‘નરેન્દ્ર મોદીમાં કોઈ દમ નથી, મીડિયા વાળાઓએ માત્ર ફુગ્ગામાં હવા ભરી’: રાહુલ ગાંધી

Rahul Gandhi on pm modi: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે દાવો કર્યો હતો કે તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ઘણી વખત મળ્યા છે અને તેમનામાં કોઈ દમ નથી. તેમણે કોંગ્રેસના 'ઓબીસી પાર્ટીસિપેશન જસ્ટિસ કોન્ફરન્સ'માં આ ટિપ્પણી કરી હતી.

Written by Rakesh Parmar
July 25, 2025 17:59 IST
‘નરેન્દ્ર મોદીમાં કોઈ દમ નથી, મીડિયા વાળાઓએ માત્ર ફુગ્ગામાં હવા ભરી’: રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ પોતાનામાં રહેલી ખામીનો સ્વીકાર કર્યો (Photo: Rahul Gandhi/X)

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે દાવો કર્યો હતો કે તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ઘણી વખત મળ્યા છે અને તેમનામાં કોઈ દમ નથી. તેમણે કોંગ્રેસના ‘ઓબીસી પાર્ટીસિપેશન જસ્ટિસ કોન્ફરન્સ’માં આ ટિપ્પણી કરી હતી. ઉપરાંત ભૂતપૂર્વ કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું હતું કે સત્તામાં રહીને તેમનો પક્ષ જાતિગત વસ્તી ગણતરી કરાવી શક્યા નહીં તે તેમની ભૂલ હતી.

જ્યારે રાહુલ ગાંધીએ તેમના ભાષણ દરમિયાન પૂછ્યું કે દેશમાં સૌથી મોટી સમસ્યા શું છે, ત્યારે ત્યાં હાજર કોઈએ વડા પ્રધાનનું નામ લીધું. આના પર ભૂતપૂર્વ કોંગ્રેસ પ્રમુખે કહ્યું, “નરેન્દ્ર મોદી કોઈ મોટી સમસ્યા નથી. મીડિયાના લોકોએ ફક્ત ફુગ્ગો બનાવ્યો છે. હું તેમને મળ્યો છું, તેમની સાથે રૂમમાં બેઠો છું. તે ફક્ત ‘શો’ છે, કોઈ દમ નથી.”

કોંગ્રેસ નેતાએ કહ્યું – આજનું તેલ ડેટા છે

આ સાથે લોકસભામાં વિપક્ષના નેતાએ કહ્યું, “21મી સદી ‘ડેટા’ની સદી છે. મોદીજી ડેટા વિશે વાત કરતા રહે છે. પહેલા જે દેશ પાસે તેલ હતું તે શક્તિશાળી માનવામાં આવતું હતું. આજનું તેલ ડેટા છે.”

રાહુલ ગાંધીએ પરિષદ દરમિયાન એમ પણ કહ્યું હતું કે તેમની પાર્ટી સત્તામાં હતી ત્યારે જાતિ વસ્તી ગણતરી ન કરવી એ તેમની ભૂલ હતી પરંતુ હવે તેમણે આ ભૂલ સુધારવા માટે પગલાં લીધાં છે. તેમણે એમ પણ કહ્યું હતું કે જાતિ વસ્તી ગણતરીનો મુદ્દો ‘રાજકીય ભૂકંપ’ છે જેણે દેશની રાજકીય જમીનને હચમચાવી નાખી છે.

રાહુલ ગાંધીએ પોતાનામાં રહેલી આ ખામીનો સ્વીકાર કર્યો

‘ઓબીસી ભાગીદારી ન્યાય સંમેલન’ને સંબોધતા કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખે કહ્યું હતું કે, “હું 2004 થી રાજકારણ કરી રહ્યો છું. જ્યારે હું મારું મૂલ્યાંકન કરું છું, ત્યારે મને લાગે છે કે ક્યાંક મેં સારું કામ કર્યું છે અને ક્યાંક મારી ખામી છે. ભલે તે આદિવાસીઓ, દલિતો અને લઘુમતીઓ વિશે હોય, મને સારા ગુણ મળવા જોઈએ. મને મહિલાઓના મુદ્દા પર સારા માર્ક્સ મળવા જોઈએ, પરંતુ જ્યારે હું પાછળ ફરીને જોઉં છું, ત્યારે એક વાત સ્પષ્ટ થાય છે કે એક વાતનો અભાવ હતો. મેં કરેલી આ એક ભૂલ એ છે કે મેં OBC વર્ગના હિતોનું રક્ષણ એ રીતે કર્યું નથી જે રીતે તે કરવાનું હતું. તેનું કારણ એ છે કે હું તે સમયે તમારા મુદ્દાઓને ઊંડાણપૂર્વક સમજી શક્યો ન હતો.

આ પણ વાંચો: PM નરેન્દ્ર મોદી એ ઈન્દિરા ગાંધીને પણ પાછળ છોડ્યા, શું હવે નહેરુનો પણ રેકોર્ડ તૂટશે?

રાહુલ ગાંધીએ કહ્યું, “દલિતોની મુશ્કેલીઓને સમજવી સરળ છે, આદિવાસીઓના મુદ્દાઓ પણ સરળતાથી સમજી શકાય છે પરંતુ OBC ની મુશ્કેલીઓ અથવા મુદ્દાઓ સરળતાથી જોવા મળતા નથી. મને દુ:ખ છે કે જો મને તમારા ઇતિહાસ અને મુદ્દાઓ વિશે વધુ ખબર હોત, તો મેં તે સમયે (જ્યારે કોંગ્રેસ સત્તામાં હતી) જાતિ વસ્તી ગણતરી કરી હોત. તે સમય વીતી ગયો છે પણ તે મારી ભૂલ છે. આ કોંગ્રેસની ભૂલ નથી, તે મારી ભૂલ છે.”

જાતિ વસ્તી ગણતરીથી પાછળ હટવાનો નથી – રાહુલ

જાતિ વસ્તી ગણતરીના મુદ્દાનો ઉલ્લેખ કરતા કોંગ્રેસના નેતાએ કહ્યું, “આ એક રાજકીય ભૂકંપ છે, જેણે ભારતની રાજકીય જમીનને હચમચાવી નાખી છે. તમને તેનો આંચકો લાગ્યો નથી પરંતુ કામ પૂર્ણ થઈ ગયું છે. તમે મારી બહેન (પ્રિયંકા ગાંધી) ને પૂછો કે જ્યારે હું કોઈ બાબત વિશે મારું મન બનાવી લઉં છું ત્યારે હું તેનાથી પાછળ હટવાનો છું કે નહીં. હું જાતિ વસ્તી ગણતરીથી પાછળ હટવાનો નથી.”

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ