Ayushman Bharat Yojana For Senior Citizens: મોદી સરકારે 70 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધ લોકોને મોટી ભેટ આપી છે. કેન્દ્ર સરકારે આયુષ્યમાન ભારત યોજના હેઠળ 5 લાખ રૂપિયાની મફત સારવારની જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારે 70 વર્ષથી વધુ વયના તમામ લોકોને આરોગ્ય વીમા યોજના આયુષ્માન ભારત હેઠળ આવરી લેવાનો નિર્ણય કર્યો છે. આ યોજનામાં હવે 70 વર્ષ કે તેથી વધુ વયના તમામ લોકોને આવરી લેવાશે, પછી ભલે તેમની આર્થિક સ્થિતિ ગમે તે હોય.
કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ વિશે માહિતી આપતા કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદીએ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી કે 70 વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને આયુષ્માન ભારત પીએમ જન આરોગ્ય યોજના હેઠળ કવરેજ આપવામાં આવશે. એવા ઘણા પરિવારો છે કે જેઓ પહેલાથી જ આવરી લેવામાં આવ્યા છે અને વરિષ્ઠ નાગરિકો છે. આવા પરિવારોમાં, વધારાનું કવરેજ, ટોપ-અપ કવરેજ 5 લાખ રૂપિયા હશે.
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, આ બહુ મોટો નિર્ણય છે. આ નિર્ણયમાં બહુ મોટો માનવીય વિચાર છે. વૃદ્ધ લોકોને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવારની સુવિધા મળશે અને તેનાથી દેશના લગભગ 4.5 કરોડ પરિવારને આરોગ્ય કવચ મળશે. આ નિર્ણયથી દેશના 6 કરોડો લોકોને ફાયદો થશે.