અમારી ડિજિટલ આડેન્ટિટીને ઓનલાઈન રીતે સુરક્ષિત રાખવામાં મજબૂત પાસવર્ડ્સ સૌથી મહત્વપૂર્ણ છે. જો કે, વિશ્વના મોટાભાગના દેશોમાં, લોકો સરળ પાસવર્ડ રાખે છે અને તેમજ ભારતમાં પણ આવું જ થાય છે. ઓનલાઈન યુઝર્સ તેમના પાસવર્ડ તરીકે અક્ષરો અને સંખ્યાઓના સંયોજનથી બનેલા સરળ Passwordનો ઉપયોગ કરે છે.
NordPassના નવા રિપોર્ટ અનુસાર ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા 200 પાસવર્ડ સામે આવ્યા છે. આ સાથે આ પાસવર્ડ્સને ક્રેક કરવામાં કેટલો સમય લાગે છે તેની પણ માહિતી આપવામાં આવી છે. ‘googledummy’ જેવો પાસવર્ડ પણ છે જે 10માં નંબર પર છે અને તેને ક્રેક કરવામાં 23 મિનિટનો સમય લાગે છે. જ્યારે 123456 પાસવર્ડ નંબર 2 છે અને તેને ક્રેક કરવામાં એક સેકન્ડથી પણ ઓછો સમય લાગે છે.
આ રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, ‘વર્ષ 2021ના આંકડાઓની સરખામણી કરીએ તો વર્ષ 2022ના 200 સૌથી સામાન્ય પાસવર્ડમાંથી 73 ટકા પાસવર્ડ પાછલા વર્ષના છે. આ ઉપરાંત ચાલુ વર્ષની આ યાદીમાં 83 ટકા પાસવર્ડ એક સેકન્ડથી પણ ઓછા સમયમાં ક્રેક થઈ શકે છે.
સાયબર ક્રાઈમથી પીડિત દેશોમાં ભારત ચોથા ક્રમે
વર્ષ 2017માં જાહેર થયેલા સ્ટેટિસ્ટાના અહેવાલ મુજબ, સાયબર ક્રાઇમથી પીડિત વિશ્વના તમામ દેશોમાં ભારત ચોથા ક્રમે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં સાયબર ક્રાઈમ અંગે લોકોમાં જાગૃતિ વધી છે જો કો લોકો મજબૂત પાસવર્ડ બનાવવા માટે પૂરતા સમયની ફાળવણી અને પ્રયત્નો કરી રહ્યા નથી અને ડિજિટલ આઇડેન્ટી (ઓનલાઈન એકાઉન્ટ્સ) હેક થવાનું આ એક મુખ્ય કારણ છે.
જો ભારત સિવાયના વિશ્વના અન્ય દેશોની વાત કરીએ તો, તેમની સ્થિતિ પણ બહું સારી નથી. ‘password’ અને ‘123456’ એ વિશ્વમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતો બીજા ક્રમનો પાસવર્ડ્સ છે. ઉપરાંત ‘guest’, ‘qwerty’, ‘iloveyou’ અને ‘111111’જેવા પાસવર્ડ પણ આ યાદીમાં ટોચ ઉપર છે જેને એક સેકન્ડથી પણ ઓછા સમયમાં ક્રેક કરી શકાય છે.
સાયબર ક્રાઇમથી કેવી રીતે બચવું
સાયબર ક્રાઇમનો ભોગ ન બનવા માટે સૌથી જરૂરી છે કે ઇન્ટરનેટનો ઉપયોગ કરનાર યુઝર્સે પાસે તેના તમામ ઑનલાઇન એકાઉન્ટ્સ વિશે સંપૂર્ણ માહિતી હોય. વર્ષો પહેલા બનાવેલ ઈમેઈલ આઈડી દ્વારા યુઝરની ડિજિટલ સિક્યોરિટીને ક્રેક કરવી બહું સરળ બની શકે છે.
ઉપરાંત તમારા બધા એકાઉન્ટ્સ માટે મજબૂત પાસવર્ડ્સનો ઉપયોગ કરવો અત્યંત મહત્વપૂર્ણ છે. મજબૂત પાસવર્ડ એટલે માત્ર અક્ષરો અથવા નંબર જ નહીં. મજબૂત પાસવર્ડ બનાવવા માટે તમારે હંમેશા અપરકેસ અથવા લોઅરકેસ, અક્ષરો, નંબર અને સિમ્બોલનો ઉપયોગ કરવો જોઇએ અને સૌથી વધારે જરૂરી છે કે તે રેન્ડમ હોવું જોઇએ નહીં કે પહેલાથી નક્કી કરેલા કોઇ શબ્દ, પેટર્ન કે શબ્દસમૂહ પર આધારિત ન હોવા જોઈએ.
રિપોર્ટ અનુસાર, સરળ ભાષામાં સમજી લો કે પાસવર્ડ ‘pass@123’માં અક્ષરો, નંબરો અને સિમ્બોલનો ઉપયોગ કરવામાં આવે છે અને વિશ્વભરમાં ઉપયોગમાં લેવાતો 34મો સૌથી સામાન્ય પાસવર્ડ છે. ભારતમાં ઉપયોગમાં લેવાતો આ છઠ્ઠો સૌથી સામાન્ય પાસવર્ડ છે. ‘p@ssw0rd’ એ ભારતમાં ઉપયોગમાં લેવાતો 17માં ક્રમનો સૌથી સામાન્ય પાસવર્ડ પણ છે.
લાંબા અને યુનિટ પાસવર્ડ કે જેનો અનુમાન લગાવવા સરળ નથી તે શ્રેષ્ઠ પાસવર્ડ માનવામાં આવે છે. આ સિવાય યુઝર્સે જો શક્ય હોય તો 2FA (ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન)નો પણ ઉપયોગ કરવો જોઈએ.