મુંબઈ : સ્પીડમાં BMW એ બાઇકને મારી ટક્કર, મહિલાને બોઈનેટ પર 100 મીટર ખેંચી મોતને ઘાટ ઉતારી

Mumbai Worli Accident : મુંબઈ વર્લી અકસ્માત મામલે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, વાહન પાલઘર સ્થિત રાજકીય પક્ષના નેતાનું હતું અને તેનો પુત્ર ડ્રાઈવર સાથે કારમાં બેઠો હતો. પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, અકસ્માત સવારે 5.30 વાગે અટ્રીયા મોલ પાસે થયો હતો.

Written by Kiran Mehta
July 07, 2024 14:37 IST
મુંબઈ : સ્પીડમાં BMW એ બાઇકને મારી ટક્કર, મહિલાને બોઈનેટ પર 100 મીટર ખેંચી મોતને ઘાટ ઉતારી
મુંબઈ વર્લી અકસ્માત

Mumbai Worli Accident : મુંબઈના વરલી વિસ્તારમાં એક રૂવાંડા ઉભી કરે તેવી અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં રવિવારે, વરલીમાં એક સ્પીડમાં આવતી BMW કારે એક દંપતીની બાઇકને ટક્કર મારી, આટલું જ નહીં કાર ચાલકે મહિલાને કારના બોનેટ પર 100 મીટર સુધી ખેંચી, તેણીનું મૃત્યુ થયું અને તેના પતિને ગંભીર ઈજા થઈ છે. પોલીસે જણાવ્યું કે તેઓ કાર ચાલક આરોપીઓને શોધી રહ્યા છે.

આ ઘટના એવા સમયે આવી છે જ્યારે, પુણેમાં પોર્શ સાથે સંકળાયેલા હિટ-એન્ડ-રન કેસને લઈને ઘણો હોબાળો થઈ રહ્યો છે, જ્યાં એક 17 વર્ષીય સગીરે મોટરસાઈકલને ટક્કર મારી હતી અને બે લોકો માર્યા ગયા હતા.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, વાહન પાલઘર સ્થિત રાજકીય પક્ષના નેતાનું હતું અને તેનો પુત્ર ડ્રાઈવર સાથે કારમાં બેઠો હતો. પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, અકસ્માત સવારે 5.30 વાગે અટ્રીયા મોલ પાસે થયો હતો.

મહિલાની ઓળખ વરલી કોલીવાડાની રહેવાસી કાવેરી નાખ્વા (45) તરીકે થઈ છે, જે તેના પતિ સાથે માછલી ખરીદીને તેને વેચીને સાસૂન ડોક જઈ રહી હતી. કારે કપલના સ્કૂટરને ટક્કર મારી હતી, જેના પગલે તેઓએ સંતુલન ગુમાવ્યું હતું અને મહિલા કારના બોનેટ પર પડી હતી. પતિ તરત જ કૂદી પડ્યો, પણ કાવેરી કૂદી ન શકી.

પોલીસ સૂત્રોએ જણાવ્યું કે ગભરાટમાં, કાર આગળ વધતી રહી અને કાવેરીને બોનેટ પર લગભગ 100 મીટર સુધી ખેંચી, પછી તેને રસ્તા પર ફેંકી દીધી. સ્થાનિક લોકો તેને નાયર હોસ્પિટલમાં લઈ ગયા, પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી.

આ પણ વાંચો – Hathras Stampede: હાથરસ નાસભાગ જેવી ઘટનામાં કેવી રીતે બચવું? એક્સપર્ટ્સ પાસેથી જાણો શું અને શું ન કરવું

પોલીસે કહ્યું કે, હાલમાં મહિલાના પતિની સારવાર ચાલી રહી છે. વરલી પોલીસે BMWમાં બેઠેલા બે લોકો સામે કેસ નોંધ્યો છે. જોકે, કારને પોલીસ સ્ટેશને લાવવામાં આવવી ત્યારે કારની નંબર પ્લેટ કાઢી નાખવામાં આવી હતી. પોલીસે તેમાંથી એકની અટકાયત કરી છે અને કાર કબજે કરી છે. જો કે ઝોનલ ડીસીપીએ જણાવ્યું કે, હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. કેસ નોંધી ધરપકડની કાર્યવાહી ચાલી રહી છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ