Tamil Nadu Train Accident : મૈસૂરથી બિહારના દરભંગા જઈ રહેલી બાગામતી એક્સપ્રેસ ચેન્નાઇ પાસે એક માલગાડી સાથે ટકરાઇ હતી. આ ઘટના કાવરાઇપેટ્ટઇ રેલવે સ્ટેશન પાસે થઇ છે. આ દુર્ઘટનામાં હજુ સુધી કોઇ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. ઓછામાં ઓછા ત્રણ કોચ પાટા પરથી ઉતરી ગયા છે જ્યારે એક કોચમાં આગ લાગી છે. ચેન્નાઈથી રાહત અને બચાવ ટુકડીઓ ઘટના સ્થળે પહોચી ગઇ છે.
જાણકારી અનુસાર ટ્રેન નંબર 12578 મૈસૂર-દરભંગા બાગમતી એક્સપ્રેસ રાત્રે 8:50 વાગ્યે માલગાડી સાથે ટકરાઈ હતી. આ ઘટનામાં હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી. એવું કહેવામાં આવે છે કે ત્રણ બોગીઓ પાટા પરથી ઉતરી ગઈ છે. ટ્રેનના કોચમાં લાગેલી આગને બુઝાવવા માટે ફાયર બ્રિગેડના વાહનો ઘટના સ્થળે પહોંચી ગયા છે અને બચાવ કામગીરી ચાલી રહી છે.
એક્સપ્રેસ ટ્રેન માલગાડી ટક્કર મારી
આ અકસ્માત અંગે ન્યૂઝ એજન્સી પીટીઆઈએ કહ્યું છે કે બીજી ટ્રેન સાથે ટકરાયા બાદ તેના કોચમાં આગ લાગી હતી. આ મામલે રેલવે પોલીસે જણાવ્યું છે કે કાવરાપેટ્ટઇમાં ઊભેલી ટ્રેનને એક્સપ્રેસ ટ્રેને ટક્કર મારી છે, જેમાં અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની આશંકા છે. એવી પણ માહિતી મળી રહી છે કે, અકસ્માતનું કારણ સિગ્નલમાં ખરાબી છે, જેના કારણે પેસેન્જર ટ્રેન માલગાડીને ટક્કર મારી હતી.
આ પણ વાંચો – એર ઇન્ડિયાના વિમાનમાં ટેકનિકલ ખામી, પાયલટે સુરક્ષિત લેન્ડિંગ કરીને 140 મુસાફરોના જીવ બચાવ્યા
ટ્રેન મૈસૂરથી દરભંગા જઈ રહી હતી
પ્રારંભિક જાણકારી અનુસાર સૂત્રોનું કહેવું છે કે દુર્ઘટનામાં માત્ર 10 લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સાથે જ માલગાડીને વધુ નુકસાન થયું છે. એનડીઆરએફ અને એસડીઆરએફના જવાનોને ઘટના સ્થળે મોકલવામાં આવી રહ્યા છે.





