Maharashtra Encounter, મહારાષ્ટ્ર એન્કાઉન્ટર : મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં નક્સલવાદીઓ સાથે પોલીસનું મોટું એન્કાઉન્ટર થયું છે. પોલીસે 12 નક્સલીઓને ઠાર કર્યા છે. પોલીસને ઈનપુટ મળ્યા હતા કે નક્સલવાદીઓ જંગલમાં છુપાયેલા છે, ત્યારબાદ જ તેમને ઘેરી લેવામાં આવ્યા અને એન્કાઉન્ટર શરૂ થયું. અત્યાર સુધીમાં 12 નક્સલવાદી માર્યા ગયા છે, આંકડો હજુ વધી શકે છે.
ગઢચિરોલીમાં આ પહેલા પણ ઘણી નક્સલવાદી ઘટનાઓ બની છે, અહીં પણ આવા જ એન્કાઉન્ટરમાં ઘણા નક્સલવાદીઓ માર્યા ગયા છે. અહીં સુરક્ષા દળો અને પોલીસ હંમેશા તૈયાર રહે છે. હવે આ ક્રમમાં 12 નક્સલવાદીઓ માર્યા ગયા છે. કહેવામાં આવી રહ્યું છે કે બે પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા છે, પરંતુ તેઓ ખતરાની બહાર છે. આ જ ઓપરેશન દરમિયાન નક્સલવાદીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો મળી આવ્યા હતા.
ગૃહમંત્રી અમિત શાહે શું કહ્યું?
એક તરફ મહારાષ્ટ્રમાં નક્સલવાદીઓનો સફાયો થઈ રહ્યો છે તો છત્તીસગઢમાં પણ તેઓ તેમના ખાત્મા તરફ આગળ વધ્યા છે. ખુદ ગૃહમંત્રી અમિત શાહે ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા છત્તીસગઢમાં નક્સલવાદને લઈને મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે આજે તે માત્ર ત્રણ જિલ્લા પૂરતું મર્યાદિત છે.
આ પણ વાંચોઃ- Chandipura Virus: ચાંદીપુરા વાયરસ કોરોના કરતા ખતરનાક, ગુજરાતમાં 14 બાળકના મોતથી હાહાકાર, જાણો ક્યા કેટલા કેસ નોંધાયા
જ્યારે કોંગ્રેસ પાર્ટી છત્તીસગઢમાં સત્તામાં હતી ત્યારે લડાઈને વેગ મળતા થોડો સમય લાગ્યો હતો. હવે અમે એવી જગ્યાએ પહોંચી ગયા છીએ જ્યાં પાંચ મહિનામાં 125 નક્સલવાદીઓ માર્યા ગયા છે. 350એ આત્મસમર્પણ કર્યું છે અને 250ની ધરપકડ કરવામાં આવી છે. શાહે કહ્યું હતું કે નક્સલવાદ બે વર્ષથી વધુ ચાલશે નહીં.