/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/bryan-johnson-43.jpg)
ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ યુઝર્સ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) ફિચરનો ઉપયોગ કરી શકશે.
Meta will launch AI Chatbots Features: સોશિયલ મીડિયા યુઝર્સને પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)નો ઉપયોગ કરવા મળશે. ફાઈનાન્સિયલ ટાઈમ્સના અહેવાલ મુજબ Meta ઇન્ક આગામી મહિને Facebook અને Instagram પર AI- સંચાલિત ચેટબોટ રજૂ કરવાની યોજના બનાવી રહ્યું છે. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ તેમજ અન્ય મેટા ઇન્કની સોશિયલ મીડિયા સાઇટ્સ પર યુઝર્સ વ્યક્તિઓની જેમ ચેટબોટ્સ સાથે વાતચીત કરી શકે છે. મેટા તેના પ્લેટફોર્મ પર યુઝર્સનું કનેક્શન વધારવાના પ્રયાસો કરી રહ્યું છે ત્યારે આ પગલું લેવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે આ ફીચર લોન્ચ થયા બાદ યુઝર્સ હવે આ સોશિયલ મીડિયા સાઇટ્સનો ઉપયોગ કરી શકશે અને તેનો આનંદ લઈ શકશે.
સોશિયલ મીડિયા પર પ્રાઇવસીની (ગોપનીયતા) ચિંતા
એક અભ્યાસ અનુસાર,મેટા ઇન્ક દ્વારા રજૂ કરવામાં આવનાર આ ચેટબોટ્સ દેખાવમાં ઘણો અલગ હશે. જેમ એક જે યુઝર્સને સર્ફર જેવી મુસાફરીની સલાહ આપશે અને બીજું જે અબ્રાહમ લિંકન જેવું લાગે છે. વધુમાં, ચેટબોટ્સ પાસે વધુ યુઝર્સ ડેટા સ્ટોરેજ કરવાની ક્ષમતા છે, જે મેટાને તેની જાહેરાતોને વધુ અસરકારક બનાવવામાં મદદ કરશે. આ ટેકનોલોજી સ્ટોરેજ કરાયેલા ડેટા યુઝર્સને તેમની પસંદગીઓ અનુસાર જાહેરાતો બતાવવાની સુવિધા આપશે. જો કે, જાણકારો અહીંયા યુઝર્સની પ્રાઇવરી એટલે કે ગોપનીયતાનું ઉલ્લંઘન થવાની આશંકા વ્યક્ત કરી રહ્યા છે.
યુઝર્સના અનુભવને પ્રોત્સાહન આપવા Meta પ્રયત્નશીલ
અગાઉ, Meta એ "Metaverse" માં યુઝર્સનો વાર્તાલાપ વધારવા માટે ફિચરની નવી સિરિઝ રજૂ કરી હતી. ઇન્સ્ટાગ્રામ અને મેસેન્જર માટે મેટા લોન્ચ કરવામાં આવેલી નવા ફિચ યુઝર્સના અનુભવને વધુ રોમાંચક બનાવશે. ટેક જાયન્ટે મેટા અવતાર, એનિમેટેડ સ્ટિકર્સ અને સોશિયલ સ્ટિકર્સ લોન્ચ કર્યા છે. આ તમામ ફિચરોએ નવા વેલ્યૂ ઉમેર્યા છે અને યુઝર્સની સુવિધામાં વધારો કર્યો છે. મેટા ઉપરાંત, અન્ય પ્રખ્યાત કંપનીઓ પણ તેમના યુઝર્સને AI-સંચાલિત ચેટબોટ્સની સુવિધા પૂરી પાડવામાં રસ ધરાવે છે. Snapchat એ ફેબ્રુઆરીમાં તેનો "My AI" ચેટબોટ રજૂ કર્યો હતો, જે OpenAI ની GPT ટેક્નોલોજી દ્વારા સંચાલિત છે. અહીં યુઝર્સ AI સાથે વાતચીત કરી શકે છે.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us