Train Laptop Theft Case : ભારતીય રેલ્વે પર મુસાફરોની સુરક્ષામાં બેદરકારી દાખવવા બદલ 1 લાખ રૂપિયાથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે. દિલ્હીની એક ગ્રાહક અદાલતે રેલવેને તેની સેવાઓમાં ઉણપ અને બેદરકારીને ધ્યાનમાં રાખીને 1 લાખ રૂપિયાથી વધુનું વળતર ચૂકવવા જણાવ્યું છે.
શું હતો કેસ?
નવી દિલ્હીની રહેવાસી જયા કુમારી વર્ષ 2016 માં માલવા એક્સપ્રેસમાં મુસાફરી કરી રહી હતી. તે દિલ્હીથી ઈન્દોર જઈ રહી હતી, તે દરમિયાન તેને ખબર પડી કે, તેની બેગ ચોરાઈ ગઈ છે. તેની બેગમાં લેપટોપ, કાંડા ઘડિયાળ, જ્વેલરી સહિતની ઘણી કિંમતી વસ્તુઓ હતી. આ અંગે જયા જ્યારે રેલ્વે અધિકારીઓને મળી તો, કોઈ તેમની વાત સાંભળવા તૈયાર નહોતું. આવી સ્થિતિમાં જયાએ ગ્રાહક કોર્ટમાં અરજી દાખલ કરી હતી.
રેલવે એ શું દલીલ કરી?
આ મામલામાં રેલ્વે પ્રશાસને કોર્ટમાં કહ્યું હતું કે, રિઝર્વેશન વગર કેટલાક મુસાફર આરક્ષિત કોચમાં ઘૂસી ગયા હતા અને તેમણે જ આ કૃત્ય કર્યું હતું. જોકે વહીવટી તંત્ર આ ફરિયાદ સાંભળવા તૈયાર ન હતું. આ સમગ્ર મામલાને જોતા ગ્રાહક કોર્ટે રેલવેની તમામ દલીલો સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. જ્યારે રેલ્વે એ સાબિત કરવા માંગતી હતી કે, જયા તેના સામાન સાથે બેદરકાર હતી, જેના કારણે આ ચોરી થઈ.
કોર્ટે શું કહ્યું?
કોર્ટે 3 જૂને પોતાના આદેશમાં કહ્યું હતું કે, આ ઘટનામાં ઘણી કિંમતી વસ્તુઓ ચોરાઈ ગઈ હતી. આ પછી, જ્યારે ફરિયાદી આ સંદર્ભે એફઆઈઆર નોંધાવવા માંગતી હતી, ત્યારે તેને આ સંદર્ભે કાયદાકીય અધિકારોની સુવિધા પણ મળી ન હતી. આ સાથે કોર્ટે કહ્યું કે, જો રેલવે પ્રશાસનની બેદરકારી અને સેવાઓનો અભાવ ન હોત તો આ ઘટના ન બની હોત.
આ પણ વાંચો – અવકાશમાં ફસાઈ છે સુનીતા વિલિયમ્સ, પૃથ્વી પર પાછા ફરવું કેમ મુશ્કેલ બન્યું? નાસા પાસે હવે કેટલો સમય બાકી?
ટ્રેનમાં ચોરી અને લૂંટના રોજ 12 કેસ નોંધાય છે
આરટીઆઈ કાર્યકર્તા ચંદ્રશેખર ગૌર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીના જવાબમાં રેલ્વેએ કહ્યું કે, જયાની ચોરીનો મામલો અલગ નથી. દરરોજ લગભગ 12 કેસ નોંધાય છે. જેમાં મોટાભાગના ચોરી અને લૂંટના છે. આ સિવાય દિલ્હીમાં ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ ઓફિસમાં 4342 ફોજદારી કેસ નોંધાયા હતા. જ્યારે વર્ષ 2022 માં કુલ કેસ 3065 હતા. એટલે કે માત્ર એક વર્ષમાં લગભગ 30 ટકાનો વધારો થયો છે.





