Lok Sabha Election Exit Poll Result 2024 Highlights : એક્ઝિટ પોલ 2024 પરિણામ સામે આવી રહ્યા છે જે ફરી એકવાર મોદી સરકાર બનતી દર્શાવે છે. લોકસભા ચૂંટણી 2024 મતદાન પૂર્ણ થતાં એક્ઝિટ પોલ 2024 જાહેર થઇ ગયા છે. ચાર એક્ઝિટ પોલમાં ભાજપ અને સાથી પક્ષોને પૂર્ણ બહુમત મળતી બતાવી રહ્યા છે અને મોદી સરકાર હેટ્રીક સાથે સરકાર બનાવશે એવું કહી રહ્યા છે. સામે પક્ષે કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધનની સ્થિતિ નાજુક બનતી દેખાઇ રહી છે. એક્ઝિટ પોલ પરિણામ 2024 લેટેસ્ટ અપડેટ્સ તમે અહીં જાણી શકશો.
1 જૂન શનિવારે સાતમા અને છેલ્લા તબક્કાનું મતદાન પૂર્ણ થતાં લોકસભા ચૂંટણી 2024 પરિણામ અંગે એક્ઝિટ પોલ જાહેર કરવામાં આવ્યા. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન એક્ઝિટ પોલ જાહેર કરવા પર ચૂંટણી પંચે પ્રતિબંધ મુક્યો છે. એટલે 1 જૂને મતદાન પૂર્ણ થયા બાદ સાંજે 6.30 વાગ્યા બાદ જ એક્ઝિટ પોલ જાહેર કરવામાં આવ્યા.
મતદાન બાદ તમામ સર્વે એજન્સીઓ અને મીડિયા હાઉસ એક્ઝિટ પોલ જાહેર કરવામાં આવ્યા. ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર તમને આ તમામ એક્ઝિટ પોલ અહીં જાણવા મળશે. સર્વે એજન્સીઓ દ્વારા એક્ઝિટ પોલ જાહેર કર્યા તેમ તેમ અહીં એક્ઝિટ પોલ 2024 પરિણામ અંગેની વિગતે અને વિશ્લેષણાત્મક અહેવાલ જાણવા મળશે.
ચેનલ/એજન્સી | એન.ડી.એ. ગઠબંધન | ઈન્ડિયા ગઠબંધન | અન્ય |
ઇન્ડિયા ટુડે-એક્સિસ-માય ઇન્ડિયા | 361-401 | 131-166 | 8-20 |
એબીપી ન્યૂઝ-સી વોટર | 353-383 | 152-182 | 4-12 |
ઇન્ડિયા ટીવી-સીએનએક્સ | 371-401 | 109-139 | 28-38 |
& Pibl ભારત-મેટ્રિક્સ | 353-368 | 118-133 | 43-48 |
સમાચાર 24-આજનો ચાણક્ય | 400 | 107 | 36 |
લોકોની વાત | 362-392 | 141-161 | 10-20 |
સમાચાર રાષ્ટ્ર | 342-378 | 153-169 | 21-23 |
આર.પી.વી.ટી.વી.માર્ક | 359 | 154 | 30 |
ભારત સમાચાર-ડી ડાયનામેક્સ | 371 | 125 | 47 |
દૈનિક ભાસ્કર | 281-350 | 145-201 | 33-49 |
Times Now- ETG | 358 | 152 | 33 |
TV9 ભારતવર્ષા-પોલસ્ટ્રેટ | 342 | 166 | 35 |
ઇન્ડિયા ડેઇલી લાઇવ | 360-406 | 96-116 | 30-60 |
એક્ઝિટ પોલ 2024 પરિણામ પૂર્વે કોંગ્રેસ પાર્ટીએ મોટો નિર્ણય લીધો છે. લોકસભા ચૂંટણી 2024 માટે શનિવારે સાતમા અને આખરી તબક્કાના મતદાન બાદ 4 જૂને ચૂંટણી 2024 પરિણામ જાહેર કરાશે. જોકે મતદાન પૂર્ણ થયા બાદ સાંજે એક્ઝિટ પોલ 2024 પરિણામ જાહેર થશે. પરંતુ કોંગ્રેસ પાર્ટીએ ન્યૂઝ ચેનલમાં એક્ઝિટ પોલ ચર્ચામાં ભાગ ન લેવાનો નિર્ણય લીધો છે. કોંગ્રેસ નેતા પવન ખેડાએ આ અંગે ટ્વિટર પર એક પોસ્ટ શેયર કરી છે.