Mumbai Local Train Passenger Fight Video : ટ્રેનમાં મુસાફરી દરમિયાન મુસાફરો વચ્ચે અવારનવાર ઝઘડાના દ્રશ્યો જોવા મળે છે. ઘણી વખત ટ્રેન મુસાફરો વચ્ચેની નાની અમથી બોલાચાલી મારામારીમાં ફેરવાઈ જાય છે. મુંબઈની લોકલ ટ્રેનનો આવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં મુંબઇ લોકલ ટ્રેનના બે મુસાફરો વચ્ચે મારપીટ થઈ રહી છે. એક પહેલવાન જેવા યુવકને એક ઠીંગણા વ્યક્તિ એ ઢીબી નાખ્યો. તમને જણાવી દઇયે કે અપશબ્દ બોલાવાને લઇ બંને મુસાફર વચ્ચે ઝઘડો થયો હતો.
એક પહેલવાન જેવા યુવકને એક ઠીંગણા વ્યક્તિ એ ઢીબી નાંખ્યો (Mumbai Local Train Passenger Fight Video)
આ વીડિયો મુંબઈની લોકલ ટ્રેનનો હોવાનું કહેવાય છે, જ્યાં ટ્રેનમાંથી ઉતરતી વખતે બે મુસાફરો વચ્ચે ઝઘડો થયો હતો. જે વ્યક્તિ ટ્રેનમાંથી નીચે ઉતર્યો તે ઊંચો અને પહેલવાન જેવો હતો, તેણે દલીલ કરતાં તેણે ટ્રેનમાં મુસાફરી કરી રહેલા વ્યક્તિ સાથે ખરાબ વર્તન કર્યું. તો સામે ટ્રેનમાં મુસાફરી કરનાર વ્યક્તિની ઊંચાઈ ઓછી હતી. તે ધીરજથી વાત કરી રહ્યો હતો પરંતુ તે દરમિયાન નીચે ઉભેલા મુસાફરે અપશબ્દ બોલવાનું અને ગાળો આપવાનું શરૂ કર્યું. સામે રહેલા ઠીંગણા વ્યક્તિએ એકવાર નજર અંદાજ કર્યું તેમ છતાં પહેલા ઉંચા વ્યક્તિએ ગાળ બોલાવનું ચાલુ રાખ્યુ. આથી ઠીંગણા વ્યક્તિને ગુસ્સો આવ્યો અને પછી જોવા જેવી થઇ.
ઠીંગણા વ્યક્તિએ લાંબા વ્યક્તિને ઢીબી નાંખ્યો
ગુસ્સે ભરાયેલો ઠીંગણો વ્યક્તિ ટ્રેનમાંથી નીચે ઉતર્યો અને લાંબા વ્યક્તિને ઢીબી નાંખ્યો અને ઉપરા છાપરી મુક્કા મારવાનું શરૂ કરી દીધું. ગણતરીની સેકન્ડમાં સંખ્યા બંધ મુક્કા માર્યા. નવાઈની વાત એ છે કે જે વ્યક્તિ ટ્રેનની નીચે ઉભા રહીને અપશબ્દ બોલી રહ્યો હતો તે પોતાનો બચાવ પણ કરી શક્યો ન હતો. ઝઘડાનો આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને લોકો તેના પર કોમેન્ટ કરીને મજા કરી રહ્યા છે.
એક યુઝર્સે લખ્યું, ‘લોકો પણ અદ્ભુત છે, લડાઈ બંધ થવી જોઈએ પણ બધા ઉભા રહીને જોઈ રહ્યા છે.’ આસિમે લખ્યું, ‘હાઇટ ઓછી, ઝડઘા વધારે.’ અન્ય એક યુઝર્સે લખ્યું, ‘કોઈએ સાચું કહ્યું છે કે ગજરતા વાદળો વરસતા નથી.’ બીજાએ લખ્યું, ‘મુંબઈની ભાવના લોકોને લડવા દેવાની અને ક્યારેક પોતાના હાથ સાફ કરવાની છે.’ માનસે લખ્યું, ‘નાનુ કદ જોઈને નબળું સમજવું નહી.’
આ પણ વાંચો | ભીખારી આઈફોન-15 ખરીદવા ગયો, મોબાઈલ સ્ટોરનો માલિક અને સ્ટાફ ધંધે લાગ્યા, વીડિયો વાયરલ
અન્ય એક યુઝર્સ લખ્યું, ‘કાળા શર્ટવાળા ઉંચા માણસે વિચાર્યું કે લડાઈ પછી લડીશું પણ પહેલા ઓફિસનું લેપટોપ બચાવો.’ એકે લખ્યું, ‘આજે આ ભાઈએ બોસ, પત્ની, કરિયાણાની દુકાન, ટ્રેનની ભીડ, શાકભાજી વેચનારનો ગુસ્સો ઠાલવ્યો. નવાઈની વાત એ છે કે આટલી ઉંચાઈ ધરાવતા આ વ્યક્તિએ એક મુક્કો પણ કેમ ન માર્યો?





