Maharashtra Elections: મહારાષ્ટ્રને મળશે પ્રથમ મહિલા મુખ્યમંત્રી? શરદ પવારે વ્યક્ત કરી પોતાની ઈચ્છા

Maharashtra Assembly Elections 2024: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024 માટે રાજકીય પક્ષોએ મુખ્યમંત્રી ઉમેદવારનું નામ જાહેર કર્યા નથી. એનસીપી નેતા શરદ પવારે કહ્યું કે આજે ગ્રામ પંચાયતથી લઈને લોકસભા સુધી મહિલાઓની ભાગીદારી વધી છે. હવે, હું મહારાષ્ટ્રમાં એક મહિલા મુખ્યમંત્રીને જોવા માંગુ છું. ’

Written by Ajay Saroya
November 16, 2024 11:48 IST
Maharashtra Elections: મહારાષ્ટ્રને મળશે પ્રથમ મહિલા મુખ્યમંત્રી? શરદ પવારે વ્યક્ત કરી પોતાની ઈચ્છા
શરદ પવાર - photo - ANI

Maharashtra Assembly Elections 2024: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. બંરાજકીય ગઠબંધનો વચ્ચે જોરદાર લડાઈ ચાલી રહી છે. મહા વિકાસ આઘાડી અને મહાયુતિએ રાજ્યમાં મુખ્યમંત્રી ચહેરાની ઘોષણા કરી નથી. જો કે બંને તરફથી ઈશારામાં વાતો થઈ રહી છે. એનસીપી-એસસીપી નેતા શરદ પવારે મહારાષ્ટ્રમાં મહિલા મુખ્યમંત્રીની ઇચ્છા વ્યક્ત કરી છે. આ પછી રાજકીય વર્તુળોમાં ચર્ચા જાગી છે.

લોકમત ટાઇમ્સની રિપોર્ટ મુજબ શિરુર તાલુકાના વડગાંવ રાસાઇમાં એનસીપી-એસસીપી જૂથના ઉમેદવાર અશોક પવાર માટે પ્રચાર કરતા શરદ પવારે જણાવ્યું હતું કે, “મહારાષ્ટ્રે અમારા કાર્યકાળ દરમિયાન મહિલાઓ માટે 30 ટકા પદ અનામત રાખવાનો ઐતિહાસિક નિર્ણય લીધો હતો. આ નિર્ણય સમગ્ર દેશમાં અપનાવવામાં આવ્યો હતો. આજે ગ્રામ પંચાયતથી લઈને લોકસભા સુધી મહિલાઓની ભાગીદારી વધી છે. હવે, હું મહારાષ્ટ્રમાં એક મહિલા મુખ્યમંત્રીને જોવા માંગુ છું. ’

મહારાષ્ટ્રમાં કોઈ મહિલા મુખ્યમંત્રી બન્યા નથી

મહારાષ્ટ્રમાં ગત વિધાનસભા ચૂંટણીની વાત કરીએ તો 3 હજાર 237 ઉમેદવારોએ ચૂંટણી લડી હતી, જેમા 235 મહિલા ઉમેદવાર હતી. તેમાંથી 24 મહિલાઓ જીતી હતી. મહારાષ્ટ્રમાં હજુ સુધી કોઇ પણ મહિલાને સીએમ કે ડેપ્યુટી સીએમ બનવાની તક મળી નથી. 1962થી 1919 સુધીમાં 1685 મહિલાઓ ચૂંટણી લડી હતી પરંતુ માત્ર 165 મહિલાઓ જ જીતી શકી હતી.

બીબીસીના રિપોર્ટ અનુસાર, મહિલાઓ સીએમ પદથી ઘણી દૂર છે, તેમને રાજ્યમાં કોઈ મોટું મંત્રાલય પણ આપવામાં આવતું નથી. મહિલાઓ ભાગ્યે જ મંત્રીમંડળનો હિસ્સો બને છે અને તેમને ફક્ત મહિલાઓ અથવા પ્રવાસનને લગતા મંત્રાલય આપવામાં આવે છે.

કોંગ્રેસ નેતા યશોમતિ ઠાકુરના જણાવ્યા અનુસાર, રાજકારણમાં પોતાનું સ્થાન બનાવવા માટે મહિલાઓને ઘણી મહેનત કરવી પડે છે. જ્યારે હું પહેલી વાર વિધાનસભામાં ચૂંટાણી હતી ત્યારે મારો ફોટો ક્યારેય કોઈ બેનરમાં મૂકવામાં આવ્યો ન હતો.

તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રના રાજકારણમાં જ્યારે પણ મહિલા મુખ્યમંત્રી પદની ચર્ચા શરૂ થાય છે ત્યારે એનસીપીના એસસીપીથી સુપ્રિયા સુલે, ભારતીય જનતા પાર્ટીમાંથી પંકજા મુંડે, શિવસેના તરફથી રશ્મિ ઠાકરે અને કોંગ્રેસ તરફથી વર્ષા ગાયકવાડ કે યશોમતી ઠાકુર જેવા નેતાઓના પહેલા નામ લેવામાં આવે છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ