હવે ચીન અને પાકિસ્તાનનો પરસેવો છૂટી જશે, ભારત અમેરિકા પાસેથી ખરીદવા જઈ રહ્યું છે આ ઘાતક ‘હન્ટર કિલર’

MQ-9B Reaper or Predator-B drone India US deal : ભારત અમેરિકા પાસેથી MQ-9B રીપર અથવા પ્રિડેટર-B ડ્રોન ખરીદવા જઈ રહ્યું, ચીન અને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા માટે આ ડીલ મહત્વપૂર્ણ.

Written by Kiran Mehta
August 14, 2024 14:28 IST
હવે ચીન અને પાકિસ્તાનનો પરસેવો છૂટી જશે, ભારત અમેરિકા પાસેથી ખરીદવા જઈ રહ્યું છે આ ઘાતક ‘હન્ટર કિલર’

MQ-9B Reaper or Predator-B drone deal : ખતરનાક MQ-9B રીપર અથવા પ્રિડેટર-B ડ્રોનને લઈને ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક મોટી ડીલ પર હસ્તાક્ષર થવા જઈ રહ્યા છે. ચીન અને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા માટે આ ડીલ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આ રીપોટિંગ ડ્રોન નૌકાદળની તાકાતમાં વધારો કરશે જ પરંતુ આર્મી અને એરફોર્સની તાકાતમાં પણ અનેકગણો વધારો કરશે. આ અંગે અમેરિકા સાથે 33 હજાર કરોડ રૂપિયાથી વધુની ડીલ થવાની છે. હાલમાં ભારત આ ડ્રોનની કિંમતમાં વધુ ઘટાડો કરવા માટે વાતચીત કરી રહ્યું છે.

MQ-9B ની વિશેષતા શું છે?

MQ-9B ડ્રોન 40 હજાર ફૂટથી વધુની ઊંચાઈએ ઉડી શકે છે. આ 40 કલાક સુધી ઉડવાની ક્ષમતા ધરાવે છે. ચાઈનીઝ ડ્રોન્સના કિસ્સામાં, તેઓ અત્યંત આધુનિક અને સચોટ હુમલાઓ માટે જાણીતા છે. તે હેલફાયર એર-ટુ-ગ્રાઉન્ડ મિસાઇલો અને સ્માર્ટ બોમ્બથી સજ્જ છે. ભારત યુએસ સાથે જે ડીલ કરી રહ્યું છે તેમાં, 170 હેલફાયર મિસાઇલો, 310 GBU-39B પ્રિસિઝન-ગાઇડેડ ગ્લાઇડ બોમ્બ, નેવિગેશન સિસ્ટમ, સેન્સર સ્યુટ અને મોબાઇલ ગ્રાઉન્ડ કંટ્રોલ સિસ્ટમનો સમાવેશ થાય છે.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ ભારતને અમેરિકા પાસેથી જે 31 ડ્રોન મળશે તેમાંથી 15 ડ્રોન નેવીને આપવામાં આવશે. જ્યારે આર્મી અને એરફોર્સને 8-8 ડ્રોન મળશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ ડીલ એવા સમયે થવા જઈ રહી છે જ્યારે ચીને પાકિસ્તાનને તેના સશસ્ત્ર Cai Hong-4 અને Wing Loong-II ડ્રોનની સપ્લાય વધારી દીધી છે. તમને જણાવી દઈએ કે, તાજેતરમાં જ પાકિસ્તાને ચીન પાસેથી 16 સશસ્ત્ર CH-4 ડ્રોન માંગ્યા છે.

આ પણ વાંચો – 15 August Swatantrata Diwas 2024: ધ્વજવંદન અને ધ્વજ ફરકાવવા વચ્ચે શું તફાવત છે, તમે કદાચ આ નહી જાણતા હોવ

નવેમ્બર સુધીમાં ડીલ થઈ શકે છે

ભારત યુએસ સરકાર અને જનરલ એટોમિક્સ સાથે નવેમ્બર સુધીમાં આ ડીલ પૂર્ણ કરી શકે છે. કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની અંતિમ મંજૂરી બાદ આ કેલેન્ડર વર્ષમાં સોદો પૂર્ણ કરવા માટે તમામ પ્રયાસો ચાલી રહ્યા છે. ડીલ હેઠળ આ ડ્રોન ભારતમાં જ એસેમ્બલ થશે. કંપની ભારતમાં તેના કેટલાક પાર્ટ્સ પણ ખરીદશે. ડીઆરડીઓ સાથે પણ આ અંગે ચર્ચા કરવામાં આવી રહી છે. લડાયક કદના ડ્રોનને હિંદ મહાસાગર ક્ષેત્ર માટે અરક્કોનમ અને પોરબંદર ખાતેના ISR કમાન્ડ અને કંટ્રોલ કેન્દ્રો અને જમીનની સરહદો માટે સરસાવા અને ગોરખપુર ખાતે તૈનાત કરી શકાય છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ