Mahakumbh 2025: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં રવિવારે મહાકુંભમાં આગ લાગી હતી. ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે હાજર છે. મહાકુંભ ટેન્ટ સિટીના સેક્ટર 19 માં આગ લાગી હતી. પ્રાથમિક માહિતી મુજબ, રસોઈ સિલિન્ડરમાં વિસ્ફોટ થવાને કારણે આગ લાગી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે લગભગ 20-25 તંબુ બળી ગયા છે. આગની ઘટના બાદ વહીવટીતંત્ર સાથે સંકળાયેલા લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા અને નજીકના ઘણા તંબુઓ ખાલી કરાવવામાં આવ્યા છે. ફાયર બ્રિગેડ સાથે સંકળાયેલા લોકો આગ ઓલવવામાં વ્યસ્ત છે.
મળતી માહિતી મુજબ આ આગ મહાકુંભ મેળા વિસ્તારના સેક્ટર 19માં લાગી હતી. ચાર ફાયર બ્રિગેડની ગાડીઓ આગ ઓલવવામાં લાગ્યા હતા અને થોડી જ વારમાં આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. આગને કારણે હાલમાં કોઈ જાનમાલના નુકસાનના સમાચાર નથી.
એવું કહેવાય છે કે શોર્ટ સર્કિટને કારણે મંડપમાં આગ લાગી હતી. આગને કારણે સિલિન્ડર બ્લાસ્ટ થયો હોવાની પણ ચર્ચા છે પરંતુ હજુ સુધી તેની પુષ્ટિ થઈ નથી. મળતી માહિતી મુજબ મંડપનો મોટો ભાગ બળીને રાખ થઈ ગયો છે. એવું કહેવાય છે કે તે એક મોટી આગ હતી પરંતુ ત્યાં એવી વ્યવસ્થા કરવામાં આવી હતી કે આગને તાત્કાલિક કાબુમાં લેવામાં આવી.