હેડલાઇન વાંચીને સામાન્ય લોકો, માતાઓ, ડોકટરો, પ્રસૂતિ નિષ્ણાતો અથવા તબીબી સંશોધકોને પણ આશ્ચર્ય થાય તે સ્વાભાવિક છે. પરંતુ આ વાસ્તવિકતા છે. બુલઢાણા શહેરમાં આ પ્રકારનો કિસ્સોસામે આવ્યો છે. જેના કારણે આ ઘટના જિલ્લાના તબીબી ક્ષેત્રે ચર્ચાઈ રહી છે.
નાગપુરના બુલઢાણા શહેરના પ્રખ્યાત પ્રસૂતિ નિષ્ણાત રસાદ રાજકુમાર અગ્રવાલ, સ્થાનિક સરકારી મહિલા હોસ્પિટલમાં સેવાઓ પૂરી પાડે છે. તેમની પાસે સારવાર માટે આવેલી બત્રીસ વર્ષની અને નવ મહિનાની સગર્ભા સ્ત્રીની તેણે ‘સોનોગ્રાફી’ કરી ત્યારે તેમને ‘કંઈક અલગ’ જણાયું! તપાસમાં તેમને માત્ર મહિલાના ગર્ભમાં બાળક જ નહીં પરંતુ બાળકના પેટમાં ‘બાળક’ પણ જોવા મળ્યું. જેથી ડો.પ્રસાદ અગ્રવાલે બે-ત્રણ વખત તપાસ કરતાં બાળકના પેટમાં બાળક હોવાનું સ્પષ્ટ થયું હતું.
તેમણે તેમના ઉપરી અધિકારીઓ અને કેટલાક નિષ્ણાતો સાથે આ અંગે ચર્ચા કરી હતી. સગર્ભા મહિલાને નવ મહિના પૂરા થઈ ગયા હોવાથી હવે તેની ડિલિવરી મુશ્કેલ બની ગઈ છે.
આ મહિલા જિલ્લાના ઘાટ વિસ્તારની છે અને તેને બે બાળકો છે. મહિલાને વધુ તપાસ માટે સંભાજી નગર મોકલવામાં આવી છે અને તેને નિષ્ણાત નિરીક્ષણ હેઠળ રાખવામાં આવી છે. આ અંગે ‘લોકસત્તા’ સાથે વાત કરતાં ફીટસ ઇન ફીટુ દરમિયાન ડો. પ્રસાદ અગ્રવાલે જણાવ્યું હતું કે, “બાળકના ગર્ભમાં બીજા બાળકની આ પ્રકારની વૃદ્ધિ ખૂબ જ દુર્લભ છે. અત્યાર સુધીમાં આવી દસથી પંદર ઘટનાઓ ભારતમાં અને બસ્સો જેટલી ઘટનાઓ વિશ્વમાં નોંધાઈ છે.
આ પણ વાંચો: ધોળકામાં યોજાયેલ કાર્યક્રમમાં અમદાવાદ અને ખેડાના દલિત સમુદાયના 31 લોકોએ બૌદ્ધ ધર્મ અપનાવ્યો
અગાઉ 1983માં આ પ્રકારની પ્રથમ ઘટના સામે આવી હતી. તબીબી પરિભાષામાં આવી ગર્ભાવસ્થાને ‘ભ્રૂણમાં ગર્ભ’ કહેવાય છે. બાળકના ગર્ભમાં બાળક એ ખૂબ જ દુર્લભ ઘટના છે જેમાં એક શિશુ ગર્ભાશયની અંદર હોય છે. અંદાજે પાંચ લાખ સગર્ભા સ્ત્રીઓમાં આવો એક કેસ જોવા મળે છે.
ડૉ. અગ્રવાલે જણાવ્યું હતું કે, આ સંદર્ભે જિલ્લા સર્જન, સરકારી મેડિકલ કોલેજના પ્રિન્સિપાલ ઝીને, મહિલા હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. પાટીલે માહિતી આપી હતી. સિનિયર્સના માર્ગદર્શન હેઠળ ફરી સોનોગ્રાફી કરવામાં આવી. બાળકના પેટમાં બાળક સ્પષ્ટ દેખાતું હતું. આ મહિલાને પ્રસૂતિની સુવિધા આપવા અને જોખમ વિના બાળકને જન્મ આપવા માટે છત્રપતિ સંભાજી નગર ખાતે ખસેડવામાં આવી છે.
અગ્રવાલે જણાવ્યું તે, બાળકના ગર્ભમાં રહેલું બાળક સંપૂર્ણ રીતે વિકસતું નથી. જોડિયા જન્મે ત્યારે આવું થઈ શકે છે. મૃત શિશુને બાળકના પેટમાંથી કાઢી શકાય છે. ડિલિવરી જટિલ હોવાથી અમે તેને સંભાજીનગર મોકલવાનું નક્કી કર્યું છે.





