અમિતાભ સિન્હા | Agni Missile MIRV Technology : અગ્નિ મિસાઇલો 1990 ના દાયકાની શરૂઆતથી ભારતીય સશસ્ત્ર દળોના શસ્ત્રાગારમાં છે. અગ્નિ મિસાઈલનું આ લેટેસ્ટ વેરિઅન્ટ MIRV ટેક્નોલોજીથી સજ્જ છે. સોમવારના રોજ એકસાથે અનેક લક્ષ્યોને પહોંચી વળવા માટે અનેક હથિયારો લઈ જવા માટે સક્ષમ અગ્નિ મિસાઈલના સફળ પરીક્ષણની જાહેરાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી હતી.
PM મોદીએ ટ્વિટમાં જણાવ્યું હતું કે, “મિશન દિવ્યસ્ત્ર માટે અમારા DRDO વૈજ્ઞાનિકો પર ગર્વ છે, મલ્ટીપલ ઈન્ડિપેન્ડન્ટલી ટાર્ગેટેબલ રી-એન્ટ્રી વ્હીકલ (MIRV) ટેક્નોલોજી સાથે સ્વદેશી રીતે વિકસિત અગ્નિ-5 મિસાઈલનું પ્રથમ ઉડાન પરીક્ષણ થયું.”
અગ્નિ-5 મિસાઇલ શું છે?
અગ્નિ એ લાંબી રેન્જ ધરાવતી મિસાઈલ છે, જે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન, DRDO દ્વારા સ્વદેશી રીતે વિકસિત કરવામાં આવી છે. અગ્નિ મિસાઇલોનો પરિવાર 1990ના દાયકાની શરૂઆતથી ભારતીય સશસ્ત્ર દળોના શસ્ત્રાગારમાં છે. મિસાઈલનું આ નવીનતમ પ્રકાર એમઆઈઆરવી (મલ્ટીપલ ઈન્ડિપેન્ડન્ટલી ટાર્ગેટેબલ રી-એન્ટ્રી વ્હીકલ) ટેક્નોલોજીથી સજ્જ છે, જે ઓછામાં ઓછા પાંચ દાયકા પહેલા વિકસાવવામાં આવી હતી પરંતુ, માત્ર મુઠ્ઠીભર દેશોના કબજામાં હતી.
MIRV ટેકનોલોજી શું છે?
MIRV ટેક્નોલોજીથી એક જ મિસાઈલ સેંકડો કિલોમીટરના અંતરે આવેલ અનેક લક્ષ્યોને નિશાન બનાવી શકે છે. પરમાણુ શસ્ત્રો વહન કરવામાં સક્ષમ આ અગ્નિ 5,000 કિમીથી વધુની રેન્જ ધરાવે છે, જે તેને લાંબા અંતરની મિસાઈલ બનાવે છે અને તેનો હેતુ મુખ્યત્વે ચીનના પડકારને નિષ્ફળ બનાવવાનો છે.
હાલમાં, યુનાઇટેડ સ્ટેટ્સ, રશિયા, ચીન, ફ્રાન્સ અને યુનાઇટેડ કિંગડમ પાસે MIRV-સજ્જ મિસાઇલો છે. આ મિસાઇલોને સબમરીનથી જમીન અથવા સમુદ્રમાંથી લોન્ચ કરી શકાય છે. જ્યારે પાકિસ્તાન આવી મિસાઈલ સિસ્ટમ વિકસાવી રહ્યું છે, ત્યારે ઈઝરાયેલ પાસે પણ આ મિસાઈલ હોવાની શંકા છે.
અગ્નિ-5 નું 2012 થી ઘણી વખત સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે. ડિસેમ્બર 2022 માં, અગ્નિ-5 નું સફળ ઉડાન પરીક્ષણ ઓડિશાના દરિયાકાંઠે હાથ ધરવામાં આવ્યું હતું.
અગ્નિ મિસાઈલ સિસ્ટમ્સ 1 થી 5 ની મધ્યમથી આંતરખંડીય આવૃત્તિઓ વિવિધ રેન્જ ધરાવે છે – અગ્નિ-1 માટે 700 કિમીથી શરૂ કરીને 5000 કિમી અને અગ્નિ-5 માટે તેનાથી વધુ રેન્જ છે. જૂન 2021 માં, DRDO એ 1,000 થી 2,000 કિમી વચ્ચેની રેન્જની ક્ષમતા સાથે કેનિસ્ટરાઇઝ્ડ મિસાઇલ અગ્નિનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. આનો અર્થ એ છે કે, મિસાઈલને રોડ અને રેલ પ્લેટફોર્મ પરથી લોન્ચ કરી શકાય છે, જેનાથી તેને ગતિ ઝડપી મળે છે અને તેને લોન્ચ કરવામાં સરળતા રહે છે.
ભારતે 2007 માં અગ્નિ 5 ના વિકાસની જાહેરાત કરી હતી, અને અગ્નિ કાર્યક્રમના આર્કિટેક્ટ અવિનાશ ચંદર, જેઓ સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) ના વડા હતા
MIRV ટેકનોલોજીને કઈ બાબતે ઘાતક છે?
સેન્ટર ફોર આર્મ્સ કંટ્રોલ એન્ડ નોન-પ્રોલિફરેશન અનુસાર, “પરંપરાગત મિસાઇલથી વિપરીત, જે એક વોરહેડ વહન કરે છે, એમઆઇઆરવી બહુવિધ વોરહેડ્સ વહન કરી શકે છે. MIRVed મિસાઇલો પરના વોરહેડ્સ મિસાઇલમાંથી જુદી જુદી ઝડપે અને જુદી જુદી દિશામાં છોડવામાં આવી શકે છે.
શસ્ત્ર નિયંત્રણ અને બિન-પ્રસાર કેન્દ્રના જણાવ્યા અનુસાર એમઆઈઆરવી વિકસાવવી પણ મુશ્કેલ છે, તેથી જ તે ઓછા દેશોમાં વિકસી છે. “MIRV ટેકનોલોજીનો વિકાસ સરળ નથી. તેને મોટી મિસાઇલો, નાના વોરહેડ્સ, સચોટ માર્ગદર્શન અને ફ્લાઇટ દરમિયાન ક્રમિક રીતે વોરહેડ્સ છોડવા માટે એક જટિલ મિકેનિઝમની જરૂર છે.”
જ્યારે યુએસએ પાસે 1970 માં ટેક્નોલોજી હતી અને સોવિયેત સંઘે તે જ દાયકામાં તેનું અનુકરણ કર્યું હતું, ત્યારથી, માત્ર થોડા જ દેશોમાં MIRV ક્ષમતાઓ છે, આ ક્લબમાં ભારત હવે જોડાઇ જશે.