મૈથિલી ઠાકુર સૌથી નાની ઉંમરની ધારાસભ્ય બની, જાણો તેના વિશે A ટુ Z માહિતી

Maithili Thakur Youngest MLA: માત્ર 25 વર્ષની ઉંમરે અલીનગર વિધાનસભા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતી મૈથિલી ઠાકુર બિહારની સૌથી નાની ઉંમરની ધારાસભ્ય બની ગઈ છે. તે 11,730 મતોના માર્જિનથી જીતી ગઈ છે.

Written by Rakesh Parmar
Updated : November 14, 2025 18:33 IST
મૈથિલી ઠાકુર સૌથી નાની ઉંમરની ધારાસભ્ય બની, જાણો તેના વિશે A ટુ Z માહિતી
મૈથિલી ઠાકુર બિહારની સૌથી નાની ઉંમરની ધારાસભ્ય બની ગઈ છે. (તસવીર: Instagram)

Maithili Thakur: માત્ર 25 વર્ષની ઉંમરે અલીનગર વિધાનસભા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતી મૈથિલી ઠાકુર બિહારની સૌથી નાની ઉંમરની ધારાસભ્ય બની ગઈ છે. તે 11,730 મતોના માર્જિનથી જીતી ગઈ છે. જોકે તેણીની ખ્યાતિ રાજકારણમાં પ્રવેશ્યા પહેલા જ શરૂ થઈ ગઈ હતી. મૈથિલીનો જન્મ એક સંગીતમય પરિવારમાં થયો હતો. તેના દાદા અને પિતાએ તેણીને મૈથિલી લોક સંગીત, હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત, તેમજ હાર્મોનિયમ અને તબલા વગાડવાની તાલીમ આપી હતી. તેણીની અસાધારણ પ્રતિભાને ઓળખીને તેના પિતાએ પરિવારને દિલ્હીના દ્વારકા ખસેડ્યો, જ્યાં મૈથિલીએ 10 વર્ષની ઉંમરે જાગરણ અને વિવિધ સંગીત કાર્યક્રમોમાં પરફોર્મ કરવાનું શરૂ કર્યું.

11 વર્ષની ઉંમરે તેણે “સા રે ગા મા પા લિટલ ચેમ્પ્સ” માં દેખાઈ હતી. 15 વર્ષની ઉંમરે તેણી સોની ટીવી પર “ઇન્ડિયન આઇડલ જુનિયર” માં દેખાઈ હતી. એક વર્ષ પછી 16 વર્ષની ઉંમરે તેણીએ “આઈ જીનિયસ યંગ સિંગિંગ સ્ટાર” સ્પર્ધા જીતી હતી. બાદમાં તેણીએ “રાઇઝિંગ સ્ટાર” માં ભાગ લીધો, જ્યાં તેણી ફક્ત બે મતોના માર્જિનથી રનર-અપ રહી.

maithili thakur profile, મૈથિલી ઠાકુર ફોટો
મૈથિલી ઠાકુરે ભાજપની ટિકીટ મળતા જ જોરશોરથી પ્રચાર કર્યો હતો. (તસવીર: X)

સોશિયલ મીડિયા સાથે તેણીની લોકપ્રિયતા આસમાને પહોંચી ગઈ. મૈથિલીના મ્યુઝિક વીડિયો ફેસબુક અને યુટ્યુબ પર વાયરલ થયા, જેનાથી તેમના લાખો ચાહકો બન્યા. તેમના ભાઈઓ સાથે પર્ફોર્મન્સ આપીને તેમને અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોમાં આમંત્રણ આપવામાં આવ્યું. બિહારના મધુબની જિલ્લાની વતની મૈથિલી અને તેમના ભાઈઓને 2019 માં ચૂંટણી પંચ દ્વારા મધુબની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

જ્યારે તેણે તેના ભાઈઓ ઋષભ અને અયાચી સાથે તુલસીદાસ દ્વારા રચિત રામચરિતમાનસ રજૂ કરવાનું શરૂ કર્યું ત્યારે તેની ખ્યાતિમાં વધારો થયો. તેઓએ ભગવાન રામ અને સીતાને સમર્પિત મૈથિલી લોકગીતો પણ ગાયા. તેમના પ્રદર્શન દ્વારા મધુબની કલા સ્વરૂપોને વધુ પ્રોત્સાહન આપવાનો શ્રેય તેમને જાય છે.

જાણો મૈથિલી ઠાકુરના પરિવારમાં કોણ-કોણ છે, કેટલું ભણેલી છે અને સંપત્તિ વિશે તમામ માહિતી

હવે 25 વર્ષની ઉંમરે મૈથિલી રાજકારણમાં પ્રવેશી છે. 14 ઓક્ટોબરના રોજ તે ઔપચારિક રીતે ભાજપમાં જોડાઈ અને તેને અલીનગર વિધાનસભા મતવિસ્તારમાંથી ટિકિટ આપવામાં આવી. હવે તે આખરે ભાજપ ધારાસભ્ય બની ગઈ છે અને તેના ચાહકો તેને આ જીત પર અભિનંદન આપી રહ્યા છે.

ધારાસભ્ય તરીકે મૈથીલી ઠાકુરનો પગાર

બિહારમાં ધારાસભ્યનો મૂળ પગાર અને ભથ્થા નીચે મુજબ છે: મૂળ પગાર: ₹50,000; ક્ષેત્ર ભથ્થું: ₹55,000; મીટિંગ ભથ્થું: ₹3,000 પ્રતિ દિવસ; PA ભથ્થું: ₹40,000; સ્ટેશનરી ભથ્થું: ₹15,000; કુલ માસિક સરેરાશ કમાણી ₹1.40 લાખથી વધુ થાય છે.

મૈથિલી ઠાકુરની આવક અને કુલ સંપત્તિ

ચૂંટણી પંચને સુપરત કરાયેલા સોગંદનામા મુજબ, મૈથિલી ઠાકુરની જાહેર કરેલી સંપત્તિ અને આવક નીચે મુજબ છે: કુલ સંપત્તિ: રૂ. 3.82 કરોડ; જંગમ સંપત્તિ: રૂ. 3.04 કરોડ; સ્થાવર સંપત્તિ: રૂ. 2.50 કરોડ (દ્વારકા, દિલ્હીમાં ફ્લેટ); ITR (2023-24) માં દર્શાવેલ વાર્ષિક આવક: રૂ. 28,67,350.

આ પણ વાંચો: શું કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન બિહારના નાયબ મુખ્યમંત્રી બનશે?

મૈથિલી ઠાકુરનો અભ્યાસ

મૈથિલીએ પોતાનું પ્રારંભિક શિક્ષણ તેના ગામમાં પૂર્ણ કર્યું, અને પછીથી તેનો આખો પરિવાર દિલ્હી સ્થળાંતરિત થયો, જ્યાં તેણે 12મા ધોરણ સુધી બાલ ભવન ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કર્યો. ત્યારબાદ તેણે દિલ્હી યુનિવર્સિટીની આત્મારામ સનાતન ધર્મ કોલેજમાંથી સ્નાતકની પદવી મેળવી.

મૈથિલી ઠાકુર જાહેર જીવન

લોક ગાયિકા મૈથિલી ઠાકુર તેની સાદગી અને સાંસ્કૃતિક છબી માટે જાણીતી છે. તેની સંગીત યાત્રા, જાહેર જીવન અને વર્તમાન રાજકીય સક્રિયતાએ તેને બહુપક્ષીય વ્યક્તિત્વ બનાવ્યું છે.

મૈથિલી ઠાકુરનો પરિવાર

બિહારના મધુબની જિલ્લાના બેનીપટ્ટી ગામની રહેવાસી મૈથિલીએ સાબિત કર્યું છે કે પ્રતિભા માટે પ્લેટફોર્મ નહીં પણ સખત મહેનતની જરૂર હોય છે. તેના પિતા રમેશ ઠાકુર એક સંગીત શિક્ષક છે અને તેની માતા ભારતી ઠાકુર હાઉસ વાઈફ છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ