Modi Cabinet 3.0 Ministers Education : મોદી સરકાર 3.0 ના મંત્રીઓ કેટલું ભણેલા છે, કોઈ 10 પાસ તો કોઇ પાસે છે પીએચડીની ડિગ્રી

Modi Cabinet 3.0 Ministers Education : વડાપ્રધાન મોદીએ 9 જૂને એક ભવ્ય સમારોહમાં 72 મંત્રીઓ સાથે પીએમ તરીકે શપથ લીધા હતા. નવી કેબિનેટમાં અનુભવી નેતાઓની સાથે સાથે ભણેલા સાંસદોની સંખ્યા પણ સારી છે

Written by Ashish Goyal
June 11, 2024 18:46 IST
Modi Cabinet 3.0 Ministers Education : મોદી સરકાર 3.0 ના મંત્રીઓ કેટલું ભણેલા છે, કોઈ 10 પાસ તો કોઇ પાસે છે પીએચડીની ડિગ્રી
વડાપ્રધાન મોદીએ 9 જૂને એક ભવ્ય સમારોહમાં 72 મંત્રીઓ સાથે પીએમ તરીકે શપથ લીધા હતા (તસવીર - બીજેપી ટ્વિટર)

Modi Cabinet 3.0 Ministers Education: નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા છે. વડાપ્રધાન મોદીએ 9 જૂને એક ભવ્ય સમારોહમાં 72 મંત્રીઓ સાથે પીએમ તરીકે શપથ લીધા હતા. નવી કેબિનેટમાં અનુભવી નેતાઓની સાથે સાથે ભણેલા સાંસદોની સંખ્યા પણ સારી છે. પીએમ નરેન્દ્ર મોદી ગુજરાત યુનિવર્સિટીમાંથી પોલિટિકલ સાયન્સમાં એમ.એ. થયેલા છે.

ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત યુનિવર્સિટીમાંથી બાયોકેમિસ્ટ્રીમાં બીએસસી છે. જ્યારે નાણા મંત્રી નિર્મલા સીતારમણ જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)માંથી અર્થશાસ્ત્રમાં MA છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ ગોરખપુર યુનિવર્સિટીમાંથી ભૌતિકશાસ્ત્રમાં એમએસસી છે. સડક પરિવહન મંત્રી નીતિન ગડકરી એમકોમ થયેલા છે. પીયૂષ ગોયલ મુંબઈ યુનિવર્સિટીમાંથી B.Com અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે.

કેબિનેટ મંત્રીઓ અને તેમની શૈક્ષણિક યોગ્યતા

  • રાજનાથ સિંહ- M.Sc.
  • અમિત શાહ- સાયન્સમાં ગ્રેજ્યુએટ
  • નીતિન ગડકરી- એમ.કોમ
  • જેપી નડ્ડા- એલએલબી
  • શિવરાજસિંહ ચૌહાણ-એમ.એ
  • પિયુષ ગોયલ- CA
  • ધર્મેન્દ્ર પ્રધાન- એમ.એ
  • નિર્મલા સીતારમણ – અર્થશાસ્ત્રમાં ગ્રેજ્યુએટ
  • એસ જયશંકર- એમએ, પીએચડી
  • મનોહર લાલ- એમ.એ
  • એચડી કુમારસ્વામી- ગ્રેજ્યુએટ
  • જીતનરામ માંઝી- ગ્રેજ્યુએટ
  • લલ્લન સિંહ- ગ્રેજ્યુએટ
  • સર્બાનંદ સોનોવાલ- LLB
  • વીરેન્દ્ર કુમાર ખટીક- ગ્રેજ્યુએટ
  • કિંજરાપુ રામમોહન નાયડુ- B.Tech, MBA
  • જુએલ ઓરાવ- ડિપ્લોમા
  • પ્રહલાદ જોશી- ગ્રેજ્યુએટ
  • ગિરિરાજ સિંહ- ગ્રેજ્યુએટ
  • અશ્વિની વૈષ્ણવ- એમટેક
  • જ્યોતિરાદિત્ય સિંધિયા- MBA
  • ગજેન્દ્ર સિંહ શેખાવત- એમ.એ
  • ભૂપેન્દ્ર યાદવ- LLB
  • અન્નપૂર્ણા દેવી- એમ.એ
  • કિરેન રિજિજુ- ગ્રેજ્યુએટ
  • હરદીપ સિંહ પુરી- એમ.એ
  • મનસુખ માંડવિયા- પીએચડી
  • જી કિશન રેડ્ડી- ડિપ્લોમા
  • ચિરાગ પાસવાન- 12 પાસ (બી.ટેક ડ્રોપ આઉટ)
  • સી.આર.પાટીલ- આઈટીઆઈ

આ પણ વાંચો – મોદી સરકાર કેબિનેટ મંત્રીઓ : કોને કયું મંત્રાલય મળ્યું? જુઓ સંપૂર્ણ લિસ્ટ

રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો)

  • રાવ ઈન્દ્રજીત સિંહ -ગ્રેજ્યુએટ
  • જીતેન્દ્ર સિંહ – MBBS, MD
  • અર્જુન રામ મેઘવાલ- એમએ, એલએલબી
  • પ્રતાપરાવ જાધવ- 12 પાસ
  • જયંત ચૌધરી-ગ્રેજ્યુએટ

રાજ્ય મંત્રી

  • જિતિન પ્રસાદ- MBA
  • શ્રીપદ નાઈક- ગ્રેજ્યુએટ
  • પંકજ ચૌધરી-બી.એ
  • કિશન પાલ ગુર્જર-બીએ, એલએલબી
  • રામદાસ આઠવલે- 12 પાસ
  • રામનાથ ઠાકુર- ગ્રેજ્યુએટ
  • નિત્યાનંદ રાય- ગ્રેજ્યુએટ
  • અનુપ્રિયા પટેલ- એમ.એ
  • વી સોમન્ના- ગ્રેજ્યુએટ
  • ડૉ.ચંદ્રશેખર પેમ્માસાની-MBBS, MD
  • એસપી સિંહ બઘેલ-એમએસસી, એલએલબી
  • શોભા કરલંદાજે-એમ.એ
  • કીર્તિ વર્ધન સિંહ-એમ.એ
  • બી.એલ.વર્મા-એમ.એ
  • શાંતનુ ઠાકુર-ગ્રેજ્યુએટ
  • સુરેશ ગોપી-ગ્રેજ્યુએટ
  • એલ મુરુગન-એલએલએમ, પીએચડી
  • અજય તમટા-12 પાસ
  • કેદી સંજયકુમાર-એમ.એ
  • કમલેશ પાસવાન-10 પાસ
  • ભગીરથ ચૌધરી-12 પાસ
  • સતીશ ચંદ્ર દુબે-10 પાસ
  • સંજય શેઠ-બી.કોમ,
  • રવનીત સિંહ બિટ્ટુ-ગ્રેજ્યુએટ
  • દુર્ગા દાસ ઉઇકે -એમએ, બી.એડ.
  • રક્ષા ખડસે-ગ્રેજ્યુએટ
  • સુકાંત મજમુદાર-પીએચડી
  • સાવિત્રી ઠાકુર- 12 પાસ
  • ટોળાન સાહુ-એમ કોમ
  • રાજભૂષણ ચૌધરી-MBBS
  • બીએલ વર્મા- અનુસ્નાતક
  • હર્ષ મલ્હોત્રા-એલએલબી
  • એન.જે.બાંભણીયા-B.Sc., B.Ed.
  • મુરલીધર મોહોલ-ગ્રેજ્યુએટ
  • જ્યોર્જ કુરિયન-એલએલબી
  • પી. માર્ગારીટા-ડિપ્લોમા

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ