MahaKumbh Mauni Amavasya Advisory: પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળામાં આગામી અમૃત સ્થાન આવતીકાલે એટલે કે 29 જાન્યુઆરીના રોજ છે. જો તમે પણ મૌની અમાવસ્યા પર સંગમમાં સ્નાન કરવાનું વિચારી રહ્યા છો, તો ત્યાં જતા પહેલા તમારે મેળા પ્રશાસન દ્વારા જારી કરવામાં આવેલી એડવાઇઝરી વિશે જાણવું જ જોઇએ.
કોઈપણ પ્રકારની અફવાઓથી બચો
વરિષ્ઠ પોલીસ અધિક્ષક (કુંભ) રાજેશ દ્વિવેદીએ જણાવ્યું હતું કે ભક્તોને સતર્ક રહેવા અને કોઈપણ પ્રકારની અફવાઓથી બચવા માટે કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત મેળા પોલીસ, ટ્રાફિક પોલીસ અને ખાસ તબીબોની ટુકડીઓને ચોવીસ કલાક તૈનાત કરવામાં આવી છે, જેથી કોઈ પણ કટોકટીની સ્થિતિમાં શ્રદ્ધાળુઓની દેખરેખ રાખી શકાય.
દ્વિવેદીએ જણાવ્યું હતું કે 29 જાન્યુઆરીએ આવતી મૌની અમાવસ્યા નિમિત્તે શ્રદ્ધાળુઓની મદદ માટે પોલીસ અને પ્રશાસન 24 કલાક ઉપલબ્ધ છે. તેમણે કહ્યું કે ભક્તોએ સંગમ ઘાટ પહોંચવા માટે અલગ-અલગ લેનમાંથી જ આવે અને ગંગા સ્નાન માટે જતી વખતે પોત-પોતાની લેવનમાં રહે.
શ્રદ્ધાળુ સ્નાન અને દર્શન કર્યા પછી સીધા પાર્કિંગમાં જાય
અધિકારીએ જણાવ્યું હતું કે શ્રદ્ધાળુઓએ સ્નાન અને દર્શન કર્યા બાદ સીધા પાર્કિંગ તરફ જાય જો તેઓ મંદિરોના દર્શન કરવા જઈ રહ્યા છે તો તેઓએ તેમની લેનમાં જ રહેવું જોઈએ અને ત્યાંથી તેમના ગંતવ્ય સ્થાને આગળ વધવું જોઈએ. તેમણે કહ્યું હતું કે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનાં કિસ્સામાં શ્રદ્ધાળુઓએ નજીકની સેક્ટરની હોસ્પિટલમાં પોતાની તપાસ કરાવવી જોઈએ.
આ પણ વાંચો – અંતરિક્ષમાંથી રાત્રે મહાકુંભનો મેળો કેવો દેખાય છે? NASA ના એસ્ટ્રોનેટે જાહેર કરી તસવીરો
તેમણે કહ્યું કે સ્નાન કરવા જતી વખતે બેરિકેડિંગ અને પોન્ટૂન બ્રિજ પર ધીરજ રાખો અને ઉતાવળ અને ધક્કામુક્કી બચો. તેમણે જણાવ્યું હતું કે શ્રદ્ધાળુઓને વિનંતી કરવામાં આવે છે કે તેઓ સંગમ ઘાટ પર જ્યાં પહોંચે છે તે ઘાટ પર સ્નાન કરે. ભક્તોએ એક જ જગ્યાએ સાથે ન રહેવું જોઈએ અને કોઈ પણ સ્થિતિમાં આવતા-જતા શ્રદ્ધાળુઓએ સામસામે ન આવવું જોઈએ. તેમજ મેળામાં અફવાઓથી બચો અને સોશિયલ મીડિયા પર ફેલાયેલી કોઈપણ ભ્રમને સાચી ન માનો