Maharashtra Election Result 2024, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પરિણામ 2024 : મહારાષ્ટ્રના ચૂંટણી વલણો મુજબ મહાયુતિ ગઠબંધન મોટી જીત તરફ આગળ વધી રહ્યું છે. મહારાષ્ટ્રમાં મહાયુતિ ગઠબંધન 215 સીટો પર આગળ ચાલી રહ્યું છે, જ્યારે મહા વિકાસ અઘાડી 61 સીટો પર આગળ ચાલી રહ્યુ છે. આ દરમિયાન પહેલી પ્રતિક્રિયા શિવસેના ઉદ્ધવ જૂથ તરફથી આવી છે.
સમગ્ર મશીનરી પોતાના કબજામાં લઈ લીધી- સંજય રાઉત
શિવસેના ઉદ્ધવ જૂથના નેતા સંજય રાઉતે સરકાર પર મોટો આરોપ લગાવતા કહ્યું છે કે તેમણે આખી મશીનરીને પોતાના હાથમાં લઇ લીધી છે. આ જનતાનો ચુકાદો નથી. સંજય રાઉતે કહ્યું કે કંઈકના કંઇક તો ગરબડ છે. શિંદેના તમામ ઉમેદવારો કેવી રીતે જીતી શકે? સંજય રાઉતે પૂછ્યું કે લોકો વિશ્વાસઘાત કેવી રીતે સ્વીકારી શકે છે અને આ પરિણામ અમને સ્વીકાર્ય નથી. આ જનતાનો ચુકાદો નથી.
સંજય રાઉતે ગૌતમ અદાણીનો ઉલ્લેખ કર્યો
સંજય રાઉતે કહ્યું કે અમે આ પરિણામોને સ્વીકારતા નથી. અમે આ સ્વીકારવા તૈયાર નથી કે આ લોકોનો જનાદેશ છે. જનતાનું મન કઈ દિશામાં જઈ રહ્યું છે તે અમે જાણતા હતા. પરંતુ બે દિવસ પહેલા ગૌતમ અદાણી સામે લાંચ કેસમાં ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું હતું, જેમાં ભાજ ખુલ્લી પડી ગઇ હતી. તેનાથી ધ્યાન ભટકાવવા માટે આ કરવામાં આવ્યું છે અને આ યોજના ઘણા સમય પહેલા બનાવવામાં આવી હતી.
આ પણ વાંચો – મહારાષ્ટ્ર ચૂંટણી પરિણામ અહીં જુઓ
સંજય રાઉતના નિવેદન પર ભાજપની પ્રતિક્રિયા
સંજય રાઉતના નિવેદન પર ભાજપના નેતા પ્રવિણ દરેકરે કહ્યું કે સંજય રાઉતે પોતાનું વિમાન જમીન પર ઉતારવાની જરૂર છે. જ્યારે રાજ્ય અને કેન્દ્રમાં ભાજપની સરકાર બનશે ત્યારે મહારાષ્ટ્ર વધુ પ્રગતિ કરશે. આ જ કારણ છે માટે જનતાએ અમને વોટ આપ્યો છે. હું ખાસ કરીને રાજ્યની પ્રિય બહેનોનો આભાર માનું છું. મને લાગે છે કે મુખ્યમંત્રી ભાજપના હશે.
મહારાષ્ટ્રના વલણો અંગે ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ ભાટિયાએ જણાવ્યું હતું કે ભાજપ-એનડીએ-મહાયુતિ હેટ્રિક કરવા જઈ રહી છે. અમે મહારાષ્ટ્રની સાથે સાથે ઝારખંડ પણ જીતી રહ્યા છીએ. અમે ઉત્તર પ્રદેશ (વિધાનસભાની પેટાચૂંટણી)માં પણ જીતી રહ્યા છીએ. આ સ્પષ્ટ બતાવે છે કે લોકો કેવી રીતે આશીર્વાદ આપી રહ્યા છે. તે કહેવું ખોટું નહીં હોય – અમે એક છીએ અને સલામત છીએ. પરંતુ અમને એ જોઇને ગર્વ થઇ રહ્યો છે કે અમને લોકોના આશીર્વાદ વારંવાર મળી રહ્યા છે.