/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2022/10/Myanmar-National-Airlines-passenger-shot-photo-viral.jpg)
મ્યાનમાર (Myanmar)માં એક વિચિત્ર ઘટના બની છે, જેમાં જમીન પરથી બંદૂકમાંથી નીકળેલી ગોળી (gun firing) 3500 ફૂટની ઉંચાઇએ આકાશમાં ઉડી રહેલા વિમાનને લાગતા તેમાં બેઠેલા એક પ્રવાસીને ઇજા થઇ હતી.
સમગ્ર ઘટનાની વાત કરીયે તો મ્યાનમાર નેશનલ એરલાઈન્સ (Myanmar National Airlines) ની ફ્લાઇટમાં હલચલ મચી ગઈ હતી જ્યારે પ્લેનમાં એક પેસેન્જર જમીન પરથી છોડવામાં આવેલી ગોળી (gun firing)ને કારણે ઘાયલ થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે ગોળી પ્લેનના નીચેના ભાગમાં વાગી હતી. ગોળીબારની ઘટના બાદ જ્યારે પ્લેન મ્યાનમારના લોઇકાવમાં લેન્ડ થયું ત્યારે પેસેન્જરને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
3500 ફૂટની ઉંચાઇએ ઉડી રહેલા વિમાનને ગોળી વાગી
બ્રિટિશ સમાચાર એજન્સી ધી સનના અહેવાલ અનુસાર આ ઘટના શુક્રવારે બની હતી, જ્યારે વિમાન એરપોર્ટથી લગભગ ચાર માઈલ ઉત્તરમાં મ્યાનમાર (Myanmar)માં 3,500 ફૂટની ઊંચાઈએ ઉડી રહ્યું હતું. કેબિન ક્રૂ ક્લબ નામના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ ઘટના વિશે એક તસવીર શેર કરવામાં આવી છે. તસવીરમાં ઘાયલ વ્યક્તિ તેની સીટ પર તેના ગળા અને ગાલ પર કપડું દબાવીને બેઠેલી જોવા મળે છે. અન્ય એક તસવીરમાં બુલેટને કારણે પ્લેનના નીચેના ભાગમાં એક કાણું પડ્યું હોવાનું દેખાય છે.
વિમાનમાં 63 મુસાફરો બેઠાં હતા
એરલાઇન્સના અધિકારીઓએ ન્યૂઝ એજન્સી જણાવ્યું હતું કે 63 મુસાફરોને લઈ ઉડી રહેલુ ATR-72 વિમાનને 3,000 ફૂટથી વધુની ઊંચાઈએ ગોળી વાગી છે. આ ઘટનામાં વિમાનમાં સવાર એક મુસાફરને ચહેરાની જમણી બાજુએ ઈજા થઈ હતી. 27 વર્ષીય યુવાન નાયપિતાવથી લોઇકાવ જઈ રહ્યો હતો અને જો કે વિમાનમાં આ દૂર્ઘટના બન્યા બાદ તરત જ તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
બળવાખોરોનું કાવતરું હોવાનો આક્ષેપ
મ્યાનમાર મિલિટરી કાઉન્સિલે હુમલા માટે બે બળવાખોર પક્ષો - કારેની નેશનલ પ્રોગ્રેસિવ પાર્ટી (KNPP) અને પીપલ્સ ડિફેન્સ ફોર્સ (PDF)ને જવાબદાર ઠેરવ્યા છે. જો કે KNPP એ કથિત રીતે કહ્યું છે કે તેમની સંસ્થા કથિત ગોળીબારમાં સામેલ નથી અને તેઓ નાગરિકો પર હુમલા કરતી નથી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us