માઇક્રોસોફ્ટે તેના સૌથી જૂના ઇન્ટરનેટ બ્રાઉઝર ઇન્ટરનેટ એક્સપ્લોરરને હવે સત્તાવાર રીતે બંધ કરી દીધું છે. આ ઇન્ટરનેટ એક્સપ્લોરર 28 વર્ષથી કાર્યરત હતું. આ અંગે જાણકારી આપતા માઈક્રોસોફ્ટે કહ્યું છે કે, તેણે વિન્ડોઝ – 10 (Windows 10) ના કેટલાંક વેરિયન્ટ પર Microsoft Edge અપડેટની મારફતે રિટાયર્ડ અને આઉટ-ઓફ-સપોર્ટ ઈન્ટરનેટ એક્સપ્લોરર 11 ને સંપૂર્ણપણે ડિસેબલ કરી દીધું છે. માઇક્રોસોફ્ટે સૌપ્રથમ વર્ષ 1995માં ઈન્ટરનેટ એક્સપ્લોરર લોન્ચ કર્યું હતું.
માઈક્રોસોફ્ટ હવે નવું વેબ બ્રાઉઝર લાવશે
માઈક્રોસોફ્ટે એવી પણ ઘોષણા કરી છે કે તે, ઈન્ટરનેટ એક્સપ્લોરર – 11ના તમામ વિઝ્યુઅલ રેફરેન્સ જેવા કે, સ્ટાર્ટ મેનૂ અને ટાસ્કબાર પરના IE- 11 આઈકોન વગેરે હટાવી લેશે. કંપનીએ કહ્યું કે, આ ફેરફાર જૂન 2023ના વિન્ડોઝ સિક્યુરિટી અપડેટ સાથે અમલમાં આવશે, જે 13 જૂન, 2023ના રોજ રિલીઝ થવાનું છે. માઇક્રોસોફ્ટે વધુમાં જણાવ્યું હતું કે, એવા તમામ ડિવાઇસ જેમને ઇન્ટરનેટ એક્સપ્લોરર-11ને માઇક્રોસોફ્ટ એજમાં “રી-ડાયરેક્ટ” કરવામાં આવ્યા નથી, તે તમામ ડિવાઇસ આ નિર્ણયથી પ્રભાવિત થશે. ઈન્ટરનેટ એક્સપ્લોરરને શા માટે બંધ કરવું પડ્યું તે અંગે માઈક્રોસોફ્ટનું કહેવું છે કે આ પગલું યુઝર્સને નવી અને અત્યંત આધુનિક વેબ બ્રાઉઝર લાવવાના કંપનીના પ્રયાસોનો એક ભાગ છે.
શું જૂનું ઇન્ટરનેટ એક્સપ્લોરર તાત્કાલિક બંધ થઇ જશે?
ઈન્ટરનેટ એક્સપ્લોરરને બંધ કરવાની જાણકારી આપતી વખતે, માઈક્રોસોફ્ટે યુઝર્સને કહ્યું કે, તેઓ સિસ્ટમમાંથી ઈન્ટરનેટ એક્સપ્લોરરને અનઈન્સ્ટોલ ન કરે કારણ કે IE મોડ કાર્ય કરવા માટે ઈન્ટરનેટ એક્સપ્લોરર પર આધાર રાખે છે. ઇન્ટરનેટ એક્સપ્લોરરને અનઇન્સ્ટોલ કરવાથી એજ બ્રાઉઝરમાં IE મોડ હવે કામ કરશે નહીં. કંપની ટૂંક સમયમાં આની માટે પણ અપડેટ લાવવાની તૈયારી કરી રહી છે.
ઇન્ટરનેટ એક્સપ્લોરર શું છે?
ઈન્ટરનેટ એક્સપ્લોરર ઈન્ટરનેટ એક્સપ્લોરર એ વર્લ્ડ વાઈડ વેબ બ્રાઉઝર છે જે Microsoft Windows ઓપરેટિંગ સિસ્ટમ (OS) સાથે આવે છે. Microsoft ના નવા Edge બ્રાઉઝરના હિત માટે Windows-10માં બ્રાઉઝરને હટાવી દેવામાં આવ્યું હતુ. તે ઓપરેટિંગ સિસ્ટમનો એક ભાગ રહે છે, ભલે તે હવે ડિફોલ્ટ બ્રાઉઝર નથી. ઇન્ટરનેટ એક્સપ્લોરર એ માઇક્રોસોફ્ટનું સૌથી જૂનું બ્રાઉઝર છે. કંપનીએ પ્રથમવાર વર્ષ 1995માં તે લોન્ચ કર્યું હતુ. NetMarketShare અનુસાર ઑગસ્ટ 2016 સુધીમાં ગૂગલ ક્રોમ (Google Chrome) બ્રાઉઝરના 50.9 ટકાની સરખામણીમાં 29.6 ટકાના બજાર હિસ્સા સાથે ઈન્ટરનેટ એક્સપ્લોરર ડેસ્કટોપ ઓપરેટિંગ સિસ્ટમ્સ પર બીજા નંબરનું સૌથી મોટું વેબ બ્રાઉઝર હતું.