Mumbai Live News: મુંબઇમાં ટોરેસ કંપનીની કરોડોની ઠગાઇ, 11 ટકા વ્યાજની લાલચમાં લોકોએ મહેનતની કમાણી ગુમાવી

Mumbai Samachar Top Headline News 7 January 2025 In Gujarati: મુંબઈમાં ટોરેસ કંપનીની દ્વારા ઉંચા વ્યાજની લાલચ આપી લાખો રોકાણકારો સાથે કરોડો રૂપિયાની છેતરપીંડિ કરી હોવાની ઘટના બની છે. પોલીસે 5 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.

Written by Ajay Saroya
Updated : January 07, 2025 22:08 IST
Mumbai Live News: મુંબઇમાં ટોરેસ કંપનીની કરોડોની ઠગાઇ, 11 ટકા વ્યાજની લાલચમાં લોકોએ મહેનતની કમાણી ગુમાવી
Mumbai Torres Company Scam: મુંબઇમાં ટોરેસ કંપનીએ રોકાણકારો સાથે કરોડો રૂપિયાની છેતરપીંડિ કરી હોવાની ઘટના બની છે. (Photo: RNO Video Screengrab)

Mumbai Samachar 7 January 2025 Live News In Gujarati: મુંબઇના અંધેરી વિસ્તારમાં સોમવારે મોડી રાત્રે એક હાઇ રાઇઝ બિલ્ડિંગમાં આગ લાગી હતી. આ દૂર્ઘટનામાં એક વૃદ્ધ વ્યક્તિનું મોત થયું છે. પ્રાપ્ત માહિતી મુજબ મંબઇના અંધેરી વેસ્ટમાં લિંક રોડ સ્થિત લક્ષ્મી ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ સામેના સ્કાયપાન એપાર્ટમેન્ટના 11 અને 12માં માળે આગ લાગી હતહી. આગ લાગતા ફાયર વિભાગનો કાફલો 5 ગાડી સાથે ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ફ્લેટમાં આગ લાદવાથી દાઝી જતા એક વૃદ્ધ વ્યક્તિનું મોત થયું છે.

બઇમાં કેબલ કાર સર્વિસ શરૂ થશે, ગડકરી સમક્ષ પ્રસ્તાવ રજૂ કરાશે

મુંબઇમાં ટ્રાફિક સમસ્યા સતત વધી રહી છે. આ સમસ્યાના નિરાકરણ માટે મુંબઇમાં કેબલ કાર સર્વિસ શરૂ કરવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે. મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં રોડ ટ્રાન્સપોર્ટ, રેલવે અને મેટ્રો જેવી જાહેર પરિવહન સેવાઓ પર વધી રહેલા દબાણને ધ્યાનમાં રાખીને ભવિષ્યમાં કેબલ કાર સેવા વિકસાવવી જરૂરી છે. તે માટે આ પ્રોજેક્ટનો સર્વે કરીને ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરવો જરૂરી છે. આ માટે પરિવહન પ્રધાન પ્રતાપ સરનાઈકે માહિતી આપી હતી કે તેઓ કેન્દ્રીય માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરીને મળશે અને તેમની સમક્ષ આ પ્રોજેક્ટની જરૂરિયાતો રજૂ કરશે.

સરનાઈકે કહ્યું કે તેઓ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ વિકાસ ભારત 2047ના લક્ષ્યને હાંસલ કરવા માટે નવી દિલ્હીમાં નીતિન ગડકરીની અધ્યક્ષતામાં યોજાનારી પરિવહન મંત્રીઓની બેઠકમાં આ પ્રસ્તાવ રજૂ કરશે . તેમણે એમ પણ કહ્યું હતું કે કેન્દ્ર સરકાર પર્વતમાલા પ્રોજેક્ટ હેઠળ અથવા કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે નાણાકીય ભાગીદારી દ્વારા મુંબઈ મેટ્રોપોલિટન વિસ્તારમાં કેબલ કાર પ્રોજેક્ટનો અમલ કરવા માટે રોપવે વિકસાવવા માગે છે .

Read More
Live Updates

ચોરી કરવા માટે કંઈ ન હોવાથી ચોરે મહિલાને ચુંબન કર્યું અને ભાગી ગયો

મુંબઈના મલાડ વિસ્તારમાં એક એવી ઘટના સામે આવી છે જે જોઈને તમે હસશો પણ ગુસ્સો પણ કરશો. જ્યારે એક ચોર મલાડમાં એક ઘરમાં ચોરી કરવા ગયો ત્યારે તેને કોઈ કિંમતી ચીજવસ્તુઓ કે પૈસા મળ્યા ન હતા. તે સમયે તેણે ઘરની મહિલાને કિસ કરી હતી અને ત્યાંથી ભાગી ગયો હતો. આ ઘટના અંગે મહિલાએ મલાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ પછી ચોરની ધરપકડ કરવામાં આવી હતી.

મુંબઇમાં ટોરેસ કંપનીની કરોડોની ઠગાઇ, 11 ટકા વ્યાજની લાલચમાં લોકોએ મહેનતની કમાણી ગુમાવી

મુંબઈમાં ટોરેસ કંપનીની તમામ શાખાઓ સોમવારે અચાનક બંધ થઇ જતા લાખો રોકાણકારોમાં ગભરાટ ફેલાયો છે. રોકાણ પર 11 ટકા વ્યાજની લાલચ આપી ટોરેસ કંપનીએ લાખો રોકાણકારો સાથે કરોડો રૂપિયાની છેતરપીંડિ કરી છે. જ્વેલરી વેચાણ સાથે રોકાણનો બિઝનેસ કરતી આ કંપની દ્વારા ગ્રાહકોને લલચાવવા 11 ટકા જેટલા ઉંચા વ્યાજની લાલચ આપી હતી. મુંબઇના શિવાજી પાર્ક પોલીસ સ્ટેશનમાં સર્વેશ સુર્વે, વિક્ટોરિયા કોવાલેન્કા, તૌફિક રિયાઝ ઉર્ફે જ્હોન કાર્ટર, તાનિયા કાસાટોવા અને વેલેન્ટિના કુમાર નામના પાંચ લોકો વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

મુંબઇમાં કેબલ કાર સર્વિસ શરૂ થશે, ગડકરી સમક્ષ પ્રસ્તાવ રજૂ કરાશે

મુંબઇમાં ટ્રાફિક સમસ્યા સતત વધી રહી છે. આ સમસ્યાના નિરાકરણ માટે મુંબઇમાં કેબલ કાર સર્વિસ શરૂ કરવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે. મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં રોડ ટ્રાન્સપોર્ટ, રેલવે અને મેટ્રો જેવી જાહેર પરિવહન સેવાઓ પર વધી રહેલા દબાણને ધ્યાનમાં રાખીને ભવિષ્યમાં કેબલ કાર સેવા વિકસાવવી જરૂરી છે. તે માટે આ પ્રોજેક્ટનો સર્વે કરીને ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરવો જરૂરી છે. આ માટે પરિવહન પ્રધાન પ્રતાપ સરનાઈકે માહિતી આપી હતી કે તેઓ કેન્દ્રીય માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરીને મળશે અને તેમની સમક્ષ આ પ્રોજેક્ટની જરૂરિયાતો રજૂ કરશે. સરનાઈકે કહ્યું કે તેઓ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ વિકાસ ભારત 2047ના લક્ષ્યને હાંસલ કરવા માટે નવી દિલ્હીમાં નીતિન ગડકરીની અધ્યક્ષતામાં યોજાનારી પરિવહન મંત્રીઓની બેઠકમાં આ પ્રસ્તાવ રજૂ કરશે . તેમણે એમ પણ કહ્યું હતું કે કેન્દ્ર સરકાર પર્વતમાલા પ્રોજેક્ટ હેઠળ અથવા કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે નાણાકીય ભાગીદારી દ્વારા મુંબઈ મેટ્રોપોલિટન વિસ્તારમાં કેબલ કાર પ્રોજેક્ટનો અમલ કરવા માટે રોપવે વિકસાવવા માગે છે .

અંધેરીમાં હાઇ રાઇઝ બિલ્ડિંગમાં આગ, 1 વ્યક્તિનું મોત

મુંબઇના અંધેરી વિસ્તારમાં સોમવારે મોડી રાત્રે એક હાઇ રાઇઝ બિલ્ડિંગમાં આગ લાગી હતી. આ દૂર્ઘટનામાં એક વૃદ્ધ વ્યક્તિનું મોત થયું છે. પ્રાપ્ત માહિતી મુજબ મંબઇના અંધેરી વેસ્ટમાં લિંક રોડ સ્થિત લક્ષ્મી ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ સામેના સ્કાયપાન એપાર્ટમેન્ટના 11 અને 12માં માળે આગ લાગી હતહી. આગ લાગતા ફાયર વિભાગનો કાફલો 5 ગાડી સાથે ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ફ્લેટમાં આગ લાદવાથી દાઝી જતા એક વૃદ્ધ વ્યક્તિનું મોત થયું છે.

https://twitter.com/atuljmd123/status/1876480137098879401

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ