Gangrape France : ફ્રાન્સમાં એક વ્યક્તિ તેની પત્નીને વારંવાર ડ્રગ્સ પીવડાવી તેની સાથે બળાત્કાર કરતો હતો, આટલુ જ નહી અન્ય ડઝનેક પુરૂષો દ્વારા પણ તેના પર બળાત્કાર ગુજારતો હતો તેવો આરોપ લગાવવામાં આવ્યો છે.. એક 70 વર્ષીય ફ્રાન્સની મહિલાએ તેના પતિ પર આરોપ લગાવ્યો છે કે, પતિ તેને બેભાન કરવા માટે ડ્રગ પીવડાવીને તેના પર બળાત્કાર કરવા માટે એક ડઝનથી વધુ અજાણ્યાઓને ઓનલાઈન બોલાવતા હતો.
71 વર્ષનો આરોપી ફ્રેન્ચ પાવર કંપની EDF નો પૂર્વ કર્મચારી છે. આ કેસમાં તેની સાથે અન્ય 50 લોકો પર પણ વૃદ્ધ મહિલા સાથે બળાત્કારનો આરોપ લગાવવામાં આવ્યો છે.
મહિલાના વકીલોમાંના એક એન્ટોઈન કેમ્યુએ એએફપી ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે, મહિલાએ 10 વર્ષ સુધી બળાત્કાર સહન કર્યો હતો અને તેણીને દુષ્કર્મની જાણ નહોતી કારણ કે તે ડ્રગ્સના નશામાં બેહોસ થઈ જતી હતી. તેના વકીલોનું કહેવું છે કે, મહિલા એટલી હદે બેભાન રહેતી કે, તેને વારંવાર થતા શોષણથી અજાણ હતી.
પત્નીનું જાતીય શોષણ કરવા માટે પતિએ અજાણ્યાઓને કામ પર રાખ્યા
અહેવાલો અનુસાર, આ દુર્વ્યવહાર 2011 માં શરૂ થયો, જ્યારે દંપતી પેરિસની નજીક રહેતું હતું અને બે વર્ષ પછી તેઓ મઝાન શિફ્ટ થયા ત્યાં સુધી ચાલુ રહ્યું. પોલીસ દ્વારા શોધાયેલા ચેટ લોગ્સ પરથી જાણવા મળ્યું છે કે, તે વ્યક્તિએ તેની પત્ની પર જાતીય હુમલો કરવા માટે અજાણ્યા લોકોને ભાડે રાખવા માટે coco.fr નામની વેબસાઈટ જે બંધ થઈ ગયેલી સાઇટનો ઉપયોગ કર્યો હતો. પતિએ મહિલાને ટ્રાન્ક્વીલાઈઝર અને એન્જાઈટી ઓછી કરતી દવા ટેમેસ્ટા આપી.
વ્યક્તિએ આરોપીઓને સૂચના આપી હતી
આરોપી પતિએ અન્ય પુરૂષોને પણ કહ્યું કે તેઓ જ્યારે રાત્રે દુષ્કર્મ કરે ત્યારે મહિલાને જગાડશો નહીં. અન્ય સૂચનાઓમાં કોઈપણ આફ્ટરશેવ અથવા સિગારેટની ગંધ તેમની પાસેથી ન આવવી જોઈએ, જેવી વાતનો સમાવેશ થાય છે અને તેઓએ તેણીને સ્પર્શ કરતા પહેલા તેમના હાથ ગરમ કરવા અને રસોડામાં કપડાં ઉતારવાના હતા, જેથી તેઓ તેમના કપડાં બાથરૂમમાં ન છોડે. ફરિયાદીના જણાવ્યા અનુસાર, શંકાસ્પદ વ્યક્તિએ પોતે પણ મહિલાઓ પર બળાત્કાર કર્યો હતો, તેનું રેકોર્ડિંગ પણ કર્યું હતું અને અપમાનજનક ભાષાનો ઉપયોગ કરીને અન્ય પુરુષોને આવું કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
પોલીસે આ રીતે કર્યો ખુલાસો
સપ્ટેમ્બર 2020 માં, પોલીસે મહિલાના પતિની તપાસ શરૂ કરી, જ્યારે એક શોપિંગ સેન્ટરમાં ત્રણ મહિલાઓના સ્કર્ટ નીચે ગુપ્ત રીતે ફિલ્માંકન કરતા પકડાયા પછી. પોલીસે તેના કોમ્પ્યુટરની તપાસ કરી, જ્યાં તેમને તે વ્યક્તિની પત્નીના હજારો ફોટા અને વીડિયો મળ્યા. તસવીરો અને વીડિયોમાં તે બેભાન હતી. રેકોર્ડિંગમાં બળાત્કારની અનેક ઘટનાઓ સામે આવી છે. આ બધું મઝાનમાં જ તેના ઘરે થયું.
પોલીસે બળાત્કારના 92 કેસમાં સંડોવાયેલા 72 લોકોની ઓળખ કરી હતી જ્યારે, 51 શકમંદોને ઔપચારિક રીતે અટકાયતમાં લેવામાં આવ્યા હતા. આરોપીની ઉંમર 21 થી 68 વર્ષની વચ્ચે છે. આરોપીઓ ફોર્કલિફ્ટ ડ્રાઈવર, ફાયર ઓફિસર, કંપની એક્ઝિક્યુટિવ અને પત્રકાર સહિત વિવિધ વ્યવસાયોમાં છે.
પત્નીની જાણ વગર પતિ તેને ડ્રગ્સ આપતો હતો
આરોપીઓએ દાવો કર્યો હતો કે, તેમણે તેમની ફક્ત સંમતિથી દંપતીની કલ્પનાઓને પૂર્ણ કરી રહ્યા હતા. જો કે, આરોપી પતિએ પોલીસને જણાવ્યું કે, તે જાણતા હતા કે તેની પત્નીને તેની જાણ વગર નશો આપવામાં આવ્યો હતો. જેઓને બોલાવવામાં આવ્યા હતા, તેમાંથી માત્ર ત્રણ જ પુરુષો જ એવા હતા કે, જેઓ કશું કર્યા વિના ત્યાંથી નીકળી ગયા હતા, જ્યારે અન્ય લોકોએ મહિલા પર બળાત્કાર કર્યો હતો.
આ પણ વાંચો – Vadhvan Port Project | વાધવન બંદર પ્રોજેક્ટ : આ પોર્ટ પ્રોજેક્ટથી મહારાષ્ટ્રને શું થશે ફાયદો, જાણો શું છે યોજના?
આરોપી વ્યક્તિ પર 1991 માં હત્યા અને બળાત્કારનો પણ આરોપ હતો, જોકે આ વાત ને તે નકારે છે. તેના પર 1999માં બળાત્કારનો પ્રયાસ કરવાનો પણ આરોપ છે, જે તેણે ડીએનએ ટેસ્ટ પછી કબૂલ કર્યો હતો. AFP દ્વારા જોવામાં આવેલા દસ્તાવેજો અનુસાર, નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, તે વ્યક્તિ માનસિક રીતે બીમાર દેખાતો નથી પરંતુ નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, તે સ્ત્રી પર તેની શક્તિ સાબિત કરવા માંગે છે. હાલમાં આ કેસની સુનાવણી ડિસેમ્બર સુધી ચાલશે તેવી શક્યતા છે.





