NASA Sunita Williams News: નાસાએ ગુડ ન્યુઝ આપ્યા, સુનિતા વિલિયમ્સને અવકાશમાંથી પૃથ્વી પર ટૂંક સમયમાં લાવી શકાશે, હોટ એર ટેસ્ટ સફળ

Sunita Williams to comeback soon on earth : નાસા એ સારા સમાચાર આપ્યા છે, મૂળ ભારતીય અને અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અવકાશમાંથી ટૂંક સમયમાં પરત ફરી શકે છે. હોટ એર ટેસ્ટ સફળ રહ્યું છે. વૈજ્ઞાનિકોને અવકાશમાંથી તેમને પાછા લાવવા આશાનું કિરણ દેખાયું

Written by Kiran Mehta
Updated : August 01, 2024 15:34 IST
NASA Sunita Williams News: નાસાએ ગુડ ન્યુઝ આપ્યા, સુનિતા વિલિયમ્સને અવકાશમાંથી પૃથ્વી પર ટૂંક સમયમાં લાવી શકાશે, હોટ એર ટેસ્ટ સફળ
નાસાએ ગુડ ન્યુઝ આપ્યા, સુનિતા વિલિયમ્સ અવકાશમમાંથી પૃથ્વી પર પાછા ફરવાની આશા બંધાઈ

Sunita Williams to Comeback Soon on Earth : સુનિતા વિલિયમ્સ પૃથ્વી પર ટૂંક સમયમાં પુનરાગમન કરશે : નાસાના સ્ટારલાઇનર ક્રૂ સુનિતા વિલિયમ્સ અને બુશ વિલ્મોર પૃથ્વી પર પાછા ફરવાની રાહ ટૂંક સમયમાં સમાપ્ત થઈ શકે છે. લગભગ 52 દિવસ સુધી અવકાશમાં અટવાયા બાદ આખરે હવે આશાનું કિરણ દેખાયું છે. નાસા દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદન અનુસાર, નાસા અને બોઈંગે 27 જુલાઈના રોજ સ્ટારલાઈનર સ્પેસક્રાફ્ટ રિએક્શન કંટ્રોલ સિસ્ટમનું હોટ ફાયર ટેસ્ટ પૂર્ણ કર્યું હતું.

તમને જણાવી દઈએ કે, ભારતીય મૂળના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને તેમના અમેરિકન સાથી અવકાશયાત્રી બુશ વિલમોર પરીક્ષણ દરમિયાન અવકાશયાનની અંદર હાજર હતા, અને ટેક્નિકલ ખામી સર્જાતા અવકાશમાં જ અટવાઈ ગયા હતા.

ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) થી બોઇંગ સ્ટારલાઇનરને પૃથ્વી પર પરત કરવાની તૈયારીઓને ધ્યાનમાં રાખીને આ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ પરીક્ષણના પરિણામો સકારાત્મક આવ્યા છે, જેનો અર્થ છે કે, હવે નાસાના બંને અવકાશયાત્રીઓ એટલે કે સુનિતા વિલિયમ્સ અને બુશ વિલ્મોર ટૂંક સમયમાં પૃથ્વી પર પાછા આવી શકે છે.

બોઇંગ સ્ટારલાઇનર 6 જૂને રવાના થયું હતું

તમને જણાવી દઈએ કે, સ્પેસક્રાફ્ટ 6 જૂને ISS પર લેન્ડ થયું હતું. આ મિશન લગભગ 10 દિવસનું જ હતું પરંતુ, સ્પેસક્રાફ્ટના થ્રસ્ટરમાં ખામીને કારણે ક્રૂ મેમ્બર્સ 50 દિવસથી વધુ સમયથી અવકાશમા જ ફસાયેલા છે.

નાસાના અધિકારીઓનું કહેવું છે કે, સ્ટારલાઈનર કોઈપણ સમયે પૃથ્વી પર પાછા ફરવા માટે હવે સક્ષમ છે. જો કે, આ વખતે અવકાશયાત્રીઓના પરત આવવામાં વિલંબનું કારણ તેમના દ્વારા કરવામાં આવી રહેલા કેટલાક વધુ પરીક્ષણો છે, જે પૃથ્વી પર કરવા અશક્ય છે.

સુનિતા વિલિયમ્સ અને વિશ વિલ્મોરે અવકાશમાં પરીક્ષણ દરમિયાન 28માંથી 27 થ્રસ્ટર્સને ફાયર કર્યા હતા. તેઓએ થ્રસ્ટર્સનું પ્રદર્શન માપ્યું અને હિલીયમ લીક રેટ પણ તપાસ્યો. આ પરીક્ષણોમાંથી એકત્રિત કરવામાં આવેલા ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું અને આ પછી નાસા અને બોઇંગ હવે આ ક્રૂ સભ્યોની પરત ફરવાની તારીખની પુષ્ટિ કરશે.

નાસાના તાજેતરના અહેવાલ મુજબ, પૃથ્વી પર હાજર એન્જિનિયરો પૃથ્વી પર સ્ટારલાઈનરની પરત ફરવાની ખાતરી કરી રહ્યા છે. સુનિતા વિલિયમ્સ અને બુશ વિલ્મોર પણ એક્સપિડિશન 71 ક્રૂ સાથે નજીકથી કામ કરી રહ્યા છે અને તેમને વિજ્ઞાનના પ્રયોગો અને જાળવણી પ્રવૃત્તિઓમાં મદદ કરી રહ્યા છે.

સ્ટારલાઈનરની ખામી લોન્ચ પહેલા જ ખબર હતી

તમને જણાવી દઈએ કે તાજેતરની માહિતી અનુસાર, સુરક્ષા તપાસમાં નાસા તરફથી ભૂલ થઈ હતી. પ્રક્ષેપણ પહેલા જ ગ્રાઉન્ડ ટીમે અવકાશયાનમાંથી હિલીયમ લીકની જાણ કરી હતી. પૃથ્વી પરથી ટેકઓફ થયા બાદ બે લીક થયાની માહિતી મળી હતી, જ્યારે આઈએસએસ સુધી પહોંચ્યા બાદ એક લીકની માહિતી મળી હતી. હિલીયમ લીક સાથે, થ્રસ્ટર્સ પણ ડોકીંગ પ્રક્રિયા દરમિયાન ફેલ થઈ ગઈ હતી.

સુનીતા વિલિયમ્સ અને બુશ વિલ્મોરની તબિયત બગડી રહી છે

આ પણ વાંચો – 50 દિવસોથી અંતરિક્ષમાં ફસાયેલા સુનીતા વિલિયમ્સ આપણાથી કેટલા દૂર? ક્યારે અને કેવી રીતે થશે વાપસી? નાસાએ કર્યો ખુલાસો

મિશન પર ગયેલા બે અવકાશયાત્રીઓના સ્વાસ્થ્યને લઈને હવે ચિંતાઓ ઉભી થઈ રહી છે. 52 દિવસ પછી 10 દિવસના મિશન પર ગયેલા સુનીતા વિલિયમ્સ અને બુશ વિલ્મોરના સ્વાસ્થ્યને લઈને કોઈ સારા સમાચાર નથી. મળતી માહિતી મુજબ, બંને અવકાશયાત્રીઓના હાડકાંમાં ઘટાડો (Bone Loss) થયો છે અને તેઓ ઘણા નબળા દેખાઈ રહ્યા છે. અવકાશમાં ગુરુત્વાકર્ષણની ગેરહાજરીને કારણે, તેમના સ્નાયુઓ અને હાડકાની ઘનતામાં ઘટાડો થયો છે. આ સ્થિતિને મેડિકલ સાયન્સમાં ઓસ્ટિયોપોરોસિસ કહેવામાં આવે છે.

આ પણ વાંચો – Sunita Williams: હે મા ગામની દીકરી સુનીતા વિલિયમ્સની રક્ષા કરજો, સુરક્ષિત પરત લાવજો…, ઝુલાસણમાં દોલા માતાજી મંદિરમાં ધૂન

બંને અવકાશયાત્રીઓ સખત વ્યાયામ દિનચર્યાને અનુસરતા હોવા છતાં, તેમના હાડકાંનું નુકસાન નવીનતમ ફોટામાં જોઈ શકાય છે. અમને આશા છે કે, બંને અવકાશયાત્રીઓ જલ્દી અને સ્વસ્થ પૃથ્વી પર પાછા ફરશે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ