Maharashtra Portfolio Announcement Updates : મહારાષ્ટ્રમાં વિભાગોની વહેંચણી કરવામાં આવી છે. સીએમ દેવેન્દ્ર ફડણવીસે ગૃહ મંત્રાલય પોતાની પાસે રાખ્યું છે. ફડણવીસે ગૃહ મંત્રાલય ઉપરાંત કાયદો અને ન્યાય વિભાગ, સામાન્ય વહીવટ વિભાગ તેમજ માહિતી અને પ્રચાર વિભાગ પણ પોતાની પાસે રાખ્યા છે. ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેને અર્બન ડેવલપમેન્ટ, હાઉસિંગ અને પબ્લિક વર્કસ (પબ્લિક એન્ટરપ્રાઇઝ) જેવા પોર્ટફોલિયો સોંપવામાં આવ્યા છે. આ સાથે ડેપ્યુટી સીએમ અજીત પવારને નાણાં વિભાગ અને આયોજન વિભાગનો હવાલો સોંપવામાં આવ્યો છે.
સીએમ ફડણવીસ, ડેપ્યુટી સીએમ એકનાથ શિંદે અને અજિત પવારે 5 ડિસેમ્બરે શપથ લીધા હતા અને 15 ડિસેમ્બરે શિયાળુ સત્ર પહેલા 39 મંત્રીઓએ શપથ લીધા હતા.
કોને કયા મંત્રાલય મળ્યા
ચંદ્રશેખર બાવનકુલેને મહેસૂલ વિભાગની જવાબદારી મળી છે. ધનંજય મુંડેને અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ, પંકજા મુંડેને પર્યાવરણ અને પશુપાલન વિભાગ, ઉદય સામંતને ઉદ્યોગ વિભાગ, માણિકરાવ કોકાટેને કૃષિ વિભાગ અને જયકુમાર ગોરે પાસે ગ્રામીણ વિકાસ વિભાગનો હવાલો રહેશે.
આ પણ વાંચો – કુવૈતમાં શું કામ કરી રહ્યા છે ભારતીયો? દર વર્ષે ઇન્ડિયા મોકલાવે છે આટલા રુપિયા
ગુલાબરાવ પાટિલને પાણી પુરવઠા વિભાગ, અદિતિ તટકરેને મહિલા અને બાળ વિકાસ વિભાગ અને સંજય શિરસાટને સામાજિક ન્યાય વિભાગ આપવામાં આવ્યો છે.
ચંદ્રકાંત પાટીલને ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણનો હવાલો, ગણેશ નાયકને વન વિભાગનો હવાલો અને દાદા ભુસેને શાળા શિક્ષણનો હવાલો સોંપાયો છે. રાધાકૃષ્ણ વિખે પાટીલને જળ સંસાધન અને હસન મુશરીફને મેડિકલ એજ્યુકેશનનો હવાલો સોંપાયો છે.
| મંત્રાલય | નેતા |
| ગૃહ મંત્રાલય | દેવેન્દ્ર ફડણવીસ |
| નાણાં મંત્રાલય | અજીત પવાર |
| શહેરી વિકાસ મંત્રાલય | એકનાથ શિંદે |
| મહેસૂલ મંત્રાલય | ચંદ્રશેખર બાવનકુલે |
| ઉદ્યોગ મંત્રાલય | ઉદય સામંત |
| ઉચ્ચ શિક્ષણ | ચંદ્રકાન્ત પાટીલ |
| વન મંત્રાલય | ગણેશ નાયક |
| પર્યાવરણ મંત્રાલય | પંકજા મુંડે |
| તબીબી શિક્ષણ | હસન મુશરીફ |
| પાણી પુરવઠો | ગુલાબરાવ પાટીલ |
| જળ સંસાધન મંત્રાલય | રાધા કૃષ્ણ વિખે પાટીલ |
| શાળા શિક્ષણ મંત્રી | દાદા ભુસે |
| આદિજાતિ વિકાસ મંત્રાલય | અશોક વિખે |
| પરિવહન મંત્રાલય | પ્રતાપ સરનાઈક |
| ખાદ્ય પુરવઠો | ધનંજય મુંડે |
| ઓબીસી વિકાસ મંત્રાલય | અતુલ સાવે |
| સામાજિક ન્યાય વિભાગ | સંજય શિરસાટ |
| રોજગાર | ભારત ગોગાવલે |
| રાહત અને પુનર્વસન | મકરંદ પાટીલ |
| મત્સ્યપાલન અને બંદરગાહ | નિતેશ રાણે |
| મજૂર | આકાશ ફુંડકર |
| સહયોગ | બાબાસાહેબ પાટીલ |
| જાહેર આરોગ્ય અને પરિવાર કલ્યાણ | પ્રકાશ અબિટકર |
S
| રાજ્ય મંત્રી | વહેંચણી |
| માધુરી મિસાલ | સામાજિક ન્યાય, લઘુમતી વિકાસ અને બંદોબસ્તી, તબીબી શિક્ષણ મંત્રાલય |
| આશિષ જયસ્વાલ | નાણાં અને આયોજન, કાયદો અને ન્યાય |
| મેઘના બોર્ડીકર | જાહેર આરોગ્ય, પરિવાર કલ્યાણ, પાણી પુરવઠો |
| ઈન્દ્રનીલ નાઈક | ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ, આદિજાતિ વિકાસ અને પ્રવાસન |
| યોગેશ કદમ | ગૃહરાજ્ય શહેર |
| પંકજ ભોયર | આવાસ |
આમ જોવા જઈએ તો મહાયુતિને આ સર્વસંમતિ સુધી પહોંચવામાં ઘણા દિવસો લાગ્યા છે. લગભગ એક મહિના પછી મંત્રાલયોની વહેંચણી થઇ છે.





