Mumbai Samachar Top Headline News 10 January 2025 In Gujarati: મહારાષ્ટ્ર સરકાર દ્વારા 1 એપ્રિલથી તમામ વાહનો માટે FASTag ફરજિયાત કરવાનો નિર્ણય લીધો છે. જો ફાસ્ટેગ નહીં હોય તો વાહન ચાલકો પાસેથી ડબલ રોડ ટેક્સ વસૂલવામાં આવશે. FASTag એ ટોલ બુથ પર વાહન ચાલકો પાસેથી ટોલ ટેક્સ વસૂલાત કરવાની ઓનલાઇન પેમેન્ટ સિસ્ટમ છે. દેશમાં FASTag સિસ્ટમ દ્વારા રોડ ટેક્સ કલેક્શન 2014માં શરૂ થયું હતું. અમદાવાદ અને મુંબઈ વચ્ચેના સુવર્ણ ચતુર્ભુજ માર્ગો પર પાયલોટ પ્રોજેક્ટ તરીકે FASTag સિસ્ટમ શરૂ કરવામાં આવી હતી. હાલ સમગ્ર દેશમાં FASTag અમલમાં છે.
મહારાષ્ટ્રમાં શંકાસ્પદ HMPV કેસ
મહારાષ્ટ્રમાં HMPV ના શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. નાગપુરમાં હ્યુમન મેટાપ્યુમોવાયરસ (HMPV) ના બે શંકાસ્પદ કેસ નોંધાયા છે, જેમાં 7 અને 13 વર્ષના બાળકો છે તેમજ મુંબઇમાં અન્ય એક શંકાસ્પદ કેસ સામે આવ્યા છે.
પલઘરમાં પરફ્યુમની બોટલની એક્સપાયરી ડેટ બદલતી વખતે વિસ્ફોટ, થતાં 4 ઘાયલ
મુંબઇ નજીક પાલઘર જિલ્લામાં એક ફ્લેટની અંદર પરફ્યુમની બોટલોની એક્સપાયરી ડેટ બદલતી વખતે ભયંકર વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં બે સગીર સહિત એક પરિવારના ચાર સભ્યો ઘાયલ થયા હતા, એવું એક અધિકારીએ શુક્રવારે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે, મુંબઈની બહારના ભાગમાં આવેલા નાલ્લા સોપારામાં રોશની એપાર્ટમેન્ટના રૂમ નંબર 112માં ગુરુવાર અને શુક્રવારની વચ્ચે રાત્રે આ અકસ્માત થયો હતો. પોલીસે પીડિતોની ઓળખ મહાવીર વદર (41), સુનીતા વદર (38), કુમાર હર્ષવર્ધન વદર (9) અને કુમારી હર્ષદા વદર (14) તરીકે કરી છે. પ્રારંભિક અહેવાલોને ટાંકીને, અધિકારીએ જણાવ્યું હતું કે પરફ્યુમની બોટલો પર એક્સપાયરી ડેટ બદલવાના પ્રયાસ દરમિયાન વિસ્ફોટ થયો હતો, આ પ્રવૃત્તિમાં જ્વલનશીલ પદાર્થો સામેલ હોઈ શકે છે.





