અહો આશ્ચર્યમ! મૃતક તેરમાના દિવસે જીવતો ઘરે પરત ફર્યો, પછી જે થયું…

madhya pradesh sheopur OMG news : મધ્ય પ્રદેશના શ્યોપુર જિલ્લામાં એક વ્યક્તિને મૃત માની તેના પરિવારે અંતિમ સંસ્કાર કર્યા, તેરમાના દિવસે જીવતો ઘરે આવ્યો. આ ચોંકાવનારા સમાચાર વાયરલ થયા.

Written by Kiran Mehta
Updated : June 12, 2024 18:56 IST
અહો આશ્ચર્યમ! મૃતક તેરમાના દિવસે જીવતો ઘરે પરત ફર્યો, પછી જે થયું…
મધ્ય પ્રદેશના શ્યોપુરમાં એક વ્યક્તિને મૃત સમજી અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા, તેર દિવસે જીવતો ઘેર આવ્યો. (પ્રતિકાત્મક તસવીર - એક્સપ્રેસ)

OMG : મધ્ય પ્રદેશથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે, એમપીના શ્યોપુર જિલ્લામાંથી આ કિસ્સો સામે આવ્યો છે, જેના વિશે જાણી તમે પણ માથામાં આંગળી ફેરવતા રહી જશો. અહીં મૃત જાહેર કરાયેલ વ્યક્તિ તેરમાના દિવસે પોતાના ઘરે પરત ફર્યો હતો. શોકગ્રસ્ત વ્યક્તિના ઘરમાં અચાક ખુશીનો માહોલ છવાઈ ગયો હતો અને વ્યક્તિ જીવિત સામે આવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

હકીકતમાં, શ્યોપુરના એક ગામમાં, જ્યારે તેરમા દિવસે તે વ્યક્તિ પાછો ફર્યો ત્યારે લોકો આશ્ચર્યચકિત થઈ ગયા કારણ કે, 13 દિવસ પહેલા પરિવા અને લોકોએ તેના અંતિમ સંસ્કાર કર્યા હતા. આ વ્યક્તિનું નામ સુરેન્દ્ર શર્મા હોવાનું કહેવાય છે. હવે ખુલાસો સામે આવી રહ્યો છે કે, આ બધુ ખોટી ઓળખના કારણે થયું હતું અને પરિવારે સુરેન્દ્ર શર્માની ખોટી ઓળખ કરી હતી, જેના કારણે પોલીસે તેમના પરિવારને કોઈ અન્યનો મૃતદેહ આપ્યો હતો.

રાજસ્થાનમાં એક મોટો અકસ્માત થયો હતો

મળતી માહિતી મુજબ, થોડા દિવસો પહેલા રાજસ્થાનમાં એક માર્ગ અકસ્માત થયો હતો, જેમાં મૃતકની ઓળખ તેના પરિવારે શ્યોપુરના સુરેન્દ્ર શર્મા તરીકે કરી હતી. જેના કારણે પોલીસે લાશ તેના પરિવારજનોને સોંપી હતી. છેલ્લી વિધિ પછી 9 મી જૂને સુરેન્દ્ર શર્માનો જન્મદિવસ હતો, પરંતુ તે જ દિવસે સુરેન્દ્ર ઘરે પરત ફર્યો, જેને જોઈને તેમના પરિવારમાં ખુશીની લહેર દોડી ગઈ.

હવે પ્રશ્ન એ છે કે, તો જેના અંતિમ સંસ્કાર કર્યા તે કોણ હતું. તો આ દરમિયાન, ‘મૃત સુરેન્દ્ર’ ઘરે પરત ફર્યા બાદ, રાજસ્થાન પોલીસે ધારા સિંહના સંબંધીઓ સાથે મંગળવારે તેના નશ્વર અવશેષો એકત્રિત કર્યા. મૃતકના પરિવારજનોએ હવે તેને ઓળખી કાઢ્યો અને જાણવા મળ્યું કે, જે વ્યક્તિના અંતિમ સંસ્કાર થયા તેનું નામ નામ ધારા સિંહ છે, જે રાજસ્થાનના સવાઈ માધોપુરનો રહેવાસી હતો.

અસલ મૃતક ના સ્વજનોએ મૃતદેહની અસ્થી લીધી હતી

મંગળવારે, મૃતકના સંબંધીઓ શિયોપુર ગામ પહોંચ્યા અને નશ્વર અવશેષો એકત્રિત કર્યા. ધારા સિંહના પરિવારજનો ખોટી ઓળખના આધારે અંતિમ સંસ્કાર સામે વાંધો ઉઠાવી રહ્યા છે. આ પછી મંગળવારે સુરવાલ પોલીસ મૃતકના પરિવારને લઈને આવી હતી.

મળતી માહિતી મુજબ સુરવાલ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ લાલ બહાદુરે મીડિયાને જણાવ્યું કે, સુરેન્દ્ર જયપુરમાં મજૂરીનું કામ કરતો હતો. 26-27 મેની રાત્રે એક અજ્ઞાત વ્યક્તિ અકસ્માતમાં ઘાયલ થયો હતો, ત્યારબાદ તેને જયપુર રિફર કરવામાં આવ્યો હતો.

આવી સ્થિતિમાં સારવાર દરમિયાન અજાણ્યા વ્યક્તિનું મોત નીપજ્યું હતું, જેના કારણે સામાન્ય પ્રક્રિયા મુજબ પોલીસે અજાણ્યા મૃતદેહને સુરેન્દ્ર શર્માનો હોવાનું માનીને તેની ખોટી ઓળખ કરી હતી અને અંતિમ સંસ્કાર પણ કર્યા હતા.

આ પણ વાંચો – Kuwait Fire: કુવૈતમાં એક બિલ્ડીંગમાં ભીષણ આગ, ભારતીય કામદારો સહિત 41 ના મોત, એસ જયશંકરે દુઃખ વ્યક્ત કર્યું

હવે એ વાત સામે આવી રહી છે કે સુરેન્દ્ર જીવિત હતો પરંતુ ધારા સિંહ નામનો વ્યક્તિ જે સવાઈ માધોપુરનો રહેવાસી હતો, તે મૃત્યું પામ્યો હતો, હવે તેના પરિવારના સભ્યો શ્યોપુર ગયા છે અને તેની અસ્થિઓ લઈ ગયા છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ