આ રાજ્યમાં ગાયને રાજ્યમાતા જાહેર કરવામાં આવી, સરકારે જાહેર કર્યો આદેશ

maharashtra government : સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય સંસ્કૃતિ અને વૈદિક કાળમાં ગાયના મહત્વને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે

Written by Ashish Goyal
September 30, 2024 16:00 IST
આ રાજ્યમાં ગાયને રાજ્યમાતા જાહેર કરવામાં આવી, સરકારે જાહેર કર્યો આદેશ
cow as Rajya Mata : મહારાષ્ટ્ર સરકારે ગાયને રાજ્યમાતા જાહેર કરી છે (ફાઇલ ફોટો)

cow as Rajya Mata : મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકારે વિધાનસભા ચૂંટણી પહેલા મોટો નિર્ણય કર્યો છે. સરકારે ગાયને રાજ્યમાતા જાહેર કરી છે. સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય સંસ્કૃતિ અને વૈદિક કાળમાં ગાયના મહત્વને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. કહેવામાં આવ્યું છે કે દેશી ગાયનું દૂધ માનવ વપરાશ માટે યોગ્ય છે. આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ, પંચગવ્ય સારવાર પદ્ધતિ, ગૌમૂત્ર સજીવ ખેતી પદ્ધતિમાં તેનું ખૂબ મહત્વ છે. તેને ધ્યાનમાં રાખીને સરકારે હવેથી ગાયને રાજ્યમાતા જાહેર કરી છે.

તમને જણાવી દઈએ કે ભારતમાં ગાયને માતાનો દરજ્જો મળલો છે. હિન્દુ ધર્મમાં ગાયની પૂજા કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં એવું માનવામાં આવે છે કે ગાયમાં તમામ દેવી-દેવતાઓનો નિવાસ હોય છે. આને ધ્યાનમાં રાખીને ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ છેલ્લા ઘણા સમયથી થઈ રહી છે. હિન્દુ સંગઠનો દ્વારા સમયાંતરે આ માંગ કરવામાં આવે છે.

આ પણ વાંચો – પીએમ મોદીએ જમ્મુમાં કહ્યું – આતંકવાદીઓને પણ ખબર છે કે મોદી તેમને પાતાળમાંથી શોધી કાઢશે

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે દેશી ગાય આપણા ખેડૂતો માટે વરદાન છે, તેથી અમે તેને આ દરજ્જો (રાજ્યમાતા) આપવાનું નક્કી કર્યું છે. અમે દેશી ગાયના પોષણ અને ઘાસચારા માટે મદદ કરવાનો નિર્ણય કર્યો છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ