંધન353-398
ઈન્ડિયા ગઠબંધન118-133
અન્ય43-48

જન કી બાત એક્ઝિટ પોલ 2024

લોકસભા ચૂંટણી 2024 ના જન કી બાત ના એક્ઝિટલ પોલ પરિણામમાં પણ એનડીએ ને બઢત સાથે 362-392, ઈન્ડિયા ગઠબંધનને 141-161 તો, અન્ય ને 10-20 બેઠકો મળવાનો અનુમાન જાહેર કરવામાં આવ્યો છે.

ગઠબંધનસીટો
એનડીએ ગઠબંધન362-392
ઈન્ડિયા ગઠબંધન141-161
અન્ય10-20

ઈન્ડિયા ન્યુઝ D-Dynamics એક્ઝિટ પોલ 2024

ડી-ડાયનેમિક્સ દ્વારા પણ લોકસભા ચૂંટણી 2024 નો એક્ઝિટ પોલ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં તેણે એનડીએ ને 371, ઈન્ડિયા ગઠબંધનને 125, અને અન્યને 47 બેઠકો મળવાનો દાવો કર્યો છે.

ગઠબંધનબેઠક
એનડીએ ગઠબંધન371
ઈન્ડિયા ગઠબંધન125
અન્ય47

ન્યુઝ નેશન એક્ઝિટ પોલ 2024

ન્યુઝ નેશન એક્ઝિટ પોલ 2024 માં પીએમ મોદીના નેતૃત્વવાળા એનડીએ ગઠબંધનને 342-378, તો ઈન્ડિયા ગઠબંધનને 153-169 અને અન્ય ને 21-30 સીટો મળવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે.

ગઠબંધનબેઠક
એનડીએ ગઠબંધન342-378
ઈન્ડિયા ગઠબંધન153-169
અન્ય21-30

દૈનિક ભાસ્કર એક્ઝિટ પોલ 2024

આ બાજુ દૈનિક ભાસ્કર એક્ઝિટ પોલ 2024 માં તેના સર્વે અનુસાર એનડીએ ને 281-350, ઈન્ડિયા ગઠબંધન ને 145-201 તો અન્ય ને 33-49 સીટો મળી શકે છે.

ગઠબંધનબેઠક
એનડીએ ગઠબંધન281-350
ઈન્ડિયા ગઠબંધન145-201
અન્ય33-49

આજતક-એક્સિસ એક્ઝિટ પોલ 2024

આજતક એક્સિસના એક્ઝિટ પોલ પણ એનડીએ ને 381, ઈન્ડિયા ગઠબંધનને 148 , તો અન્યને 14 બેઠકો મળી રહી હોવાનો દાવો કર્યો છે.

ગઠબંધનબેઠક
એનડીએ ગઠબંધન381
ઈન્ડિયા ગઠબંધન148
અન્ય14

એબીપી-સીવોટર એક્ઝિટ પોલ 2024

એબીપી સીવોટરે એક્ઝટ પોલમાં પીએમ નરેન્દ્ર મોદીની લહેર ચાલશે અને એનડીએ ને 368, ઈન્ડિયા ગઠબંધનને 167, તો અન્યને 08 બેઠક મળી રહી હોવાનુ જણાવ્યું છે.

ગઠબંધનબેઠક
એનડીએ ગઠબંધન368
ઈન્ડિયા ગઠબંધન167
અન્ય08

ન્યુઝ18 એક્ઝિટ પોલ 2024

ન્યુઝ18 એ પણ એનડીએ ને 362, ઈન્ડિયા ગઠબંધનને 134 તો અન્યને 47 બેઠકો મળી રહી હોવાનો દાવો કર્યો છે.

ગઠબંધનબેઠક
એનડીએ ગઠબંધન362
ઈન્ડિયા ગઠબંધન134
અન્ય47

ન્યુઝ24 ચાણક્ય એક્ઝિટ પોલ 2024

ન્યુઝ24 ચાણક્ય દ્વારા પણ ચૂંટણીને લઈ એક્ઝિટ પોલ સર્વેમાં એનડીએ ને 400, ઈન્ડિયા ગઠબંધનને 107, તો અન્યને 36 બેઠકો મળી રહી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

ગઠબંધનબેઠક
એનડીએ ગઠબંધન400
ઈન્ડિયા ગઠબંધન107
અન્ય36

ઉલ્લેખનીય છે કે, એક્ઝિટ પોલ પહેલા મલ્લિકાર્જુન ખડગેએ મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે ભારત ગઠબંધન 295થી વધુ બેઠકો જીતશે. મારી પાર્ટીના નેતાઓ એક્ઝિટ પોલને લઈને ટીવી ડિબેટમાં પણ ભાગ લેશે. તેમણે કહ્યું કે, અમે દેશ સમક્ષ સત્ય રજૂ કરીશું. લોકસભા ચૂંટણીના સાતમા તબક્કાનું મતદાન પણ સમાપ્ત થઈ ગયું છે.

લોકસભા ચૂંટણી 2024 પરિણામ – 4 જૂને મતગણતરી થશે

સાતમા તબક્કામાં દેશના 7 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની 57 બેઠકો પર મતદાન થયું હતું. હવે 4 જૂને મત ગણતરી થશે અને પરિણામ જાહેર થશે. સમગ્ર દેશમાં સાત તબક્કામાં લોકસભાની ચૂંટણી યોજાઈ છે.

આ પણ વાંચો – Exit Polls 2024 Result Live: એક્ઝિટ પોલ 2024 મોદીનો જાદુ યથાવત, ભાજપ સરકાર ફરી એકવાર, ગુજરાતમાં ભાજપ કરશે ક્લિન સ્વિપ?

ચાર રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીનું પણ પરિણામ 4 જૂન 2024

તમને જણાવી દઈએ કે, લોકસભા ચૂંટણીની સાથે ચાર રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાઈ ગઈ છે. સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, આંધ્ર પ્રદેશ અને ઓડિશામાં પણ વિધાનસભાની ચૂંટણી યોજાઈ છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ