માત્ર વિપક્ષના સીએમ જ નહીં, નીતિશ કુમારે પણ નીતિ આયોગની બેઠકમાં હાજરી આપી નહીં, જાણો શું છે કારણ

Niti Aayog Meeting : આજે નીતિ આયોગની બેઠક થઈ હતી, જેમાં દરેક રાજ્યના મુખ્યમંત્રીઓએ ભાગ લીધો જોકે, 7 રાજ્યોના સીએમ આ બેઠકમાં ગેરહાજર દેખાયા, જેમાં નીતિશ કુમારનો પણ સામેવેશ થાય છે.

Written by Kiran Mehta
July 27, 2024 17:50 IST
માત્ર વિપક્ષના સીએમ જ નહીં, નીતિશ કુમારે પણ નીતિ આયોગની બેઠકમાં હાજરી આપી નહીં, જાણો શું છે કારણ
નીતિ આયોગ બેઠક

Niti Aayog Meeting : શનિવારે નવી દિલ્હીમાં નીતિ આયોગની નવમી બેઠક યોજાઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં વિપક્ષના 7 મુખ્યમંત્રીઓએ ભાગ લીધો ન હતો. તો સૌથી આશ્ચર્યની વાત એ હતી કે, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે પણ આ બેઠકમાં ભાગ લીધો ન હતો. નીતિશ કુમારની પાર્ટી જેડીયુ એનડીએની સહયોગી છે. જોકે, બિહારના બંને નાયબ મુખ્યમંત્રી વિજય સિંહા અને સમ્રાટ ચૌધરી નીતિ આયોગની બેઠકમાં ભાગ લઈ રહ્યા હતા.

જેડીયુએ કારણ આપ્યું

આ દરમિયાન, જેડીયુના પ્રવક્તા નીરજ કુમારે કહ્યું છે કે, આ પહેલીવાર નથી જ્યારે મુખ્યમંત્રી નીતિશ કુમાર નીતિ આયોગની બેઠકમાં ભાગ લઈ રહ્યા નથી. તેમણે કહ્યું કે નીતિશ કુમાર પહેલા પણ નીતિ આયોગની બેઠકમાં હાજર રહ્યા ન હતા અને બિહારનું પ્રતિનિધિત્વ તત્કાલીન નાયબ મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યું હતું. નીરજે કહ્યું કે, આ વખતે પણ બંને નાયબ મુખ્યમંત્રી બેઠકમાં હાજરી આપવા માટે દિલ્હી ગયા છે.

મુખ્યમંત્રી અંગત કારણોસર બેઠકમાં હાજર રહી શક્યા ન હતા – કેસી ત્યાગી

નીરજ કુમારે કહ્યું કે, બિહારના ચાર કેન્દ્રીય મંત્રીઓ પણ નીતિ આયોગના સભ્ય છે અને બેઠકમાં હાજર રહ્યા. તેથી કશું કહેવાની જરૂર નથી. જેડીયુના મહાસચિવ કેસી ત્યાગીએ કહ્યું કે, મુખ્યમંત્રી અંગત કારણોસર બેઠકમાં હાજર રહી શક્યા નથી અને તેની પાછળ કોઈ રાજકીય કારણ નથી. તેમણે કહ્યું કે, અમે બજેટ અને નીતિ આયોગની બેઠકથી ઉત્સાહિત છીએ.

નીતીશ કુમાર બેઠકમાં ન આવવા પર ભાજપના સાંસદ અને કેન્દ્રીય મંત્રી સંજય સેઠે કહ્યું કે, અમને ખબર નથી કે નીતિશ કુમાર કેમ ન આવ્યા, એનડીએની મુઠ્ઠીઓ બંધ છે. તેમણે કહ્યું કે, એનડીએ મજબૂત છે.

આ પણ વાંચો – NITI Aayog Meeting: નીતિ આયોગ બેઠક વચ્ચે છોડીને ગુસ્સાથી નીકળી ગયા મમતા બેનર્જી, જાણો શું કહ્યું?

મમતા બેનર્જી સભા છોડીને ચાલ્યા ગયા

બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી નીતિ આયોગની બેઠકમાં સામેલ થયા હતા, પરંતુ તેમણે અધવચ્ચે જ બેઠક છોડી દીધી હતી. મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો કે, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુને બોલવા માટે 20 મિનિટનો સમય આપવામાં આવ્યો હતો, આસામ, ગોવા અને છત્તીસગઢના સીએમને 10થી 12 મિનિટનો સમય આપવામાં આવ્યો હતો પરંતુ મને માત્ર 5 મિનિટ આપવામાં આવી હતી, જે ખોટું છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ