Nobel Prize 2025 Physics: ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કારની જાહેરાત, આ ત્રણ અમેરિકન વૈજ્ઞાનિકોને મળ્યો પુરસ્કાર

નોબેલ પુરસ્કાર 2025 ની જાહેરાત 6 ઓક્ટોબરથી શરૂ થઈ હતી. મંગળવારે ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી હતી. ત્રણ અમેરિકન વૈજ્ઞાનિકોને ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મળ્યો છે.

Written by Rakesh Parmar
October 07, 2025 16:50 IST
Nobel Prize 2025 Physics: ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કારની જાહેરાત, આ ત્રણ અમેરિકન વૈજ્ઞાનિકોને મળ્યો પુરસ્કાર
ત્રણ અમેરિકન વૈજ્ઞાનિકોને ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મળ્યો છે. (તસવીર: @NobelPrize/X)

Nobel Prize 2025 Physics: નોબેલ પુરસ્કાર 2025 ની જાહેરાત 6 ઓક્ટોબરથી શરૂ થઈ હતી. મંગળવારે ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી હતી. ત્રણ અમેરિકન વૈજ્ઞાનિકોને ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મળ્યો છે. ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર ત્રણ વૈજ્ઞાનિકો જોન ક્લાર્ક, મિશેલ એચ. ડેવોરેટ અને જોન એમ. માર્ટિનિસને એનાયત કરવામાં આવ્યો છે.

ત્રણ વૈજ્ઞાનિકોને ભૌતિકશાસ્ત્રમાં પુરસ્કાર મળ્યો

રોયલ સ્વીડિશ એકેડેમી ઓફ સાયન્સિસે મંગળવારે જાહેરાત કરી હતી કે જોન ક્લાર્ક, મિશેલ ડેવોરેટ અને જોન માર્ટિનિસને ઇલેક્ટ્રિક સર્કિટમાં મેક્રોસ્કોપિક ક્વોન્ટમ મિકેનિકલ ટનલિંગ અને ઊર્જા ક્વોન્ટાઇઝેશનની શોધ માટે 2025 નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવશે. સમિતિએ જણાવ્યું હતું કે, “આ વર્ષના ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કારે ક્વોન્ટમ ક્રિપ્ટોગ્રાફી, ક્વોન્ટમ કમ્પ્યુટર્સ અને ક્વોન્ટમ સેન્સર સહિત ક્વોન્ટમ ટેકનોલોજીની આગામી પેઢીના વિકાસ માટે તકો પૂરી પાડી છે.”

ઈનામની રકમ કેટલી છે?

ત્રણેય ઈનામી રકમમાં 1.1 કરોડ સ્વીડિશ ક્રાઉન (આશરે $1.2 મિલિયન) શેર કરશે. આલ્ફ્રેડ નોબેલના વસિયતનામાથી સ્થાપિત નોબેલ પુરસ્કારો 1901 થી વિજ્ઞાન, સાહિત્ય અને શાંતિના ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામ કરનારાને સન્માનિત કરે છે, જેમાં પાછળથી અર્થશાસ્ત્રનો ઉમેરો થયો છે. નોબેલના વસિયતનામામાં ભૌતિકશાસ્ત્ર સૌથી પ્રતિષ્ઠિત શ્રેણીઓમાંની એક છે.

અગાઉના વિજેતાઓમાં આલ્બર્ટ આઈન્સ્ટાઈન, મેરી અને પિયર ક્યુરી, મેક્સ પ્લાન્ક અને નીલ્સ બોહરનો સમાવેશ થાય છે, જેમના કાર્યથી ક્વોન્ટમ સિદ્ધાંતનો પાયો નાખ્યો હતો. ગયા વર્ષે ભૌતિકશાસ્ત્ર પુરસ્કાર જોન હોપફિલ્ડ અને જ્યોફ્રી હિન્ટનને મશીન લર્નિંગમાં તેમની સિદ્ધિઓ માટે એનાયત કરવામાં આવ્યો હતો જેણે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ક્રાંતિને વેગ આપ્યો હતો.

આ પણ વાંચો: રોગપ્રતિકારક શક્તિની વધુ સારી સમજણની શોધ, આ ત્રણ વૈજ્ઞાનિકોને મેડિસિનમાં નોબેલ પુરસ્કાર

10 ડિસેમ્બરે ઈનામોની જાહેરાત કરવામાં આવશે

રસાયણશાસ્ત્રમાં નોબેલ પુરસ્કારની જાહેરાત 8 ઓક્ટોબરે કરવામાં આવશે, ત્યારબાદ શુક્રવારે શાંતિ પુરસ્કાર આપવામાં આવશે. વિજેતાઓને 10 ડિસેમ્બરે સ્ટોકહોમમાં એક સમારોહમાં તેમના પુરસ્કારો પ્રાપ્ત થશે, જે આલ્ફ્રેડ નોબેલની મૃત્યુની વર્ષગાંઠ છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ