મહારાષ્ટ્રમાં કોણ મારશે બાજી મહાયુતિ કે MVA ? વોટિંગ પહેલા સર્વએ ચોંકાવ્યા, જાણો સૌથી મનપસંદ સીએમ ચહેરો?

maharashtra election 2024 : રાજ્યમાં મહા વિકાસ આઘાડી અને મહાયુતિ વચ્ચે સ્પર્ધા છે. હવે એક સર્વે બહાર આવ્યો છે. જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે મહારાષ્ટ્રમાં મહાયુતિની સરકાર વાપસી કરી શકે છે.

Written by Ankit Patel
November 11, 2024 06:44 IST
મહારાષ્ટ્રમાં કોણ મારશે બાજી મહાયુતિ કે MVA ? વોટિંગ પહેલા સર્વએ ચોંકાવ્યા, જાણો સૌથી મનપસંદ સીએમ ચહેરો?
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી - photo - Jansatta

Maharashtra Election Survey: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે 20 નવેમ્બરે તમામ 288 બેઠકો પર મતદાન થશે. આ પછી, 23 નવેમ્બરે ઝારખંડ અને અન્ય પેટાચૂંટણીઓની સાથે મહારાષ્ટ્રમાં પરિણામ જાહેર કરવામાં આવશે. રાજ્યમાં મહા વિકાસ આઘાડી અને મહાયુતિ વચ્ચે સ્પર્ધા છે. હવે એક સર્વે બહાર આવ્યો છે. જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે મહારાષ્ટ્રમાં મહાયુતિની સરકાર વાપસી કરી શકે છે.

રાજ્યની વિધાનસભાની ચૂંટણી પહેલા કરવામાં આવેલા મેટરાઇઝ સર્વે અનુસાર, ભાજપની આગેવાની હેઠળના મહાયુતિ ગઠબંધનને રાજ્યમાં સ્પષ્ટ લીડ મળતી જોવા મળી રહી છે. સર્વેમાં અનુમાન લગાવવામાં આવ્યું છે કે મહાયુતિને 145થી 165 બેઠકો મળી શકે છે, જ્યારે વિપક્ષ મહાવિકાસ અઘાડી (MVA)ને માત્ર 106થી 126 બેઠકો મળવાની શક્યતા છે.

ભાજપની આગેવાની હેઠળના ગઠબંધનને 47 ટકા વોટ શેર મળવાની ધારણા છે, જ્યારે કોંગ્રેસના નેતૃત્વમાં ગઠબંધનને 41 ટકા વોટ શેર મળવાની સંભાવના છે. સર્વે અનુસાર, ભાજપને પશ્ચિમ મહારાષ્ટ્ર, વિદર્ભ અને થાણે-કોંકણ પ્રદેશોમાં ભારે જનસમર્થન મળી રહ્યું છે, જ્યાં તેને અનુક્રમે 48%, 48% અને 52% મત મળવાની સંભાવના છે.

આ પણ વાંચોઃ- Canada Study Permit: કેનેડા માટે સ્ટડી પરમિટ મેળવવી મુશ્કેલ થઇ, SDS પ્રોગ્રામ બંધ કર્યો, ભારતીય વિદ્યાર્થીઓને મોટી અસર

મહારાષ્ટ્રમાં મુખ્યપ્રધાન પદ માટે એકનાથ શિંદે સૌથી વધુ પસંદગીનો ચહેરો છે. એક સર્વેક્ષણમાં, 40% લોકોએ શિંદેને સીએમ તરીકે ટેકો આપ્યો, જ્યારે 21% લોકોએ ઉદ્ધવ ઠાકરેને પસંદ કર્યો અને 19% લોકોએ દેવેન્દ્ર ફડણવીસને તેમના પ્રિય સીએમ ચહેરા તરીકે પસંદ કર્યા. મહારાષ્ટ્રમાં ભાજપની આગેવાની હેઠળના ગઠબંધનને મોટાભાગના વિસ્તારોમાં ભારે સમર્થન મળી રહ્યું છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ