જન્માષ્ટમી પર મથુરા-વૃંદાવન પહોંચવાનો પ્લાન છે? આજથી 5 દિવસનો કાર્યક્રમ શરૂ, બાંકે બિહારી મંદિરે એડવાઈઝરી જાહેર

Mathura Vrindavan Janmashtami : મથુરા વૃંદાવન માં જન્માષ્ટમીના કાર્યક્રમો આજથી શરૂ થઈ ગયા છે, જે પાંચ દિવસ ચાલશે. બાંકે બિહારી મંદિરમાં 27 ઓગષ્ટે જન્મોત્સવ ઉજવાશે, જો તમે પણ જવાના હોય તો આ એડવાઈઝરી જાણી લેશો.

Written by Kiran Mehta
August 24, 2024 16:40 IST
જન્માષ્ટમી પર મથુરા-વૃંદાવન પહોંચવાનો પ્લાન છે? આજથી 5 દિવસનો કાર્યક્રમ શરૂ, બાંકે બિહારી મંદિરે એડવાઈઝરી જાહેર
મથુરા વૃંદાવન જન્માષ્ટમી કાર્યક્રમ

Mathura-Vrindavan Janmashtami | મથુરા વૃંદાવન જન્માષ્ટમી : 26 ઓગસ્ટના રોજ દેશભરમાં જન્માષ્ટમીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવશે. જન્માષ્ટમીની ઉજવણીમાં ભાગ લેવા માટે માત્ર ભારતમાંથી જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાંથી ભક્તો કૃષ્ણની નગરી મથુરા પહોંચતા હોય છે. જો તમે પણ જન્માષ્ટમીના અવસર પર મથુરા-વૃંદાવન જવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે કેટલીક મહત્વપૂર્ણ બાબતો જાણવી ખૂબ જ જરૂરી છે.

મથુરા વૃંદાવન માં આજથી શ્રી કૃષ્ણ જન્મોત્સવનો કાર્યક્રમ શરૂ

મથુરામાં શ્રી કૃષ્ણના જન્મસ્થળ પર આજથી જ જન્મજયંતિ સંબંધિત વિવિધ કાર્યક્રમોનો પ્રારંભ થઈ ગયો છે. આ કાર્યક્રમો આવતા સપ્તાહે ગુરુવાર સુધી ચાલશે. શ્રી કૃષ્ણ જન્મસ્થાન સેવા સમિતિએ જણાવ્યું હતું કે, શાસ્ત્રીય મર્યાદાઓ અને પરંપરાઓ અનુસાર, ભાદ્રપદ કૃષ્ણ અષ્ટમી (સોમવાર 26 ઓગસ્ટ 2024) ઉજવવામાં આવશે.

તમે બે દિવસ સુધી જન્માષ્ટમીનો આનંદ માણી શકશો

ન્યૂઝ એજન્સી ભાષા દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, 26 ઓગસ્ટની મધ્યરાત્રિએ મથુરામાં શ્રી કૃષ્ણના જન્મસ્થળ સહિત તમામ મુખ્ય મંદિરોમાં જન્માષ્ટમીનો તહેવાર ઉજવવામાં આવશે, જ્યારે જન્માષ્ટમીનો તહેવાર 2 દિવસ સુધી ઉજવવામાં આવશે. તો 27 ઓગસ્ટની રાત્રે વૃંદાવનના બાંકે બિહારી મંદિરમાં ઉજવવામાં આવશે. આવી સ્થિતિમાં અહીં આવતા ભક્તો બે દિવસ જન્માષ્ટમીનો આનંદ માણી શકશે.

બાંકે બિહારી ટેમ્પલ મેનેજમેન્ટે કરી ખાસ અપીલ

વૃંદાવન સ્થિત બાંકે બિહારી ટેમ્પલ મેનેજમેન્ટે ભક્તોને અપીલ કરી છે કે, જન્માષ્ટમીના અવસર પર નાના બાળકો, વૃદ્ધો, અપંગો અને દર્દીઓને મંદિરમાં ન લાવો અને ભીડનો ભાગ બનવાનું ટાળો. જાહેર એડવાઈઝરીમાં, મેનેજમેન્ટે લોકોને વૃંદાવન આવતા પહેલા ભીડનું મૂલ્યાંકન કરવા કહ્યું અને જો ભીડ વધુ હોય તો, કોઈ અન્ય પ્રસંગે આવવાનું આયોજન કરવું વધુ સારું રહેશે.

26 ઓગસ્ટે કૃષ્ણ જન્મસ્થાન મંદિર 20 કલાક ખુલ્લું રહેશે

શ્રી કૃષ્ણ જન્મસ્થાન સેવા સમિતિના સચિવ કપિલ શર્માએ જણાવ્યું હતું કે, સ્થાનિક લોકો અને શ્રદ્ધાળુઓની સુવિધા માટે જન્માષ્ટમી પર મંદિર 20 કલાક ખુલ્લું રહેશે. સોમવારે ભગવાન શિવની મંગળા આરતી સવારે 5.30 વાગ્યાથી શહેનાઈ અને ઢોલ વગાડવા સાથે જોવા મળશે. ત્યારબાદ સવારે 8.00 કલાકે ભગવાનનો પંચામૃત અભિષેક કરવામાં આવશે.

જન્માભિષેકનો મુખ્ય કાર્યક્રમ રાત્રે 11 વાગ્યે શરૂ થશે અને ભગવાનના જન્મની મહા આરતી રાત્રે 00.10 વાગ્યા સુધી ચાલશે. જન્માષ્ટમીની સાંજે શ્રી કૃષ્ણ લીલા મહોત્સવ સમિતિ દ્વારા ભરતપુર દરવાજાથી પરંપરાગત શોભાયાત્રા કાઢવામાં આવશે, જે હોલીગેટ, છટ્ટા બજાર, સ્વામી ઘાટ, ચોક બજાર, મંડી રામદાસ, દેગ ગેટ થઈ શ્રી કૃષ્ણ જન્મસ્થળ પહોંચશે.

જૂતા અને ચપ્પલ સંબંધિત ખાસ અપીલ

શ્રી કૃષ્ણ જન્મસ્થાન સેવા સંસ્થાન દ્વારા શ્રદ્ધાળુઓને અપીલ કરવામાં આવી છે કે, તેઓ તેમના પગરખા, ચપ્પલ, બેગ વગેરે રોકાણના સ્થળે છોડી દે, કારણ કે સોમવારે ગોવિંદ નગર સ્થિત ઉત્તરી દરવાજાથી શ્રી કૃષ્ણ જન્મસ્થાનમાં પ્રવેશ મળશે અને પૂર્વીય એટલે કે મુખ્ય દ્વારથી બહાર નીકળાશે. બાંકે બિહારી મંદિરના મેનેજમેન્ટે કહ્યું છે કે, મંદિરના પ્રવેશ અને બહાર નીકળવાના દરવાજા અલગ છે, તેથી જૂતા અને ચપ્પલ પહેરીને ન આવો, કારણ કે, એકવાર તમે મંદિરમાંથી બહાર નીકળ્યા પછી, પગરખાં અને ચપ્પલ લેવા માટે ફરીથી ત્યાં પહોંચવું અશક્ય થઈ શકે છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ