પ્રચંડ બહુમતી, રેકોર્ડ જીત, છતા પણ મહારાષ્ટ્રને પોતાના મુખ્યમંત્રી કેમ મળી રહ્યા નથી?

Maharashtra CM : મહાયુતિને મહારાષ્ટ્રમાં મોટી જીત મળી પરંતુ મુખ્યમંત્રીના ચહેરા પર હજુ સુધી નિર્ણય લેવાયો નથી. અત્યાર સુધી રાજ્યપાલે કોઇને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું નથી

Written by Ashish Goyal
December 02, 2024 21:52 IST
પ્રચંડ બહુમતી, રેકોર્ડ જીત, છતા પણ મહારાષ્ટ્રને પોતાના મુખ્યમંત્રી કેમ મળી રહ્યા નથી?
દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે - photo - x

Maharashtra New CM News : મહાયુતિને મહારાષ્ટ્રમાં મોટી જીત મળી પરંતુ મુખ્યમંત્રીના ચહેરા પર હજુ સુધી નિર્ણય લેવાયો નથી. શપથ ગ્રહણની તારીખ જાહેર થઈ ગઈ છે અને 5 ડિસેમ્બરે મુંબઈના આઝાદ મેદાનમાં થશે. અજિત પવાર આ સમયે મહારાષ્ટ્રની મહાયુતિમાં સૌથી વધુ કેઝ્યુઅલ દેખાઈ રહ્યા છે અને તેમનું ડેપ્યુટી સીએમ બનવાનું નક્કી મનાય છે. પરંતુ એકનાથ શિંદે અસહજતા અનુભવી રહ્યા છે. તેઓ ફરીથી સીએમ ન બનવાથી ખુશ નથી.

એનસીપીના સાંસદ પ્રફુલ્લ પટેલે ગયા અઠવાડિયે દિલ્હીમાં તેમના સરકારી નિવાસસ્થાને એક લંચ આપ્યું હતું. આ ઘટનાક્રમ મહારાષ્ટ્રના રાજકારણમાં આવેલા પરિવર્તનને ઉજાગર કરે છે. અજિત પવાર, તેમના પત્ની સુનેત્રા અને તેમના પુત્ર પાર્થ અને એનસીપીના સાંસદ સુનિલ તટકરે બેઠકમાં હાજર હતા. માનવામાં આવી રહ્યું છે કે અજિત પવાર મહારાષ્ટ્રની નવી સરકારમાં નાયબ મુખ્યમંત્રી બનશે.

શપથવિધિની તારીખ જાહેર, પરંતુ મુખ્યમંત્રીનો નિર્ણય નહીં

મહારાષ્ટ્રમાં મહાયુતિ ગઠબંધને 288માંથી 236 બેઠકો જીતી હતી. જોકે નવી સરકારની રૂપરેખા હજુ નક્કી કરવામાં આવી નથી. અત્યાર સુધી રાજ્યપાલે કોઇને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું નથી. આ દરમિયાન અજિત પવારે દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી પદ માટે પોતાનું સમર્થન આપ્યું છે. બીજી તરફ એકનાથ શિંદેએ કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સીએમ પદ પર જે પણ નિર્ણય લેશે, તે તેનું પાલન કરશે.

ભાજપ મોટો પ્રયોગ ન કરી શકે!

લોકો આશા વ્યક્ત કરી રહ્યા છે કે ભાજપ મહારાષ્ટ્રમાં રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ જેવી ફોર્મ્યુલા અપનાવી શકે છે, જ્યાં તે નવું નેતૃત્વ આપી શકે છે. જોકે મહારાષ્ટ્રની સ્થિતિ અલગ છે. મહારાષ્ટ્રના ત્રણેય પક્ષો અને અમલદારોને નિયંત્રણ રાખવા માટે એક અનુભવી ચહેરાની જરૂર પડશે. આવી સ્થિતિમાં દેવેન્દ્ર ફડણવીસ આ બધામાં ફિટ બેસે છે. મહારાષ્ટ્રમાં આરએસએસ પણ દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી બનાવવાની વકાલત કરી રહ્યું છે.

આ પણ વાંચો – મહારાષ્ટ્રમાં રૂપાણી અને સીતારમણને સોંપાઈ મોટી જવાબદારી, એકનાથ શિંદેની આજની તમામ બેઠકો રદ

મુંબઈના એક રાજકીય પત્રકાર જણાવે છે કે ફડણવીસની વિરુદ્ધમાં એક જ વાત જાય છે, તે છે તેમની જાતિ. મુખ્યમંત્રી તરીકે બ્રાહ્મણ ફડણવીસ અને મરાઠા શિંદે અને અજિત પવાર ડેપ્યુટી સીએમ તરીકે હોવાથી – આ દૃશ્યને સૌથી વધુ સંભવિત માનવામાં આવે છે. વિધાનસભા ચૂંટણીમાં પોતાની તરફેણમાં એકજૂથ થયેલા ઓબીસીને ભાજપે સમાવવા પડશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મરાઠા ચહેરા વિનોદ તાવડે જેવા નેતાઓ પાસેથી સલાહ લીધી હતી કે ફડણવીસનો મરાઠા સમુદાય પર શું પ્રભાવ પડશે.

સંસદીય સંખ્યાબળ (48 લોકસભા બેઠકો)ની દ્રષ્ટિએ દેશના બીજા સૌથી મોટા રાજ્યના મુખ્યમંત્રીનું પદ ફરી એકવાર ફડણવીસને રાષ્ટ્રીય સ્તરે માન્યતા આપી શકે છે. યુપીમાં તેમને યોગી આદિત્યનાથની બરાબરી ઓળખ થઇ શકે છે.

એકનાથ શિંદે બીમાર હોવાનું કહીને પોતાના ગામ ચાલ્યા ગયા હતા. જોકે તેઓ ગૃહમંત્રાલય માટે સોદાબાજી કરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ તેઓ એટલા બુદ્ધિશાળી છે કે તેમને ખબર છે કે ભાજપ આ વિભાગ છોડશે નહીં. જ્યારે ફડણવીસ રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે આ વિભાગ તેમની પાસે હતો.

એકનાથ શિંદે પાસે બહુ વિકલ્પ નથી

જોકે એકનાથ શિંદે જાણે છે કે તેમની પાસે હવે વધારે વિકલ્પ નથી. દિલ્હીમાં કેન્દ્રીય મંત્રીમંડળમાં જોડાવું અથવા નવી સરકારને બહારથી ટેકો આપવો એ કોઈ વિકલ્પ નથી. મહારાષ્ટ્રમાં સત્તાથી બહાર થવું એટલે લોકોના મન ગુમાવવા જેવું છે. સરકારની રચનાની પ્રક્રિયામાં વિલંબ કરીને તેઓ શરદ પવાર બાદ પોતાને સૌથી મોટા મરાઠા નેતા તરીકે પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ પણ કરી રહ્યા છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ