Maha Kumbh 2025 Viral Girl Monalisa: પ્રયાગરાજમાં મહા કુંભ મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ મેળામાં કરોડો લોકો શ્રદ્ધાની ડૂબકી લગાવવા માટે પહોંચી રહ્યા છે. મેળાના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર દરરોજ સામે આવી રહ્યા છે. તાજેતરમાં રુદ્રાક્ષની માળા વેચતી એક છોકરી સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી. મળતી માહિતી મુજબ, આ છોકરી મધ્યપ્રદેશના ઇન્દોરની રહેવાસી છે. મોનાલિસા નામની આ છોકરીના વાયરલ થવા પાછળનું કારણ તેની સુંદર આંખો છે. વાયરલ છોકરીની સુંદરતા હવે તેના માટે સમસ્યાઓ ઉભી કરી રહી છે.
કોણ છે મોનાલિસા વાઇરલ ગર્લ?
મહાકુંભમાં સૌથી સુંદર સાધ્વીનો વાયરલ વીડિયો તમે જોયો જ હશે ત્યારબાદ હવે મધ્યપ્રદેશની મોનાલિસા તેની સુંદરતાને કારણે ચર્ચામાં છે. ‘બ્રાઉન બ્યુટી’ તરીકે જાણીતી આ છોકરી મહાકુંભમાં માળા વેચતી જોવા મળી હતી. કોઈએ તેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. આ પછી આ વીડિયોને 15 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા હતા. પછી શું હતું વીડિયો વાયરલ થતાં જ લોકો મોનાલિસાને શોધવા કુંભ પહોંચવા લાગ્યા હતા.
મોનાલિસા માટે કામ કરવું મુશ્કેલ બન્યું
વાયરલ થયા પછી પણ મોનાલિસા કુંભમાં માળા વેચી રહી હતી. પણ તેની આસપાસ હંમેશા લોકોની ભીડ રહેતી હતી. યુટ્યુબર્સ તેની સાથે વીડિયો બનાવવા આવવા લાગ્યા હતા. જેના કારણે મોનાલિસા પોતાનું કામ કરી શકતી ન હતી.
આ સમય દરમિયાન જ્યારે પણ તે માળા વેચવા જતી ત્યારે તે માસ્ક અને ચશ્મા પહેરતી જેથી લોકો તેને ઓળખી ન શકે. પરંતુ તેમ છતાં લોકો તેની સાથે સેલ્ફી લેવાનું અને વીડિયો બનાવવાનું છોડતા ન હતા.
આ બધાથી કંટાળીને મોનાલિસા કુંભ છોડીને ઝુસી વિસ્તારમાં તેના પરિવાર પાસે આવી ગઈ છે. મોનાલિસાનો પરિવાર અહીં બનેલી ઝૂંપડમાં રહે છે. મળતી માહિતી મુજબ પિતાએ મોનાલિસાને ઘરે પાછી મોકલી દીધી છે, જ્યારે બંને બહેનો હજુ પણ કુંભમાં માળા વેચી રહી છે.





